મારી ચાવી થી દરવાજો ખોલી હું અંદર આવી. હોસ્પિટલમાં મમ્મીની હાલત મારાથી જોવાતી નહોતી. પપ્પા હજુ હોસ્પિટલમાં મમ્મી પાસે જ હતા. મૌલિક અમેરિકાથી આવ્યો નહોતો. મારે પણ મમ્મી પાસે જ રહેવું હતું પણ પછી ઘર નું ધ્યાન રાખવાનું હતું ને ! ઘરનું કે… પછી… પપ્પાએ શિખામણોનું પોટલું બાંધીને મને ઘરે મોકલી દીધી.
હજુ તો અંદર આવી ને સહેજ આંખ બંધ કરી સોફા પર બેઠી કે અવાજ આવ્યો..
“મ…મ…” મને ખૂબ ગુસ્સો આવ્યો.. એ ખૂબ નજીક આવી મને ઢંઢોળવા લાગી..
“મ…મ…” ‘મ’ સિવાય બીજું કશું એ બોલી જ નહોતી શકતી. મેં આંખ ખોલ્યા વિના જ જોરથી એને ધક્કો માર્યો.. એ દૂર ફંગોળાઈ, રડવા લાગી. મેં આંખ ખોલી એની સામે જોયું. એક વખત તો દયા પણ આવી. બીજી જ પળે મમ્મી દેખાઈ. મમ્મીની આ સ્થિતિ માટે એ જ જવાબદાર છે. ન તો એ હોત.. ન તો એ મારી વસ્તુઓને અડતે.. ન તો મને ગુસ્સો આવતે.. ન તો હુ એને મારતે… ન તો મમ્મી એને બચાવવા આવતે.. ન તો મમ્મી આજે હોસ્પિટલમાં હોતે… એક એ ના હોત તો દુનિયામાં શું ઓછું થઈ જવાનું હતું ? હું ત્યાંથી ઉઠીને મારા રૂમમાં જતી રહી અને ફેન ચાલુ કરી બેડ પર પડી. બે દિવસ પહેલાનો એ બનાવ મારી આંખ સામે આવી ગયો.
હું કોલેજથી આવીને મારા રૂમમાં ગઈ તો…
“મમ્મી.. મમ્મી..” બોલતી હું મમ્મીને શોધતી રસોડામાં ગઈ.,
“મમ્મી જો દીદીએ મારા મેક અપ બોક્ષનું સત્યાનાશ વાળી નાખ્યું.”
“કંઈ નહીં બેટા, હું તને નવો અપાવી દઈશ.” મમ્મીએ મારી સામે જોયા વિના ભાખરી બનાવતા જવાબ આપ્યો. આ મમ્મી, કદી દીદીને કંઈ કહેશે નહી. હું પગ પછાડતી રૂમમાં આવી. દીદી જાણતી હતી કે મમ્મી તેને કંઈ કહેવાની નથી એટલે એ તો બિન્દાસ મેક અપ કરતી હતી. મેં એના હાથમાંથી મેક અપ બોક્ષ ઝુંટવવાની કોશિશ કરી પણ એ બોક્ષ લઈને ઘસડાતી રસોડા તરફ ભાગી.. ખબર નહી મારા મગજ પર ઝનૂન સવાર હતુ. નાનપણથી મનમાં ને મનમાં ઘૂંટાતો ગુસ્સો એ દિવસે નીકળી ગયો. ને મેં દીદીને વાળ ખેંચી ખેંચીને મારી.. મમ્મી રસોડામાંથી આવી મને અટકાવવાની વ્યર્થ કોશિશ પણ કરી.. દીદીને લોહી નીકળ્યું એટલે હું મારા રૂમમાં ભાગી ગઈ.
જ્યારથી સમજણી થઈ છું ત્યારથી દીદીને જોઉં છું.. બધા એને ખૂબ લાડ કરે. મને જે અપાવે તે એને માટે લેવાનું જ હોય. હું સ્કૂલે જતી ને મારે માટે સ્કૂલબેગ લવાતી તો તે રડીને માગતી અને પપ્પા લાવી આપતા.. સ્કૂલબેગ ખભા પર ભરાવીને એ આખા ઘરમાં ફરતી. મારે મારી જાતે ખાવાનું ને તેને મમ્મી લાડથી કોળિયા કરીને ખવડાવતી.. એક વાર તો મારી સ્કૂલની રીક્ષામાં બેસવાની એવી જીદ કરી કે એ રીક્ષામાં સ્કૂલે આવી અને પપ્પા એને કારમાં પાછી ઘરે લઈ ગયા. અને મૌલિક ? મારો નાનો ભાઈ, એ પણ એને વહાલ કરતો. એની સાથે રમતો. એ એમેરિકા ભણવા ગયો ત્યારે રોજ એ ત્યાંથી ફોન કરતો અને માત્ર દીદી સાથે વાત કરતો. દીદી અહીથી ખાલી “મ..મ..” કર્યા કરતી ને ફોન પર એની લાળ લાગ્યા કરતી.
ગંદી દીદી.. પગ પર ઉભી ન થઈ શકતી, મોં માંથી હંમેશા લાળ પડ્યા કરે.. હાથ પણ કોણીએથી વળેલા. અને ‘મ’ સિવાય તો કશું બોલતા આવડે નહી. એની ભાષા ખાલી મમ્મી અને પપ્પા જ સમજી શકતા. મેં કદી સમજવાનો પ્રયત્ન નહોતો કર્યો. હું એને ખૂબ નફરત કરતી. અને તે દિવસે મારી વસ્તુને એ અડી એટલે મારો ગુસ્સો જ્વાળામુખીની જેમ ભભૂકી ઉઠ્યો. હું બેડ પર પડી રડતી હતી. એ આવીને મને ખેંચવા લાગી
“મ…મ…” ટેબલ પરથી મમ્મીનો ફોટો લીધો ને બતાવતા “મ.. મ..” મેં ફોટો એના હાથમાંથી લઈ લીધો તો એણે મારા કપડા ખેંચ્યા અને બહારના રૂમ તરફ ખેંચવા લાગી.. મમ્મીના ફોટા તરફ આંગળી કરી ઈશારાથી સમજાવ્યુ કે મમ્મીને કંઈ થયું છે મમ્મી બોલતી નથી. હું ઝડપથી બહારના રૂમ તરફ દોડી મમ્મી બેભાન પડી હતી. બાજુના ઘરમાંથી ડોક્ટરને બોલવ્યા, એમણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. પપ્પાને ફોન કરી સીધા હોસ્પિટલ બોલાવી દીદીને ઘરમાં પૂરી મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરી દીધી.
આજે બે દિવસથી મમ્મી જીવન મરણ વચ્ચે ઝૂલે છે. મને ભાન જ નહોતું રહ્યું કે દીદી પણ એક માણસ છે એને પણ વાગે.. ને મમ્મી તેને ખૂબ પ્રેમ કરે છે. એક વિકલાંગને પ્રેમ સિવાય શું જોઇએ ? દીદી મારાથી ગભરાતી પણ મને કેટલો પ્રેમ પણ કરતી. હું જીમમાંથી આવું ત્યારે પાણીનો ગ્લાસ લઈને આવતી. હું એનો પ્રેમ સમજ્યા વિના એ ગ્લાસ ફેંકી દેતી તો પણ એ બીજે દિવસે પાછી હાજર. તે દિવસે શાક સમારતા જરા ચપ્પુ વાગ્યુ ને લોહી નીકળ્યું તો એ રડવા બેસી ગઈ ને પપ્પાને બોલાવી લાવી. એનો પ્રેમ હું કેમ સમજી શકતી નહોતી?
ત્યાં તો પાછો “મ..મ..” અવાજ આવ્યો ને એ અવાજે હું વર્તમાનમાં આવી ને મેં અવાજની દિશામાં જોયું તો દીદી પાણીનો ગ્લાસ લઈને મને ધરતી હતી. આ વખતે મેં એ પાણી ઢોળી નહી નાખ્યું ને એની સામે જોતા જોતા પી ગઈ. એની આંખમાં ખુશીની કેટલી ચમક હતી. હું રડી પડી. એણે ઈશારાથી મને એના મોં પાસે બોલાવી ને મારા ગાલ પર પપ્પી કરી. મેં એની સામે મજાકભર્યા ગુસ્સાથી જોયું એ બીને થોડી પાછળ ખસી. મે મારો ગાલ લૂછ્યો અને એનું મોં પણ. પછી મારા ગાલને એના હોઠ સામે ધર્યો એ ખુશ થઈ મને વળગી પડી અને ક્યાંય સુધી એના હોઠ મારા ગાલ પર રહ્યા. રાતે એની પથારીની સાથે મારી પથારી કરી બંને બહેનો વળગીને સૂઈ રહી. મમ્મીના ખોળામાં જેવી હૂંફ લાગતી તેવી હૂંફ મને લાગી રહી હતી.
બીજે દિવસે સવારે પપ્પા આવ્યા તે પહેલા દીદીને ઉઠાડી મેં તૈયાર કરી દીધી હતી. દૂધ પીવડાવતા મેં પૂછ્યું, “દીદી, મમ્મીને મળવા આવીશ ?” એણે ખુશીમાં ડોકું હકારમાં ધૂણાવ્યું.
“આજે લઈ જઈશ હું તને.” અમે બંને બહેનો પપ્પાની રાહ જોવા લાગ્યા. પપ્પા આવ્યા ને અમને બંનેને તૈયાર જોઈ એમને નવાઈ તો લાગી પણ બોલ્યા વિના રૂમમાં જતા રહ્યા. પપ્પાને હોસ્પિટલે મુકવા જતા દીદી તૈયાર થઈ.
“દીદી, હું પપ્પાને મૂકીને આવું છું તને લેવા. પપ્પાને સરપ્રાઈઝ આપીશું.” મેં દીદી ના કાનમાં કહ્યું. પપ્પા આ જોયા કરતા હતા પણ બોલ્યા નહી. હોસ્પિટલે પપ્પાને ઉતાર્યા,
“પપ્પા મારે થોડું કામ છે હું ગાડી લઈ જાઉં છું.”
“તુ મમ્મી પાસે નથી આવતી ?”
“કામ પતાવીને આવું છું.”
“ઓકે.” પપ્પા અંદર જતા રહ્યા ને હું દીદીને લેવા ઘરે પાછી આવી.
હોસ્પિટલમાં વ્હીલચેરમાં બેસાડી હું દીદીને આઈ.સી.યુ.માં મમ્મી પાસે લઈ ગઈ. પપ્પા આ જોઈ કંઈ બોલે એ પહેલાં જ મેં કહી દીધું, “પપ્પા, પાંચ મિનિટ માટે ડો.ની પરમીશન મેં લઈ લીધી છે.” પપ્પાને સવારથી જ મારું વર્તન વિચિત્ર લાગતું હતું પણ બસ એ બોલ્યા વિના મને જોઈ જ રહ્યાં હતાં.. કદાચ આઘાતમાં હશે પણ એમની આંખોમાંથી છલકાતી ખુશી હું જોઈ શકતી હતી.
“મ..મ..” દીદીએ મમ્મીને બોલાવી. મમ્મીએ કોઈ હરકત નહીં કરી. દીદી મમ્મીને ઢંઢોળતી રહી
“મ્..મ્..” પણ મમ્મી આંખ ખોલી નહોતી રહી અને દીદીને મમ્મી પાસે આવી તેના કરતા ખૂશી એની વધારે હતી કે હું તેને અહી લાવી હતી. તેને કહેવું હતું, “મમ્મી, જો પૂજા મને અહી લાવી છે, એણે મને તેનો ડ્રેસ પણ પહેરવા આપ્યો છે, મને પાવડર લગાવી ચાંલ્લો પણ કર્યો છે, મારા માથામાં તેની હેરબેંડ નાખી આપી છે, જોને હું કેટલી સુંદર દેખાઉ છું.. મને પૂજાએ તૈયાર કરી છે. મને અરીસામાં પણ બતાવ્યું હતું.” એ પોતાની “મ…મ..” ની ભાષામાં કેટલું બધું બોલી.. આજે મને એની ભાષા સમજાઈ રહી હતી. મમ્મીએ આંખ ન ખોલી. એટલે મેં એનો હાથ પકડ્યો અને તે મને વળગી પડી. મેં પણ દીદીને પ્રેમથી મારા શરીર સાથે ભીંસી. પછી એણે પપ્પાનો હાથ પકડીને હચમચાવ્યા ને જાણે કહ્યું, “પપ્પા તમે મમ્મી ને ઉઠાડોને, આજે તો મને દૂધ પણ પૂજાએ પાયું મમ્મી, અને મેં એક પણ ટીપું ઢોળાયા વિના એ પીધું. મમ્મી, આજે હું ખૂબ ખૂશ છું મમ્મી, જોને. પૂજા અને મારી દોસ્તી થઈ ગઈ છે મમ્મી. હવે પૂજા મારા પર કદી ગુસ્સે નહી થાય. ” પપ્પાએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. એમની આંખો ભીની થઈ ને મારી પણ આંખોમાં ઝળઝળિયાં આવ્યાં અને એનો “મ..મ..” નો અવાજ ધીરે ધીરે ધીમો પડતો ગયો. એ થાકી ગઈ હોય એમ લાગ્યું. એના મોંમાંથી લાળ પડતી હતી..
“મમ્મી, જો હું દીદીને લાવી છું મમ્મી, સોરી મમ્મી. મેં દીદીને પણ સોરી કહ્યું મમ્મી. એણે મને માફ કરી દીધી હેં નેં દીદી. ?” દીદી એ ખુશ થઈને માથું હકારમાં ધૂણાવ્યું. “મ.. મ..”
“મમ્મી હવે તો આંખો ખોલ.” ને હું રડી પડી. દીદી પણ મને વળગી. એની પણ આંખો માંથી આંસુ પડી રહ્યાં હતાં. થોડી વાર રહીને એણે ફરી “મ્..મ્.” કહી મમ્મીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પણ….
પછી તે મમ્મીના શરીર પર હાથ ફેરવતા ફેરવતા ઢળી પડી.
ત્યાં તો મમ્મીના દેહમાં સળવળાટ થયો ને મમ્મીએ આંખો ખોલી…
“દીદી જો મમ્મીએ આંખો ખોલી.. દીદી… દીદી, તું બોલતી કેમ નથી ? જો દીદી, તું બોલશે નહી તો હું ગુસ્સે થઈ જઈશ હોં.” પણ દીદી કંઈ બોલી નહીં.. “દી…દી…” મેં દીદી ને ઢંઢોળી… પણ એનો દેહ વ્હીલચેર માંથી જમીન પર ઢળી પડ્યો.
– નિમિષા દલાલ
નિમિષાબેન દલાલની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે, આજે તેઓ એક હ્રદયસ્પર્શી વાત સાથે ઉપસ્થિત થયા છે. વાર્તા પાઠવવાની સાથે તેમણે જે ઈ-મેલ કર્યો છે તેમાં લખ્યું છે, ‘મારી આ છેલ્લી વાર્તા મૂકી અક્ષરનાદના વાચકોનો અભિપ્રાય લેવાની મારી ઇચ્છાને માન આપશો એવી આશા સહ…’ અક્ષરનાદ પર અનેક લોકોની પ્રથમ રચનાઓ મૂકવાનો અવસર મળ્યો છે, પણ કોઈની છેલ્લી રચના! મેં તેમને ફોન કર્યો, હતોત્સાહ મન સાથે અને અનેકોની ટીકાઓ સાથે ‘મમતા’ સામયિકમાં છપાયેલ તેમની વાર્તા અંગેના વિવાદે તેઓ ખૂબ નિરાશ થઈ ગયેલા લાગ્યા.. આશા છે વાચકોને ‘કુમાર’માં પ્રસિદ્ધ થયેલી તેમની પ્રસ્તુત રચના ગમશે. અક્ષરનાદને કૃતિ પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ આભાર.
બે બહેનોની સરસ વાર્તા છે આ. તેમાં પણ એક બહેન વિકલાંગ હોવાથી એક જુદા જ દ્રષ્ટિકોણથી વિકસતો સંબંધ અને માતાની બિમારી દરમ્યાન બદલાતું મન સુંદર રીતે રજૂ થયાં છે.
પ્રિય નિમિષાબહેન, તમે પંચતંત્રની પેલી વાર્તાથી જરૂર પરિચિત હશો. બાપ-દીકરો અને ગધેડાવાળી. ગધેડા ઉપર કોઈ ના બેસે તો તકલીફ, બાપ બેસે તો તકલીફ, દીકરો બેસે તો તકલીફ, બેય બેસે તોય તકલીફ. બસ, આપણે તો આપણો ગધેડો સાચવવાનો છે.
નમસ્કાર અક્ષરનાદના વાચકો. અક્ષરનાદ પરની આ મારી છેલ્લી રચનાને કુમાર ટ્રસ્ટ દ્વારા અપાતું ૨૦૧૪નું કમલા પરીખ લેખિકા પારિતોષિક મળ્યું છે, જેની ખુશી આપ સૌ સાથે વહેચતા મને ઘણો આનંદ થાય છે. અક્ષરનાદ એ સાઈટ છે જેણેમને એક લેખિકા તરીકેની ઓળખ આપી. એ માટે હું જીજ્ઞેશભાઈની ખૂબ આભારી છું.
નમસ્કાર મિત્રો…
મને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે મારી આ વાર્તાને ૨૦૧૪ નું કુમાર શ્રી કમલા પરીખ લેખિકા પારિતોષિક મળે છે.. ભલે અક્ષરનાદ પર મારી આ છેલ્લી રચના છે.. પણ મારુ લેખન હજુ ચાલુ જ છે… જિજ્ઞેશભાઈ મારા આ પારિતોષિકની નોંધ અક્ષરનાદ પર લે એ આશા…
Dear Nimishaben,
I loved this story.
Thanks,
Nikita
– આ પહેલા નિમિષા દલાલે ભગવાન શ્રી કૃષ્ણ જેવા મહાન પાત્રને પોતાની નિમ્ન કક્ષાની વાર્તા દ્વારા ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો હતો. મારી comment પછી તેમણે વાર્તાનો એ ભગવાન શ્રી કૃષ્ણનો ભાગ કાઢી નાખીને વાર્તા રજૂ કરી હતી. તેની પાસેથી માફી મંગાવવાને બદલે જીજ્ઞેશભાઈ તમે પણ તેનો ગુનો છાવરવાનો પ્રયાસ કરો છો એ સારી વાત નથી.
– વાર્તા વાંચન એ મારો સૌથી પ્રિય વિષય છે.
– પરંતુ નિમિષા દલાલની વાર્તાઓ હમેશા વાર્તાના તત્વને મારતી કે કોઈ મહાન પાત્રને હાની પહોચાડતી વાર્તાઓ રહી છે.
– આ વાર્તા ઘણી જ ભાવવાહક છે પણ અંતમાં લેખિકા જાણે વાર્તાને જબરદસ્તી પોતાના પ્રવાહમાં તાણી જતા હોય તેવું સ્પષ્ટ લાગે છે. વાર્તાનો અંત એણે વાર્તાની વિરુદ્ધમાં પરાણે ઘૂસાડીને લખ્યો છે.
– મને ખબર છે જીજ્ઞેશભાઈ આ comment અપલોડ નહિ કરે. આ પહેલા પણ જીજ્ઞેશભાઈ તમે આમ જ કરેલ. પણ સત્ય સાંભળવાની અને સહન કરવાની ત્રેવડ હોય તો જ લખાય.
વાર્તા – વાર્તા વાંચન એ મારો સૌથી પ્રિય વિષય છે.
– પરંતુ નિમિષા દલાલની વાર્તાઓ હમેશા વાર્તાના તત્વને મારતી કે કોઈ મહાન પાત્રને હાની પહોચાડતી વાર્તાઓ રહી છે.
– આ વાર્તા ઘણી જ ભાવવાહક છે પણ અંતમાં લેખિકા જાણે વાર્તાને જબરદસ્તી પોતાના પ્રવાહમાં તાણી જતા હોય તેવું સ્પષ્ટ લાગે છે. વાર્તાનો અંત એને વાર્તાની વિરુદ્ધમાં પરને ઘૂસાડીને લખ્યો છે.
– મને ખબર છે જીજ્ઞેશભાઈ આ અપલોડ નહિ કરે. આ પહેલા પણ જીજ્ઞેશભાઈ તમે આમ જ કરેલ. પણ સત્ય સાંભળવાની અને સહન કરવાની ત્રેવડ હોય તો જ લખાય.
વાહ ,ભાવ વાહિ .. ખુબ ગમિ .. સરસ કથન્. .. હવે નવિ વાત લાવો
આપની વાર્તા ખુબ જ હૃદય સ્પર્શી તો છેજ એથી પણ વધુ આપણા હિંદુ સમાજ નું એક પ્રતિબિંબ રજુ કરે છે કડવાશ ની વચ્ચે એક ઋજુ હૃદય પણ છુપાયેલું હોય છે તેનું સુંદર નિરૂપણ છે ખુબ ખુબ ધન્યવાદ બહેન
very nice story. please continue
ખુબજ સરસ .વાચી ને બહુજ સારુ લાગ્યુ.
સરસ વાર્તા ..નાટ્યાત્મક અંત !!
હવે બીજો મુદ્દો …
‘મમતા’ની વાર્તાની શરૂઆત અને અંત ઘનશ્યામ દેસાઈની વાર્તા સાથે ઘણું સામ્ય ધરાવતા હતા…પણ એ યોગાનુયોગ હોઇ શકે… એટલે એ વિવાદને બાજુ પર રાખીએ .
જાણીતા સર્જકો પણ સાચા કે ખોટા વિવાદમાં ઘસડાયા હોય છે તેથી લખવા પર પૂર્ણવિરામ ન મૂકાય .
નિમિષાબહેન તમારી કલમ વધુ ઉત્તમ રચતી રહે એ જ એવા આક્ષેપનો જવાબ હોઇ શકે …શુભેચ્છાઓ !
Really heart touching story.
નિમિષાબેન, આટલી સરસ મજાની વાર્તા જે લખી શકતા હોય તેની કલમ જ કેટ્લી ધારદાર હશે… ભલે ને જગ ટીકા કરે.. તમતમારે આવી જ સુન્દર મજાની વાર્તા ઓ લખતા જ રહો , ભલે ને પછી એ સ્વઆનંદ માટે જ કેમ ના હોય્..કુદરતનો નિયમ છે.. .જે પણ ટોચ પર પહોચ્યુ છે એ ટીકાકારોથી પરે નથી રહી શક્યું… બસ આપ સઘળૂં ભુલી જાઓ અને ફરી એક સરસ મજાની વાર્તા આપના તરફથી માણવા મળે એવી ઈંતેજારી સાથે… આપની વાર્તાઓ નો એક ચાહક…
nice story. i have feel this condition. i like this story much. you decided to keep it up. and wish you may write for long time and best luck for your decision.
Dear Nimishaben,
Nice Story. i really feel this because my elder sister has only two daughter and one of her is mentally retired. She is not able to stand even. She is 14 yrs. really story is like real life of lives.
સરસ ભાવવાહી વાર્તા ફરી એક વાર શ્રીમતિ નિમિષાબેન પાસે મળી, વિશેશ આન્ંદ, ગૌરવ અભિનદનના અધિકારી એવા જ્ઞાતિભગીની, મિત્ર પત્નિ અને અમારો એક જ વિસ્તારમા નિવાસ હોવા છતા આપની બહુમુખી પ્રતિભા વિષે તાજેતર્મા જ જાણવા મળ્યુ, ખુબ આનદ થયો,
જીવનમા બીજાઓના દુખે દુખી થવુ નહી અને આપ્ણો માંહ્યલો જેમા રાજી રહે એવા કાર્ય કરવામા આનદીત રહેવુ, પછી એ ટુંકી વાર્તા, લઘુ નવલ કવિતા, ગઝલ કે સાહીત્યની કોઈ પણ પ્રવૃતિ હોય કરતા રહેવુ એવી મારી સહજ વાત સ્વિકારશો એવી આશા રાખુ છુ……………..ખુબ શુભકામનાઓ સહીત અભિનદન…………..
કોઈ ટીકા ટિપ્પણ કરે એટલે લેખન કાર્ય થોડું બંધ કરાય !! તેઓ તેમનું કર્મ કરે છે,તમે તમારું કર્મ કરો.
Khub Saras .
PLEASE DO NOT STOP WRITING.MANY GOOD WRITERS ARE CRITISED IN THE PAST.KEEP IT UP.
Too good, heart throbbing story, felt as if I had red it some where,foot note at end of story reminded me that it was red in ‘Kumar’ my god!
Heartiest congratulations, Nimishaben, please do not stop, keep it up!!!
karun ras thi bhinjayeli varta, But we are uesd to kahdhu pidhu ne raj kariyu!!!! any way keep it up
અભિનંદન, ધન્યવાદ નિમિષા બહેન્ સુંદર અને હદય સ્પર્શી,નિર્દોષ અને નિઃસહાય અપંગ બાળકની મૂંગી વ્યથાનું સુંદર અને સચોટ નિરૂપણ.નિમિષા બહેન સીક્કાની બે બાજુ હોય છે. ભગવાન શ્રેી રામ, પૂ બાપુજી અને અરે ! પૂ.ગણપતી બાપાને માટે પણ લોકો આજે ગમે તેમ બોલે છે અને લખે છે.લોકોને મોંઢે તાળાં ઓછા મરાય છે ? નીરાશા ખંખેરી કલમ વધુ તેજ અને ધારદાર બનાવી જડબાતોડ જવાબ આપશો.ઉમાકાન્ત વિ.મહેતા(ન્યુ જર્સૂ)
Nimishaben
story writer can creat any dame thing as per their vision & veiw. you should not feel negetive. you should also thing about the reader’s who appriciate your art of writing. kindly,… please continue your contribution make your Image powerful to shadow useless comment .
Hope that you will accept my suggestion & provide us fantasic & excellent stories in future.
Lot of Thanks.
માનવતાના તાર ઝણઝણાવવા કયું સંગીત અને ક્યું વાજીંત્ર જરૂરી છે? મને લાગે છે કે પ્રેમનું સંગીત સુપર છે. એ બજારૂ નથી. એના માટે દીલ જોઈએ.એ ક્યાંથી લાવવું!
નીમીશાબહેન, નમસ્તે. ઘણા જ લાંબા સમય પછી આપની રચના મળી. આનંદ થયો. કલમ તો ઉપાડેલી જ રાખશો અને અમને આપની રચનાઓનો રસાસ્વાદ કરાવતા રહેશો. બાકી પરિવાર સમેત કુશળ મંગલ છોને? નાહકની ચિંતા ક્લ્મક્સ્બીઓ તો નાં જ કરે.
ગુણવંત વૈદ્ય.
Sent from http://bit.ly/fpsmm6
I’d read your short stories before. They were beautiful. You tell the story very effectively within few paragraphs. It is a mastery of a writer. This one indeed very touchy. I haven’t read your story in that ‘Mamta’ weekly. If the one group of readers do not like the story doesn’t mean you are a bad writer, there are thousand others who want to read your story. Even ‘Dhobi’ was talking bad about Shri Ram, do we all think he was bad? Keep writing. You get more turbulence when you fly higher…runway is a safer place but it will not go anywhere. You must fly high..SOAR. Wish you a good luck, God bless you.
Rajan Shah
California , USA
ખુબ સુન્દર દિલ ન ત્તાર ને ઝ્ણ ઝ્ણા વેી ગઈ…….
બહુ જ સરસ વાર્તા છે
Aa aajiji mari nathi
aa tamari dhali padeli ben ni darkhast che.
સરસ વાર્તા, પણ મમ્મીને શું થયું કે આઇસીયુમાં દાખલ થવું પડયું અને દીદીને શું થયું કે દેહ ઢળી પડયો તે સ્પષ્ટ થતું નથી.
Me aaje fakt aa tamari pehli vaarta vaachi.tamara vaad vivad thi hu ajan chu.
Dukh ni parakashtha vaarta mate pan ane tamara nirnay mate pa.
Ek lekhika samaj thi thai hatash
Na lakhvani manma baandhi gaath
Karyu jaher ke kalam muki aaj
Chaali chodi hu aksharnaad no saath
Aa vaad vivad to thavano che
Lekhak kya enathi ajano che
Aam tika o ne maan na aapi
Samaj ne namtu na aapi
Chalo kalam uthavi aaj
Batlavi do jag ne ke lakhvano have maro varo che
Aa aajiji mari nathi
Aa che tamari dhali padeli ben ni darkhast.
Pan lekhak kya enathi ajano che
Aam tika o ne maan na aapi
Samaj ne namtu na aapi
Chalo kalam uthavo aaj
Batlavi jag ne aaj ke
Lakhvano have maro varo che.
Aa aajiji mari nathi
Aa to
ઘણો આભાર બહેન.. મારે માટે કવિતા પણ લખિ કાઢિ… ફરિથિ આભાર્. આમ જ સાથ આપતા રહેશો… જિગ્નેશ ભાઈ મારિ કૃતિઓ મુકવા તૈયાર રહેજો.. અક્ષરનાદ. થિ દુર નથિ થવાનિ…
આભાર જિજ્ઞેશભાઈ.. પહેલાં તો તમે મમતાનો ઉલ્લેખ કર્યો એ એક ક્ષણ માટે ન ગમ્યું.. પણ પછી બધી કોમેંટ વાંચી થયું કે ના એ યોગ્ય જ કર્યુ છે… સાચુ કહું તો તમારી સાથે લાંબી ટેલીફોનિક વાત કર્યા પછી ઘણું જ સારુ લાગ્યું.. મેં વિચાર્યું કે જે વ્યક્તિને મળી નથી તેવા વ્યક્તિઓનો સાથ છે પછી મારે શા માટે લેખન બંધ કરવું જોઇએ.. શા માટે ડીપ્રેસ થવું જોઇએ.. અને એક નિર્ણય લીધો.. અત્યાર સુધી લેખન મેં એક હોબી તરીકે સ્વીકાર્યું હતું .. પણ હવે હું સારા માં સારી કૃતિઓ આપવા જી-જાનથી મહેનત કરીશ… ગઈ કાલે સાંજે સાહિત્ય અકાદમી માં આર્થિક સહાય માટે મોકલેલી મારી હસ્તપ્રત સ્વીકૃત થયા વિના પાછી આવી પણ તમારી સાથે ની વાતોએ મને તેનું પણ દુઃખ થવા દીધું નથી.. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર .. મારી વાર્તાને આજે જ અક્ષરનાદ.કોમ પર મૂકી વાચકોના અભિપ્રાય મેળવી શકવા બદલ..
નીમીષા બેન …તમારી વિવાદાસ્પદ વાર્તા તો વાંચી નથી પણ આ વાર્તા તો બહુ સરસ છે .મારે
લખવુ તો ઘણુ છે .પણ મને આ કી બોર્ડ વાપરતા નથી ફાવતુ .
મારા સાળાવેલી અને તમારા (કદાચ) સ્કુલમેટ રાગિણી છાયા (વૈષ્ણવ) ને ત્યા આવીશ ત્યારે રુબરુ મળવાનો ટ્રાય કરીશ .આટલુ લખતા ૨૦ મિનિટ થઇ ગઈ ,પણ ગુજરાતીંમા જ ટાઈપ કરવાની મનની જીદ હતી …
ખૂબ ખૂબ આભાર હેમલભાઈ.. હા રાગિણી મારી સાથે સ્કૂલમાં હતી.. એ તમારી સાળાવેલી થાય છે તે આજે જાણ્યુ.. ચોક્કસ અહીં આવો તો રૂબરુ મળશું.. અને બીજો આભાર મારી કોમેંટ લખવા માટે આપે લીધેલી તકલીફ અને ફાળવેલી કિમતી વીસ મિનિટ માટે.. હું આપની માઈક્રોફિક્શન વાર્તઓની ચાહક છું.. એના પ્લોટ બધા ઘણા સ્રસ હોય છે..
હૈયા ને સોસરિ ઉતરિ જાય એવિ સરસ વારતા. અભિનન્દન્.
કરિને એને ફરિર્થિ બમના ઉત્સાહ્થિ સાહિત્ય ક્ષેત્રે પ્રવ્રુત્ત કરિશ
મામા તરિકે આ મારુ કર્તવ્ય ચ્હે અને ધાર્મિક ફરજ ચ્હે
નિમિ , મારિ તને ખાતરિ ચ્હે કે સૌ સારાવાના થશે
– અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા
નિમિશા દલાલ એક સમર્પિત લેખિકા તરિકે સમ્પુર્ન નિસ્થાથિ જ્યારે લુપ્ત થઈ રહેલા તુન્કિ વાર્તાના સ્વરુપે આતલિ જહેમત થિ કાર્યરત ચ્હે , ત્યારે સાચા સાહિત્ય પ્રેમિઓએ એમ્ને ખુબ જ પ્રિત્સાહન આપવાનિ જરુર ચ્હે
અન્ગત રિતે નિમિશા મારિ ભાનેજ ચ્હે , એતલે મામા તરિકે હુ મારિ પ્રિય ભાનિને
જાહેર્મા એના નાજુક સમયે એક ખુબ જ ઉપયોગિ સલાહ આપ્વા માન્ગુ ચ્હુ
ગાન્ધિજિનો ‘ અનાસક્તિયોગ ‘ વહેલિ તકે મેલવિને નિમ એનો અભ્યાસ કરે પચ્હિ હુ એના વિશાદ અન્ગે એનિ સાથે અન્ગત ચર્ચા કરિશ અને એનિ હતાશા દુર ક
બહુ કરૂણ વાર્તા છે, હૃદયને સ્પર્શી જાય છે…
નિમિશાબહેન
ખુબજ સરસ વઆર્તા લખિ છ્હે ખુબ અભિનન્દઅન . લગનિઓને ખુબ સરસ કંડારિ છે.
દિપિકા વ્યાસ
બહુ જ ભાવવાહી વાર્તા. ગમી.