सुभाषित संग्रह : ગુજરાતી ભાષાંતર સાથે – સંકલન: જયેન્દ્ર પંડ્યા (ઈ-પુસ્તક) 5


1. असतो मा सदगमय।
तमसो मा ज्योतिर्गमय।
मृत्योर्मामृतम् गमय॥

(બૃહદારણ્યક ઉપનિષદ)
અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા
મહામૃ્ત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા

2. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥

ઈશાવાસ્ય ઉપનિષદનો આ શાંતિપાઠનો શ્લોક છે. તેનો શબ્દાર્થ છેઃ તે પૂર્ણ છે. આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો તો પણ પૂર્ણ બચે છે. આ શબ્દોનું સૌથી સરળ અર્થઘટન એવું છે કે બ્રહ્મ સંપૂર્ણ છે. બ્રહ્માંડ પણ સંપૂર્ણ છે. બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટ્યું છે અને બ્રહ્મમાંથી બ્રહ્માંડ બહાર આવવા છતાં શેષ બ્રહ્મ સંપૂર્ણ છે.

3. ॐ भूर्भुव: स्वः तत् सवितुर्वरेण्यं।
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्॥

આ ગાયત્રી મંત્ર સૂર્ય આરાધનાનો મંત્ર છે. ભાવાર્થ છેઃ હે સર્વોપરી દેવ ! તું જીવનનો આધાર છે, અમારા સર્વ દુઃખ દૂર કરે છે, તું સ્વયં પ્રકાશિત છે, સૌથી વધુ પૂજનીય છે, અમે તારું ધ્યાન ધરી પ્રાર્થના કરીએ છીએ કે તું અમારી બુદ્ધિને વધુ પ્રજ્વલિત કર.

4. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै।
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै॥
ॐ शान्ति: शान्ति: शान्ति:॥

રક્ષણ કરો પોષણ કરો પ્રભુ આપ અમારું પ્રેમથી
કરીશું શ્રમ સખત અભ્યાસમાં અમે ખંતથી
હો મેઘા તેજસ્વી અમારી એટલું પ્રભુ આપજો
ને સંબંધ સદા સ્નેહભર્યો ગુરુ શિષ્યનો રાખજો

5. त्वमेव माता च पिता त्वमेव
त्वमेव बंधू च सखा त्वमेव।
त्वमेव विद्या द्रविणं त्वमेव
त्वमेव सर्वं मम देव देव॥

તમે છો માતા, પિતા તમે છો
તમે છો બંધુ, સખા તમે છો
તમે છો વિદ્યા, વળી ધન સંપત્તિ
પણ સર્વ મારું તમે છો હે દેવ.

6. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्।
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्॥

જો તારી કૃપા ઉતરે તો મુંગો માણસ વાચાળ બને છે,
અપંગ માણસ પહાડ ઓળંગી જાય છે.
હે પરમાનંદ માધવ તને વંદન કરું છું.

7. या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥

સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ
માળા છે જેની સુંદર જળબિન્દુ સમ

ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા
વીણાદંડ સોહે જેના કર કમળમાં
વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું

સદા વંદન કરે જેને સર્વ દેવો
બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે

એવી દેવી મા સરસ્વતી દૂર કરજો
અમ બુદ્ધિ કુંઠિત કરતા તિમિરને

8. वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ।
निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा॥

હે વાંકી સૂંઢવાળા, વિશાળ કાયા ધરાવતા, અસંખ્ય સૂરજ સમાન કાંતિ ધરાવતા ગણેશ દેવ મારા શુભ કાર્યમાં આવતી અડચણને હંમેશા દૂર કરતા રહેજો

9. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम्।
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम्॥
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्।
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥

ભગવાન વિષ્ણુની આ સ્તુતિનો ભાવાર્થ છેઃ શાંતિ પમાડતા, નાગની શૈયા ધરાવતા, નાભિમાંથી કમળ પ્રગટાવતા, દેવોના અધિપતિ, વિશ્વના આધારરૂપ, ગગન જેવા વિશાળ, મેઘવર્ણી કાયા અને શુભ અંગો ધારણ કરતા, લક્ષ્મીજીના પ્રિયતમ, કમળસમ નેત્રો ધરાવતા, યોગીઓ ધ્યાન ધરે છતાં તેમના માટે અગમ્ય રહેતા, ભવનો ભય હરનારા, સર્વ લોકના નાથ વિષ્ણુને વંદન હો

10. सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु।
मा कश्चित् दुःख भाग्भवेत्॥

સર્વે બની રહો સુખી
સર્વે બની રહો સ્વસ્થ
મળે શુભદ્રષ્ટિ સર્વને
ન દુઃખ ભોગવે કોઈ

આવા ત્રણસોથી વધુ સંસ્કૃત સુભાષિતોનો અનુપમ સંગ્રહ તથા તેનું ગુજરાતી ભાષાંતર આજે ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યું છે. શ્રી જયેન્દ્ર પંડ્યા દ્વારા સંકલિત આ સુભાષિતો અને તેનું ભાષાંતર આપને ગમશે એવી આશા છે. અક્ષરનાદને આ સુભાષિતો પાઠવવા અને ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જયેન્દ્ર પંડ્યાનો ખૂબ ખૂબ આભાર. આ સંગ્રહ અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાંથી ડાઊનલોડ કરી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “सुभाषित संग्रह : ગુજરાતી ભાષાંતર સાથે – સંકલન: જયેન્દ્ર પંડ્યા (ઈ-પુસ્તક)

  • Brinda

    સંસ્કૃત શ્લોકો અને ભાશાંતર વાંચીને શાળાના દીવસો યાદ આવી ગયા. આભાર!

  • ashvin desai

    નવ્રાત્રિ – દિવાલિના સપરમા મૈનામા આ મન્નિય સુભાશિતો પાથવ્વા માતે મઇત્રો તરફથિ હુ સાભાર રુનસ્વિકાર કરુ ચ્હુ
    ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા