સાહિત્યકાર મુજબ સંગ્રહ... : નિમિષા દલાલ


ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૨ – વિવિધ પ્રતિયોગી મિત્રો 15

ગઈકાલથી પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ આપણે કાલે માણી હતી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ.


દીદી.. મારી દીદી (વાર્તા) – નિમિષા દલાલ 43

નિમિષાબેન દલાલની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે, આજે તેઓ એક હ્રદયસ્પર્શી વાત સાથે ઉપસ્થિત થયા છે. વાર્તા પાઠવવાની સાથે તેમણે જે ઈ-મેલ કર્યો છે તેમાં લખ્યું છે, ‘મારી આ છેલ્લી વાર્તા મૂકી અક્ષરનાદના વાચકોનો અભિપ્રાય લેવાની મારી ઇચ્છાને માન આપશો એવી આશા સહ…’ અક્ષરનાદ પર અનેક લોકોની પ્રથમ રચનાઓ મૂકવાનો અવસર મળ્યો છે, પણ કોઈની છેલ્લી રચના! મેં તેમને ફોન કર્યો, હતોત્સાહ મન સાથે અને અનેકોની ટીકાઓ સાથે ‘મમતા’ સામયિકમાં છપાયેલ તેમની વાર્તા અંગેના વિવાદે તેઓ ખૂબ નિરાશ થઈ ગયેલા લાગ્યા.. આશા છે વાચકોને ‘કુમાર’માં પ્રસિદ્ધ થયેલી તેમની પ્રસ્તુત રચના ગમશે. અક્ષરનાદને કૃતિ પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ આભાર.


વિષાદ (વાર્તા) – નિમિષા દલાલ 17

અક્ષરનાદના સદાબહાર લેખિકા, વાર્તાકાર એવા નિમિષાબેન દલાલની આજની વાર્તા દોઢેક મહીના પછી આવેલી તેમની કૃતિ છે. અક્ષરનાદ પર કૃતિઓ આપતા મિત્રોનો એ હક્ક જોઈને આનંદ થયો કે તેઓ પૂછી શકે, ‘અક્ષરનાદ કોઇ બીજાને મેનેજ કરવા આપી દીધી કે મારી કૃતિઓનું પૂર્ણવિરામ આવી ગયું?’ આ એક સુખદ સંવાદ છે, દિવસને અંતે આવી હક્કપૂર્વકની ઉઘરાણી અને લેખક-વાચક મિત્રોનો આવો નિતાંત સ્નેહ જ અક્ષરનાદથી અમારી સાચી અને એકમાત્ર કમાણી છે. કૌટુંબિક સંવાદ, પિતા પુત્રની સમજણની વાત ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે, એ રીતે વાર્તા અંતે ફીલ ગુડ કરાવતી વાર્તા છે. આ ઉપરાંત એક ઉલ્લેખનીય પ્રયાસ તરીકે તેમણે સૂરતમાં લેખિકાઓનું ગ્રુપ બનાવ્યું છે.. જેમાં સ્થાનિક સાહિત્યકારોનું માર્ગદર્શન લઈ વાર્તાલેખનની કળાને વિકસાવવાનો પ્રયત્ન થાય છે, આ બહેનો દર રવિવારે નિયમિત મળે છે, તેમના આવા પ્રયાસને શુભેચ્છાઓ તથા અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા મોકલેલી આજની વાર્તા બદલ શુભેચ્છાઓ.


બે લઘુકથાઓ.. – નિમિષા દલાલ 12

આજે પ્રસ્તુત છે નિમિષાબેન દલાલની બે લઘુકથાઓ, ‘અપરાધી’ અને ‘જિજીવિષા’. વાર્તાલેખનના ક્ષેત્રમાં નિમિષાબેનની પ્રગતિ નોંધપાત્ર છે, અક્ષરનાદ પર સમયાંતરે સતત પ્રસ્તુત થતી તેમની વાર્તાઓ સાથે ગુજરાતમિત્ર દૈનિક સમાચારપત્રની સાપ્તાહિક સન્નારી પૂર્તિ જે દર શનીવારે પ્રસિદ્ધ થાય છે તેમાં તેમની લઘુકથાઓને નિયમિત સ્થાન મળે છે. આજની બે સુંદર લઘુકથાઓ પણ તેમની નિખરતી કલમનો જ આસ્વાદ આપે છે. અક્ષરનાદને આ વાર્તાઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર.


વારસ (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 12

સ્ત્રીઓને સમાન અધિકાર અને સમાન દરજ્જો આપવાની ગુલબાંગો પોકારતા સમાજમાં આજે પણ લગ્ન કર્યા વગરની સ્વતંત્ર સ્ત્રી સ્વીકર્ય નથી. આવી જ એક પુત્રી વિશે તેના માતા પિતાના વિચારો, તેના લગ્ન અંગેની ચિંતા વગેરે વાતોના પરિદ્રશ્યમાં ઝીલાયેલી નિમિષાબેનની આ વાર્તા એ મુખ્ય પાત્રની નિર્ણયશક્તિના સ્વરૂપે એક અગત્યનો સંદેશ આપી જાય છે, એટલો જ સંદેશ કે પોતાના જીવનના અગત્યના નિર્ણયો લેવા અને તેની અસરો સાથે જીવવા એ તૈયાર હોય છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખ આભાર તથા શુભકામનાઓ.


કાગળ (વાર્તા) – નિમિષા દલાલ 16

વિશ્વ ગુજરાતી સમાજઆ સામયિકના દિપોત્સવી અંકમાં છપાયેલી નિમિષાબેન દલાલની ‘કાગળ’ વાર્તા સમકાલીન સમાજવ્યવસ્થાની ખૂબીઓ અને ખામીઓ સાથેનું સમગ્રતયા ચિત્ર પ્રસ્તુત કરે છે. વાર્તામાં અમુક અંશે સસ્પેન્સનું તત્વ પણ છે તો વાચકને અનેક વિકલ્પો વિચારવાની તક આપતો અંત પણ અહીં છે. નિમિષાબેનની કલમ દરેક નવી વાર્તા સાથે વધુ ને વધુ નિખરતી રહી છે એ આ વાર્તા સાથે પણ દેખાઈ આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


‘દેશવિદેશ’ : રવીન્દ્ર પારેખ અનુદિત વાર્તાઓનો સંગ્રહ – નિમિષા દલાલ 7

નિમિષાબેનની વાર્તાઓ આ પહેલા અસંખ્ય વખત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે અને વાચકોના સ્નેહને મેળવતી રહી છે. આજે તેમણે અહીં શ્રી રવીન્દ્ર પારેખ અનુદિત વાર્તાઓના સંગ્રહ ‘દેશવિદેશ’નો પરિચય આપવાનો યત્ન કર્યો છે. આ સંગ્રહમાં જુદા-જુદા લેખકોની અલગ-અલગ ભાષાઓમાં લખાયેલી વાર્તાઓનો ગુજરાતી અનુવાદ રવીન્દ્ર પારેખે કર્યો છે. તેમાં કુલ દસ વાર્તાઓ છે. ત્રણ હિન્દી ચાર ઉર્દૂ એક મરાઠી એક રશિયન વાર્તાના અંગ્રેજી અનુવાદ પરથી તો એક અંગ્રેજી વાર્તાનો અનુવાદ છે. પુસ્તક પરિચય વાચકોમાં કેટલાક સુંદર અને માણવાલાયક પુસ્તકો પ્રત્યે એક આંગળીચીંધણ પુરવાર થાય છે, અને એ રીતે પુસ્તક વાંચનનો પ્રચાર અને પ્રસાર થાય છે. પ્રસ્તુત પુસ્તક પરિચય અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો આભાર.


શાંતિ (વાર્તા) – નિમિષા દલાલ 18

શ્રી નિમિષાબેન દલાલની પ્રસ્તુત ટૂંકી વાર્તા ‘શાંતિ’ મમતા સામયિકમાં પ્રસિદ્ધ થયેલી છે, જેને અમેરિકા સ્થિત જાણીતા લેખકશ્રી હરનિશભાઈ જાનીએ વખાણતાં કહ્યું હતું કે કોઇ મહિલાએ આતંકવાદ પર વાર્તા લખી હોવાનું મારા ધ્યાનમાં નથી.. વાચકોના પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ઉગમણી સાંજ – નિમિષા દલાલ 12

નિમિષાબેનની પ્રસ્તુત વાર્તા મને બે દિવસ પહેલા જ મળી, પરંતુ તેના સત્વ, વિષયવસ્તુ તથા પ્રસ્તુત કરવાની રીતને લઈને આ કૃતિ ઉતાવળે મૂકી છે. નાકનું ટીચકું ચડાવી, મોં મચકોડીને હકીકતથી મોઢું ફેરવવાથી તે બદલાઈ જતી નથી, વાર્તાના પ્રથમ ભાગને જોઈને કદાચ કોઈક ઉતાવળીયો અભિપ્રાય બાંધી બેસે તો પણ એ કહેવુ ઉચિત છે કે આ વાર્તા આખી વાંચ્યા પછી જ પ્રતિભાવ આપવો યોગ્ય રહેશે. સમાજમાં પ્રસરી રહેલ બદીઓ અને એઈડ્સ જેવા રોગના દર્દીઓની માનસિક વ્યથાને અને તેમની સ્થિતિને નિમિષાબેનની આ વાર્તા એક નોખા પરિપ્રેક્ષ્યથી જુએ છે. વધુ મહત્વની વાત એ છે કે આવી વાત સમાજને કહેવાનું સાહસ એક મહિલા કરી રહ્યાં છે. ‘જ્યોતિર્ધર’ નામના સામયિકના દિપોત્સવી અંકમાં પ્રગટ થયેલી આ વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર. આવા સબળ કલમધારીઓની કૃતિઓ સાથે અક્ષરનાદ પણ સબળ થઈ રહ્યું છે.


ખાલીપો (વાર્તા) – નિમિષા દલાલ 18

અમેરિકાથી પ્રસિદ્ધ થતા સામયિક ‘ગુર્જરી ડાયેજેસ્ટ’ના ૨૦૧૩ – જુલાઈ મહિનાના અંકમાં છપાયેલી નિમિષાબેન દલાલની આ વાર્તા, ‘ખાલીપો’ આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરી છે. ખાલીપો એક અજબની લાગણી છે અને દરેકે જીવનમાં એક કે બીજા સંજોગોમાં એ અનુભવ્યો જ હશે, પણ આજે પ્રસ્તુત વાર્તાની નાયિકા અલ્પનાનો ખાલીપો અજબ છે, અનોખો એ. એનું રહસ્ય તો અંતે જ ખબર પડે છે એવી સુંદર આ વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી નિમિષાબેન દલાલનો ખૂબ ખૂબ આભાર.


લાગણીઓનું લાક્ષાગૃહ (વાર્તા) – નિમિષા દલાલ 11

નિમિષાબેન દલાલની પ્રસ્તુત વાર્તા એક માતાની લાગણીઓને ખૂબ સુંદર રીતે અને ચોક્કસ ઘટનાક્રમની એરણે વાચા આપે છે. નિમિષાબેનની વાર્તાઓ અક્ષરનાદને સતત મળતી રહે છે એ સદભાગ્ય છે, તેમની કૃતિઓ વાચકને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે અને વાર્તાતત્વમાં એકરસ થઈને વાચક એ ઘટનાપ્રવાહમાં સાંગોપાંગ ડૂબી રહે છે એ જ તેમના સર્જનની ખૂબીઓ છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


બે ટૂંકી વાર્તાઓ… – નિમિષા દલાલ 22

નિમિષાબેનની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે, સરપ્રાઈઝ અને અંતિમ – એ બે વાર્તાઓનું વિષયવસ્તુ તદ્દ્ન ભિન્ન અને જુદા જુદા દ્રષ્ટિકોણને સ્વરૂપ આપનારું છે, ટૂંકી વાર્તા અને લઘુકથાના સ્વરૂપની વચ્ચે સ્થિર થયેલ પ્રસ્તુત રચનાઓ નિમિષાબેનની સબળ તથા અર્થપૂર્ણ કલમની પરિચાયક છે. આપનો આ વાર્તાઓ વિશેનો પ્રતિભાવ જાણવા તેઓ આતુર છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


ત્રણ લઘુકથાઓ… – નિમિષા દલાલ 16

નિમિષાબેન રચિત ત્રણ સુંદર લઘુકથાઓ આજે પ્રસ્તુત છે. લઘુકથાઓમાં ગૂઢ અર્થ અને કૃતિનું ટૂંકુ પરંતુ સચોટ અને સબળ માળખું તેને ધાર બક્ષે છે અને નિમિષાબેનની પ્રસ્તુત કૃતિઓમાં એ સુપેરે અનુભવી શકાય એમ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો આભાર અને શુભકામનાઓ.


પાંચ લઘુકથાઓ – નિમિષા દલાલ 12

એક લેખક સતત એવી કૃતિઓ લખી શકે જે સંપાદક અને વાચક એમ બંનેને ગમે એ અનેરી ઉપલબ્ધી કહેવાય, સામાન્ય રીતે અક્ષરનાદ પર અનેક લેખકોની કૃતિઓ મળતી હોય છે અને એક-બે વધુ તો ત્રણેક કૃતિઓ પછી એક પ્રકારનો લેખન સંકોચ અથવા આંતરીક ઉદાસીનતા વ્યક્ત થાય છે. અક્ષરનાદ પર એવા વાચકોની / નવોદિત લેખકોની અનેક કૃતિઓ હશે જેની સંખ્યા બે-ત્રણથી વધી નથી. પોતાની કૃતિઓનું સ્તર વધુ ઉંચુ લઈ જવાની અભિલાષાએ લેખન છોડી બેઠેલા અનેક મિત્રો માટે પ્રયત્ન ન કરવાને કોઈ કારણ નથી. અક્ષરનાદ પર જેમના લેખ સતત મળતા રહે છે, પ્રસ્તુત થતા રહે છે તેમાં નિમિષાબેન દલાલ શામેલ છે. અહીં આજે તેમની દસમી કૃતિ છે. આજની આ સુંદર વાર્તાઓ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


‘સુશીલા’ પુસ્તક પરિચય – નિમિષા દલાલ 8

પુસ્તક પરિચય લખવાનો નિમિષાબેન દલાલનો આ પ્રથમ પ્રયત્ન છે. વાત છે અમેરિકા સ્થિત ગુજરાતી લેખક શ્રી હરનિશભાઈ જાની ની હાસ્યરચનાઓ ના સંગ્રહ ‘સુશીલા’ ની જેને પરિષદનું પ્રથમ ઈનામ શ્રી જ્યોતિન્દ્ર દવે પરિતોષિક અને ગુ. અકાદમી ગાંધીનગરનું શ્રેષ્ઠ હાસ્યના પુસ્તકનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. આ પહેલાં શ્રી હરનિશભાઈ જાની નો એક સંગ્રહ ‘સુધન’ બહાર પડ્યો છે તેને પણ સાહિત્ય અકદમી ગાંધીનગર તરફ થી હાસ્ય/વ્યંગ વિભાગમાં બીજું ઈનામ પ્રાપ્ત થયું છે. સુધન એમના પિતાનું નામ છે અને સુશીલા એમના માતા નું નામ છે. આ બે સંગ્રહો દ્વારા એમણે એમના માતા-પિતાને સ્મરણાંજલિ અર્પી છે. અક્ષરનાદને આ પરિચય પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


કોને કહું ? (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 12

નિમિષાબેનની રચનાઓ અક્ષરનાદ માટે નિયમિતરૂપે મળે છે, પ્રસ્તુત થાય છે અને વાચકોના પ્રેમને પામે છે એ આનંદની વાત છે. એક સંપાદક તરીકે તેમની બળુકી રચનાઓને પ્રસ્તુત કરવાનો અનેરો આનંદ પણ છે. સ્ત્રીકેન્દ્રી સાહિત્યરચનાઓ આપણે ત્યાં ઘણી છે, પરંતુ સ્ત્રીઓની વાતને વાચા આપતી પ્રસ્તુત રચના જેવી કૃતિઓ જૂન છે. પ્રસ્તુત વાર્તા બદલ નિમિષાબેનને અભિનંદન અને શુભેચ્છાઓ.


અસ્થિ વિસર્જન (ટૂંકી વાર્તા) .. – નિમિષા દલાલ 7

નિમિષાબેન દલાલની પ્રસ્તુત વાર્તા આજના સમાજની વરવી બાજુ દર્શાવે છે. આવી ઘટનાઓ તો આપણા સમાજની નબળી અને ગુનાહિત માનસીકતા રજૂ કરે છે. નિમિષાબેનની વાર્તાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે. તેમની વાર્તાઓની આગવી માવજતને લીધે વાંચવી ગમે તેવી હોય છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


ખુશી… (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 14

અક્ષરનાદ પર નિમિષાબેનની આ સતત છઠ્ઠી ટૂંકી વાર્તા છે અને એક ગૃહિણી સર્જક તરીકે, સમાજજીવનની સામાન્યતમ બાબતોને પાત્રો અને કહાનીઓમાં વણી લઈને પ્રતિબિંબ બતાવવાની તેમની આગવી વિશેષતા તેમની સહજ પ્રસંગો ધરાવતી વાર્તાને સુંદરતા અને વિશેષતા બક્ષે છે. બાળમજૂરી વિશે આપણામાંથી કોણ અજાણ છે, આપણામાંથી ભાગ્યે જ કોઈ એવા હશે જેમણે આસપાસ મજૂરી કરતા ભૂલકાંઓ નહીં જોયા હોય. સંવેદનશીલ નિમિષાબેને એક નાનકડા છોકરાની ફટાકડા ફોડવા જેવી સામાન્ય ઈચ્છાની વાતને પ્રસ્તુત વાર્તામાં ધ્યેય સહ તેમણે વણી છે અને એ દ્વારા તેઓ સુંદર સંદેશ પણ આપી શકે છે. આવા સુંદર અને ઉપયોગી વિષયને અપનાવવા બદલ તેમનો ખૂબ આભાર.


મહેતાબ – નિમિષા દલાલ 8

નિમિષાબેન દલાલની આ પહેલા ચાર વાર્તાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. ગૂંચવણો વગરની અને સામાન્ય જીવનઘટનાઓને સહજતાથી સ્પર્શતી અને એવી જ સરળ પ્રવાહી શૈલી અને ભાષા ધરાવતી તેમની વાર્તાઓમાં આપણા સમાજજીવનની સરળતા ઝળકે છે. ઘરકામમાંથી નવરાશ મેળવીને એક ગૃહિણી આમ સતત સાહિત્યસર્જનના પ્રયત્નમાં રત રહે તે ખરેખર એક પ્રશંશાપાત્ર વાત કહેવાય. આજે પ્રસ્તુત છે તેમની એક વધુ વાર્તા તેમના આગવા અંદાઝમાં. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


અનોખું મિલન – નિમિષા દલાલ 7

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


સિક્કાની બીજી બાજુ… – નિમિષા દલાલ 10

દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. જ્યારે કોઇ બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય કે નિર્ણય લેવામાં તકલીફ થાય ત્યારે એ બંનેને સિક્કો ઉછાળી નિર્ણય લેતાં તમે સાંભળ્યા હશે. જીવનરૂપી સિક્કાની પણ બે બાજુઓ હોય છે. સારું-નરસું, સુખ-દુઃખ, હાસ્ય-રૂદન, ચડતી-પડતી, ખુશી-ગમ, અંધારું-અજવાળુ… આ બધી એકજ સિક્કાની બે બાજુઓ છે પણ બંને એકબીજાની વિરોધાભાસી. જીવનના દરેક બનાવોની પણ બે બાજુ હોય છે. એક સારી અને બીજી નરસી. દરેક બનાવોના પરિણામોને પણ બે નજરથી જોવાય છે. એક સારુ અને નરસું. વરસોથી સ્ત્રીને પુરુષની દાસી માનવામાં આવતી હતી. પણ હમણાં થોડાક વર્ષોથી એને શિક્ષિત બનાવવામાં આવી છે. એના હકમાં કાયદાઓ ઘડવામાં આવ્યાં છે. પુરુષ સ્ત્રીને મારે તો સ્ત્રીની દયા ખાઈને પુરુષને દોષી માનવામાં આવે છે અને જો સ્ત્રી પુરુષને મારે તો એમ ચર્ચા થાય છે કે જરુર પુરુષે કંઈ અઘટીત કર્યું હશે. આમ દરેક બાબતમાં દોષી તો પુરુષજ બને છે. કાયદાઓ પણ સ્ત્રીનોજ સાથ આપે છે એટલે સ્ત્રી દ્વારા ઘણી જગ્યાએ એ કાયદાઓનો દુરુપયોગ થાય છે. અને એ કારણે પુરુષોને અન્યાય થઈ રહ્યો છે. કાયદા ઘડનારનો સ્ત્રીલક્ષી કાયદાઓ બનાવીને સમાજમાં સ્ત્રી-પુરુષને એક સરખો સામાજિક દરજ્જો મળે એ શુભ હેતુ હોઈ શકે છે પણ આગળ આપણે વાત કરી એમ સિક્કાની બીજી બાજુ રૂપે કેટલીક સ્ત્રીઓ એનો ઘણી જગ્યાએ દુરુપયોગ કરે છે. પ્રસ્તુત છે આવો જ એક પ્રસંગ અને વિચાર….


તપસ્યા (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 5

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. પ્રસ્તુત વાર્તા સામાન્ય જીવનમાં સર્જાતા પ્રસંગો અને સંબંધોની વાત કહી જાય છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદ પર તેમની આ બીજી વાર્તા છે. મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


યાચક (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 10

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. પ્રસ્તુત વાર્તા ગુર્જર પ્રકાશનની વાર્તા ઉત્સવ માં છપાઈ ચૂકી છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.