વાત ખાસ છે – જીજ્ઞેશ ચાવડા 6


હમણાં મિત્રતા વિશેની રચનાઓની અક્ષરનાદ પર જાણે મૌસમ ચાલે છે. મિત્ર જીજ્ઞેશ ચાવડાના ઘણાં મિત્રોમાંથી તેમના બે ખાસ મિત્રોને લક્ષમાં રાખીને કાવ્ય લખવાની ઈચ્છા થઈ. તેમની પાસે ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે જીજ્ઞેશભાઈને ધમકી ભરી હા પાડી… જે હતી “તુ તારી ઈચ્છા પૂર્ણ કર પણ, જો અમારા વિષે કાંઈ પણ અયોગ્ય લખ્યુ છે તો જોઈ લેજે…..” અને આખરે તેમના વખાણ કરતુ કાવ્ય તેમણે બનાવ્યું, પણ આખરી પંક્તિઓમાં તેમના ” ખરેખર વખાણ ” કરવાનું ચૂક્યા નહીં, હવે તેમને શું શું સહન કરવું પડશે એ જાણવું રસપ્રદ રહેશે….

મિત્રતાની મિસાઈલ સમાં,
બે નવયુવાનો ની આ વાત છે,
વાત છે પણ ખાસ છે,
મિત્રતા હજી બરકરાર છે.

આવે સુખ દુઃખ, તડકો-છાયડો,
એક બીજાનો સહકાર છે
બન્નેના અલગ અલગ મન, છતાં
એક સરખા અભિપ્રાયની આ વાત છે.

થયા એકના લગ્નને પાંચ વર્ષ,
બીજાના મનમાં થવાનો થનગનાટ છે.
છતાં, એકબીજાના અનુભવના,
પ્રસંગો આપ-લે ની આ વાત છે.

એકબીજાની એકલતાનો લાભ ઉઠાવી,
મિત્રતા તોડાવનારાની કતાર છે,
પર્વતો સમ અડગ રહી,
દુશ્મનોને હંફાવનારાની આ વાત છે.

જોઈ મિત્રતા આ બન્નેની,
મન નમન કરવાનું થાય છે,
રાખે સલામત એની દોસ્તી,
પ્રભુને કરેલ અરજની આ વાત છે.

આ બન્નેમાં ઉપરમાંનુ કાંઈ નથી,
વિરોઘાભાસ છતા,
લોક માં વાહ વાહી છે,
ગળુ દબાવી બ્રહ્મ કવિનું,
કાવ્ય લખાવનારાની આ વાત છે.

– જીજ્ઞેશ ચાવડા


6 thoughts on “વાત ખાસ છે – જીજ્ઞેશ ચાવડા

 • Tejas Raval

  I strongly believe that it is not necessary to fulfill all the basic grammatical requirements by the poet. If the message is clear then It should be appreciated. I think this is one of the best produced by him. Jignesh, Don’t bother about the basics and give us your best. We want more from U……. Best of luck.

 • AksharNaad.com Post author

  પ્રિય હેમંતભાઈ,

  આપની વાત તદ્દન સાચી છે, અને અભિપ્રાય તદ્દન નિખાલસ અને સ્વીકાર્ય,

  જો કે મને લાગે છે કે કાવ્યરચના નો પ્રયત્ન કરવાની ઈચ્છા / ઉત્સાહ અને તે અંગેની રીતરસમો વિશેની જાણકારીનો અભાવ અહીં સ્પષ્ટ દેખાય છે.

  સંદેશ મૂળ રચનાકાર સુધી પહોંચાડી દીધો છે.

  અક્ષરનાદ કોઈ પણ કૃતિને નકારતું નથી, રચના અંગે સલાહ આપીએ છીએ પરંતુ નવા રચનાકારો ભૂલો સાથે જ શીખી શકે એમ હું માનું છું.

  આશા છે જીજ્ઞેશભાઈ ચાવડા આપની આ વાતનું ધ્યાન રાખશે.

  આભાર

  જીજ્ઞેશ અધ્યારૂ

 • હેમંત પુણેકર

  જીજ્ઞેશભાઈ, આને કવિતા ન કહો તો વધારે સારુ!

  એક રચના છે, જે વ્યક્તિગત સંદર્ભનો ઉલ્લેખ કરે છે. જેમના માટે રચાઈ હોય એમના માટે એનો અર્થ રહે છે. બાકી કાવ્યમાં વ્યાપકતા – એટલે કે કવિ એ લખેલી વાત વાચકો પોતાના અનુભવ સાથે સરખાવી શકે – એ બહુ જરૂરી છે.

  પદ્ય રચના પણ કહી શકતો નથી કારણ કે એમ કહેવા માટે ઓછામાં ઓછી જરૂરિયાત અંત્યાનુપ્રાસની છે, જે જળવયેલ નથી.

  આપની સાઈટ સારા પ્રમાણમાં વંચાય છે ત્યારે કોઈ આને કવિતા ન સમજી બેસે એવા શુભાશયથી જરા સ્પષ્ટ અભિપ્રાય આપું છું. આશા છે કે એ આવકાર્ય રહેશે.

Comments are closed.