સંબધ ની નાવ – જીજ્ઞેશ ચાવડા 8


દલડામાં ભરી છે. અસંખ્ય આપની યાદ,
કરૂ છું એક તીરે થી નવી શરૂઆત,
મધ્યાંતરે કરશે મન અસંખ્ય ફરીયાદ,
કરૂ છું એક તીરે થી નવી શરૂઆત,

હશે જ્યાં સગા-વ્હાલા,
ને મિત્રોનો સહકાર
જેમાં થશે,
દુશ્મનો પણ ભાગીદાર……કરૂ છું અક તીરે થી.

ધૂપ છાવ ભરેલી જીંદગી માં
તમે થાંભશો અમ હાથ,
તે ક્ષણે મળશે
મારા જીવનને હાશ……કરૂ છું અક તીરે થી.

મેળવવા આપનો વિશ્ર્વાસ
કરીશું ભૂતકાળની ભૂલો યાદ
આશા છે આપ,
નહી કરો મને નિરાશ…..કરૂ છું અક તીરે થી.

હર્ષ, ઉત્સાહ ને ઉમંગથી,
થશે આપણા જીવનની શરૂઆત
થશે ત્યારે, એક તીરે થી,
બીજા તીરની નવી શરૂઆત,
ત્યારે કરીશું,
બીજા તીરેથી નવી શરૂઆત….

{ વૈવિશાળ અને લગ્ન વચ્ચેનો સમયગાળો યુગલ માટે, પ્રેમીઓ માટે જીવનના સ્વપ્નોને શણગારવાનો એક અનોખો અવસર છે. વૈવિશાળ થઈ ગયા હોય અને લગ્ન બાકી હોય ત્યારે હૈયામાં અનેક સ્વપ્નો હોય છે, ઉમંગો અને જીવનના આયોજનોથી મન છલકાઈ જાય છે. આવાજ સંજોગો દરમ્યાનની લાગણીઓને શ્રી જીગ્નેશ ચાવડાની ઉપરોક્ત રચનામાં સુપેરે વ્યક્ત થઈ છે. એક બીજાનો સાથ સહકાર, મિત્રો અને સગાવહાલાંનો વિશ્વાસ અને જીવનના ગમે તેવા કપરા સંજોગોમાં સતત આગળ વધ્યા બંનેને એક મજબૂત તાંતણે એક બીજા સાથે જોડે છે, એ બંધનમાં બંધાવાની, ઉલ્લાસથી જીવન જીવી જવાની ભાવના અહીં વર્ણવાઈ છે. અંતિમ પંક્તિઓમાં તેઓ સહજીવનની શરૂઆત થયા પછીની વાત કહે છે. }


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “સંબધ ની નાવ – જીજ્ઞેશ ચાવડા