અમ તમોને મળ્યા – જીજ્ઞેશ ચાવડા 5


[ ગમે તેવી કપરી અને પ્રતિકુળ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાના પ્રિયપાત્રને મળવાની ઝંખના શું નથી કરાવતી પરિસ્થિતિઓ ભલે ગમે તેટલા વિઘ્નો ઉભા કરે, પરંતુ અડગ મન અને મક્ક્મ નિર્ધાર ગમેતેવા કષ્ટોની સામે પણ ઉભા થવાની હિંમત આપે છે. પ્રસ્તુત ગઝલમાં શ્રી જીજ્ઞેશ ચાવડા એવું જ કાંઈક કહેવા માંગે છે. ગમે તેવી મુસીબતોને વેઠીને પણ તેઓ પોતાના પ્રિયપાત્રને મળ્યાનો સંતોષ વ્યક્ત કરી રહ્યાં છે. ફક્ત એક અલપઝલપ મુલાકાતની, એકમેકને નીરખવાની ઉત્કટ ભાવનાનો તેઓ અહીં પરિચય કરાવે છે. તેમની કલમે આમ જ સત્તત સર્જન થતું રહે તેવી શુભેચ્છાઓ. ]

મોત માથ પરને અમ તમોને મળ્યા
આસ પાસ ભયને અમ તમોને મળ્યા

ડર નહી સંકટો રૂપ કંટક તણો
પુષ્પ રૂપ થઈને અમ તમો ને મળ્યા

માંગતા ન મળતા અહી સગા સાચના
સત્ય સાથ લઈને અમ તમો ને મળ્યા

દુનિયાએ બિછાવેલ ચાલો ઘણી
પ્રેમ દાવ પરને અમ તમો ને મળ્યા

તમ ન સમજી શક્યા વેદના ‘જીગ’ ની
પાસ હોય જમને અમ તમો ને મળ્યા

– જીજ્ઞેશ ચાવડા

(છંદઃ ગાલગા, ગાલગા, ગાલગા, ગાલગા)

બિલિપત્ર

મરમ રાખી લઉં હું ઝાંઝવાનો
કરી દેખાવ ને પલળી જવાનું.

– રશીદ મીર (‘અધખૂલાં દ્વાર’ ગઝલસંગ્રહમાંથી)


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “અમ તમોને મળ્યા – જીજ્ઞેશ ચાવડા

  • Jignesh Chavda

    સુધારેલ રદીફ સાથેનું ગઝલનું નવું ક્લેવર અત્રે પ્રસ્તુત કર્યું છે, આશા છે દોષો નિવારી શકાયા છે.

    મોત માથ પરને અમ તમારા થયા
    આસ પાસ ભયને અમ તમારા થયા

    ડર નહી સંકંટો રૂપ કંટક તણો
    પુષ્પ રૂપ થઈને અમ તમારા થયા

    માંગતા ન મળતા અહી સગા સાચના
    સત્ય સાથ લઈને અમ તમારા થયા

    દુનિયાએ બિછાવેલ ચાલો ઘણી
    પ્રેમ દાવ પરને અમ તમારા થયા

    તમ ન સમજી શક્યા વેદના ‘જીગ’ ની
    પાસ હોય જમને અમ તમારા થયા

    – જીજ્ઞેશ ચાવડા

  • AksharNaad.com Post author

    પ્રિય જીજ્ઞેશભાઈ,

    મને લાગે છે ત્યાં સુધી “ને મળ્યા” રદીફ તરીકે ગાલગા ને બદલે ગાગાગા લગા’ત્મક સ્વરૂપમાં બેસે છે. કદાચ એટલે પ્રત્યેક શે’રમાં એ દોષ પુનરાવર્તિત થયા કરવાથી આખી ગઝલ દોષયુક્ત બને છે.

    “ને મળ્યા” ને બદલે કોઈ અન્ય ઉપર્યુક્ત રદીફ વાપરવાથી ગઝલને સંપૂર્ણ દોષમુક્ત કરી શકાય છે, કારણકે અન્ય કોઈ જગ્યાએ હું દોષ જોઈ શક્તો નથી.

  • vishwadeep

    દુનિયાએ બિછાવેલ ચાલ ઘણી
    પ્રેમ દાવ પરને અમ તમો ને મળ્યા..
    સુંદર રચના.આ શે’ર..ગમ્યો.