માં વિશે તમારું શું માનવું છે?
આ પ્રશ્ન અમે ઘણાં મિત્રોએ સાથે મળીને વિચારી જોયો. તેના જવાબો કાંઇક આમ હતાં.
મમતાનું મૂર્તીમંત સ્વરૂપ એટલે માતા,
માતા’ એ એક ઇશ્વરી શક્તિ છે, કે જે કોઇપણ સારી કે વિપરીત પરિસ્થિતિમાં પ્રત્યક્ષપણે આપણી સાથે રહે છે.
માં વગર અસ્તિત્વ શક્ય નથી. આજે સમાજમાં કોઇ એવું પ્રાણી નથી કે જેની ‘માં’ ન હોય, માટે તે પ્રભુ દ્વારા અપાયેલી અનન્ય અને અમૂલ્ય ભેટ છે.
નિસ્વાર્થ સ્નેહ અને લાગણીની અનરાધાર વર્ષા એટલે માં
માણસ ગમે તેટલો મોટો થઇ જાય, માં માટે એ કાયમ નાનકડું બાળક જ રહે છે. માં જેટલા અધિકારથી કોઇ બોલાવી શકે?
પણ આ બધા જવાબો ઉપર સૌ એક વાત પર સહમત થયા, અને એ કે “માં’ ની કોઇ વ્યાખ્યા ન હોઇ શકે. અને ખરેખર એ વાત સો ટકા સાચી છે. વ્યાખ્યા કરવા માટે પણ તેને અમુક વિશેષણો લગાડવા પડે, કોઇકની સાથે સરખામણી કરવી પડે. પણ માં ની સરખામણી કોની સાથે કરશો?
કોઇપણ યુગ કે સંસ્કૃતિની માતામાં, આજે પણ, પોતાના સંતાન પ્રત્યે માં સ્નેહ કે વાત્સલ્યમાં કોઇપણ આધુનિકતાનું પડ ચડ્યુ નથી. તેના કારણે જ માંનો સંબંધ આજે પણ એવો જ છે જેવો વિશ્વના પ્રથમ માં – સંતાન વચ્ચે હશે, એટલે કદાચ આ સંબંધની મહત્તા બીજા કોઇ પણ સંબંધ કરતા વધુ જ રહેવાની.
આપણી પાસે જે હોય તેની મહત્તા આપણે સરળતાથી સમજી શક્તા નથી. પણ જેની પાસે માં નથી તેને જોઇએ તો કદાચ એ અહેસાસ થાય કે ‘માતા’ વિનાના જીવનમાં અધૂરપ અને એકલતા ઝળક્યા કરતી હશે.
માતા કદી નિર્દય કે ક્રૂર હોતી નથી, સમાજના ડરથી કે “નામ” ને ખાતર ક્યારેક એમ થાય કે માતાને પોતાના સંતાનના જન્મ સાથે તેનાથી અલગ થવું પડે, પણ એ ચોક્કસ છે કે આવા સંજોગો છતાં, તેનું મન આમ કરવા ક્યારેય તૈયાર હોતું નથી. તે પણ ચોક્ક્સ પશ્ચાતાપના આંસુ જીવનભર વહાવ્યા કરતી હશે કારણકે ઇશ્વરની આ સૌથી મહાન ભેટને તે કદી પોતાના મનથી અલગ કરી શક્તી નથી.
માતાના બાળક પ્રત્યેના સ્નેહ અને તેની અપાર મમતા વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ હવે વાત એ છે કે આપણે તેના પ્રત્યે કેટલી વફાદારી અને સન્માન જાળવીએ છીએ. ઘણી વખત જોવાયું છે કે પુત્રના લગ્ન પછી આ સંબંધ પ્રત્યેના વલણમાં બદલાવ આવે છે. આજના ઘણા યુવાનો પોતાની માતાની બે મિત્રો વચ્ચે ઓળખાણ કરાવતા ખચકાય છે, હોઇ શકે કે માતા અભણ હોય, પણ એ માતા છે, આપણું જીવન, આપણી કારકીર્દી અને આપણો અભ્યાસ બધું તેને જ આભારી છે. શું આપણે માતાના આપણા પરના હજારો ઉપકારના બદલામાં આ સંકોચ ત્યાગી ન શકીએ? આપણે નાના હતા ત્યારે આપણી દરેક જીદ, માંગણી પૂરી કરનાર દ્વારા ઘડપણમાં બોલાયેલ સામાન્ય કટુવચન આપણે સહન ન કરી શકીએ? આપણી આંગળી પકડી ચાલતા શીખવનાર, જીવનમાર્ગ પર દરેક નાનામાં નાના વિઘ્નોથી બચાવનારની લાકડી આપણે શા માટે ન થઇ શકીએ?
આ પ્રશ્નોના જવાબ જો આપણે હકારમાં આપી શકીએ તો એ આપણી સાચી માતૃવંદના બની રહેશે.
(માતૃવંદના વિશેષ અઠવાડીયા માટે અક્ષરનાદને આ કૃતિ મોકલવા તથા પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જીગ્નેશ ચાવડાનો ખૂબ ખૂબ આભાર.તેમનો સંપર્ક +91 97277 77404 પર કરી શકાય છે.)
મા તે મા. જનની ની જોડ સખી નહી જડે રે લોલ.સરસ જીજ્ઞેશભાઈ
જિગ્નેશ ભાઇ ખુબજ સરસ
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં
ખુબજ સરસ પ્રય્ત્ન જિગ્….
આમ તો મા વિશે જેત્લુ ભિ લખો કે બોલો એ પુર્તુ નથિ….
તે તો જગ જનનિ, આધ્યશક્તિ છે, તે તો ખુદ ઇશ્વર નો અવતાર્ છે,
એત્લે જ તો કહેવાય્ છ કે જનનિ ન જોડ સખિ નૈઇ મલે રે લોલ્….
વાહ ભાઇ વાહ…..
ખુબ સુંદર….
બાળ ની સાથે બાળ,
વળી મુસિબતો માં ઠાલ,
જ્ઞાન આપી બને શિક્ષક,
ધ્યાન રાખી બને રક્ષક,
નથી એને કોઇ સમકક્ષ.
વાહ ભાઇ વાહ…..
ખુબ સુંદર….
ma, atle ja om thi duniya saru the cha tano bejo koe jo jodidar hoy to ma. am to tani koe gakhya badvi mushl j nhi ashky pan cha.
ઇશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી –
એ માનવીને સર્જે છે,
પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો;
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે,
પણ માતાય ઇશ્વરની મહાનતાનું પ્રતીક છે,
માં ઉદરમાં નવ મહીના
એના બાળકનો ભાર વેઠે છે,અને
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.
એથિજ કહેવાય છે મા તે મા બિજા બધા વગડાના વા.
ખુબજ સરસ Jigneshbhai….
Nice one Jigs Bhai!!!!!
Keep It Up……
Waiting For Another Nice One Creation By “You”.
મા વિશે અહી એક જણા એ કહ્યું કે
મા એટલે mother
હવે આ શબ્દમાંથી m કાઢી નાખો તો આખી દુનિયા થઇ જાય other..
કેટલુ સચોટ ચિંતન..
Nice one Jigneshbhai….
You thinking is definitely right. There is no particular defination which we can give to mother .Only we can compare her to different type of extra ordinary matter.
Keep it up…….