ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ 34
વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવ અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક છે. તેઓ કાવ્યસર્જન પણ કરે છે. એક સર્જક તરીકે અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે. માઈક્રોફિક્શન ક્ષેત્રમાં હાથ અજમાવનાર હેમલભાઈની ત્રણ રચનાઓ અહીં પ્રસ્તુત છે, રચનાઓ મૌલિક છે અને માઈક્રોફિક્શન ક્ષેત્રને અક્ષરનાદ પર જેટલું ખેડાણ મળ્યું છે તેમાં ઉમેરાઈ રહેલા આવા નવસર્જકોથી અને તેમની કૃતિઓથી એ આશાસ્પદ ક્ષેત્ર વધુ અસરકારક રીતે વિકસશે એવી આશા છે. રૂઢીગત ભેદભાવ, સંબંધોમાં રાજકારણ તથા અહં અને અંધશ્રદ્ધા જેવા વિષયોને લઈને સર્જન પામેલી આ સુંદર કૃતિઓ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.