સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પુસ્તક સમીક્ષા


“તત્વમસિ” નવલકથા વિશે મારી વિચારયાત્રા – જીજ્ઞેશ અધ્યારૂ 6

નવલકથા “તત્વમસિ” નર્મદા અને તેની આસપાસના વનો, જીવન અને સૌથી વિશેષ એક પાત્રની “પર” થી “સ્વ” સુધીની યાત્રાની વાત આલેખાઈ છે. ૨૦૦૨ માં ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારી આ કથા સહજીવનની કથા છે, માનવની માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથે. નવલકથાને શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસના વિસ્તારોનું મનોહર વર્ણન છે. સચોટ અને સત્યાર્થ ધરાવતું વર્ણન અને જ્ઞાનના ભાર વગરની ફીલસૂફી જ આ નવલકથાનું હાર્દ બની રહે છે. તો પ્રસ્તુત છે શ્રી ધૃવ ભટ્ટ સાહેબનું સુંદર સર્જન “તત્વમસિ” વિશે મારી વિચારયાત્રા


તોતો ચાન

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવી આશાનું કિરણ : તોતો ચાન – તરૂણ મહેતા 4

મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. તોતો ચાન પુસ્તકનું બાળમાનસ પરિચય અને બાળ શિક્ષણ ક્ષેત્રે એક આગવું સ્થાન છે અને એ પુસ્તક વિશે, તેના મુખ્ય પાત્ર એવી તોત્સુકો કુરોયાનગી ની અનુભવની સચ્ચાઈ વિશે અહીં સુંદર વિવરણ છે. તેને પ્રાથમિક શિક્ષણના સંસ્મરણોનો સાચો ગ્રાફ પ્રસ્તુત કર્યો છે. તેણીને જગતભરનાં માતા પિતાને તેના બાળકોને અપાતા શિક્ષણની પધ્ધતિ અંગે ઘણું કહેવું છે. તેણે કેટલુંક બહુંજ અગત્યનું ખૂબ સહજભાવે કહી દીધું છે. આ નવલકથામાં ભાષા પ્રપંચ નહીં, પરંતુ અનુભવની સચ્ચાઈનો રણકો છે. આ સુંદર પુસ્તક્ની સમીક્ષા બદલ શ્રી તરૂણભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર. આશા છે આવા સુંદર લેખો તેમની કલમથી આગળ પણ મળતા રહેશે.


સવાલ મુઠ્ઠીભર અજવાળાનો – તરૂણ મહેતા 12

તરુણભાઇ મહેતાની કલમે આજે માણો કવિ શ્રી ગૌરાંગ ઠાકરના ગઝલ સંગ્રહ ‘મારા હિસ્સાનો સૂરજ’ નો આસ્વાદ. શ્રી ગૌરાંગ ઠાકર વ્યવસાયે સિવિલ ઇજનેર છે, પરંતુ એક ઇજનેરના વ્યવસાય સાથે તેમણે જે રીતે ગઝલના બાંધકામ કર્યા છે તે કાબિલેદાદ છે. માણો આજે આ સૂરજની પ્રતિભા.


ગુજરાતી સામયિકો, સાહિત્ય અને સંપાદકો – તરૂણ મહેતા 10

( મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. અધ્યારૂ નું જગત માટે ગુજરાતી સામયિકો વિશે આ લેખ તૈયાર કરી આપવા બદલ તેમનો ખૂબ આભાર. આશા છે આમ જ આપના લેખો આગળ પણ મળતા રહેશે.) કોઈપણ ભાષાનું સામયિક તે ભાષાનું ઐતિહાસીક દસ્તાવેજ બની રહે છે. સાહિત્ય સામયિકની આપણે ત્યાં એક ઉજ્જવળ પરંપરા છે. તેમાંથી આપણને સાંપ્રત અને જીવંત સાહિત્યના સંપર્કમાં જે વૈચારિક સ્પંદનો ઝીલાયા હોય તેનો હિસાબ મળી રહે છે. સાહિત્ય સામયિક બહુઆયામી ફાયદો આપનાર છે. જેમાં સંપાદકની રસ રુચી, જીવંતતા અને પસંદગીને મોકળુ મેદાન મળે છે. આપણે ત્યાં ચાલતા સંપાદકોના અહમને પોષતા અને કવિત્વને જાણ્યા વિના જ કવિ બનાવી દેતાં સામયિકોની સંખ્યા વધારે છે. નિસ્બતથી એક વૈચારિક આંદોલન જન્માવતા સામયિકોને સ્પર્ધામાં ટકી રહેવા માટે નવા કીમિયાગરને શોધવો રહ્યો. તો બીજી તરફ ઈશ્વર પેટલીકર કહે છે કે “હું “સંસાર” નો તંત્રી થયો ત્યારે કેટલાક લેખકો મને લખતા કે અમારૂ લખાણ તમે નહીં છાપો તો અમને પ્રોત્સાહન શી રીતે મળે? હું એમને લખતો કે તમને પ્રોત્સાહન મળે એ માટે હું માસિક નથી ચલાવતો. હું વાચકો માટે માસિક ચલાવું છું. જો વાચકોને અનુકૂળ આવે એવું તમે લખતા હો તો તમારા કરતાં મને ગરજ વધારે છે. ” (સમાજધર્મ પૃ. ૧૯) ગુજરાતી સાહિત્યમાં ચાલતા સામયિકોને માટે ક્યાંક મધ્યાહને સૂર્ય તપે છે તો ક્યાંક ઢળતી સાંજ છે. આ બધાનું મુખ્ય કારણ કોઈ એક ન હોય પણ સંપાદકના વ્યવહારો સામે ગુજરાતી વાચકોની મફત અને માનભેર સામયિક મેળવવાની વૃત્તિ જવાબદાર છે. […]


કારગીલ – પરવેઝ મુશર્રફનો દ્રષ્ટીકોણ 4

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફની આત્મકથા કે કથની ઈન ધ લાઈન ઓફ ફાયર મારા હાથમાં આવી. આમ તો તેને વાંચવાની ઈચ્છા ઓછી હતી પણ જેણે મને એ પુસ્તક આપ્યું તેણે મને કારગીલ વિશેના પ્રકરણને વાંચી જવા સૂચવ્યું. માણસ પોતાની ભૂલ કે ખંધાઈને કેવા કેવા ઓથા અને અંચળા હેઠળ છુપાવી શકે છે તે જોવા પણ આ પ્રકરણ વાંચી ગયો. પોતાના અસત્યને અને ખોરી દાનતને તેમણે શબ્દોમાં કેમ મઠારી છે તે દર્શાવવા આનું અક્ષરશઃ ભાષાંતર કર્યું છે. આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ કે ઘૂસણખોરોને તે આઝાદીના લડવૈયાઓ કહે છે….અને છડેચોક સ્વિકારે છે કે તેમને પાકિસ્તાન સેનાએ મદદ કરી….અને છતાંય હજી આ લખવા જેટલી હિંમત તેમનામાં છે…..આ ભાષાંતરનો ઉદ્દેશ્ય એક જ છે, એ સમજવું કે આપણા સૈનિકો ફક્ત પાકિસ્તાની સૈનિકોજ નહીં પણ કહેવાતા નાગરીક ધૂસણખોરો સામે પણ લડે છે, એ પણ એવી જગ્યાઓ પર જ્યાં બે ઘડી ઉભું રહેવું એ આપણા માટે વિચારવાની વસ્તુ છે.  ——> કારગીલ સમસ્યાને સમજવા એ કહેવુ જરૂરી છે કે કારગીલ એક વખતમાં થયેલી તકલીફ ન હતી. પણ એ આવા ઘણા ફેરફારો અને તેના જવાબમાં થયેલ ફેરફારો હતા જે ભારત અને પાકિસ્તાન પહોચી પણ ન શકાય તેવા, બરફથી ઢંકાયેલ વિસ્તારોમાં રાજકીય ચાલોથી રમતા હતા. ભારત એવા વિસ્તારો કબજે કરી લેતું જેમાં અમારી હાજરી ખૂબ પાતળી રહેતી, અને અમે પણ એમજ કરતાં. આ રીતે તેમણે સિયાચીન કબ્જે કર્યું હતું. અને આ જ રીતે કાશ્મીરની આઝાદી માટે લડતાં મુજાહીદ્દીન કારગીલની એ ઉંચાઈએ પહોચ્યા હતા જે ભારતીય સેનાએ ઠંડીની મોસમને લઈને ખાલી કરી હતી. ઓક્ટોબર ૧૯૯૮માં ભારતે દાવો કર્યો કે તેણે બે પાકિસ્તાની હુમલાઓ સિયાચીન વિસ્તારમાં પાછા વાળ્યા, ઓક્ટોબર ૧૬ અને ૧૮. મારો સ્ટાફ […]


છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું – ઝવેરચંદ મેઘાણી

વાચક, તમારું નવું તંત્રીમંડળ પોતાની વિશિષ્ટ સિધ્ધિઓ કે સાધનાઓની પિછાન કરાવવા માંગતું નથી. લોકસેવા એણે કરી નથી. ઊંડા જીવનપ્રશ્નો એણે વલોવ્યા નથી. પ્રજાજીવનની એકેએક દિશાઓમાં ઘૂમી વળવાના એને ઘમંડ નથી. ક્રાંતિની જ્યોતને એણે ઉપાસી નથી. આજ ને આજ, અત્યારે ને અત્યારે, અમારા શબ્દોના હથોડાને આઘાતે સમાજનું પરિવર્તન આવી જવું જોઈએ, ને ન આવે તો સમાજ નાલાયક છે. એવી વિચારસરણી સેવનારા મહાન પુનર્વિધાયકો આંહી નથી આવ્યા. ફૂટી ચૂકેલી આતશબાજીના ઉકરડા વાળવાનું કામ લઈને આવે છે માટીના માનવો. એમની પણ ખામીઓ છે ને ખૂબીઓ છે. ‘ફૂલછાબ’ ની વિશિષ્ટ ફરજ છે કાઠીયાવાડના લોકપ્રશ્નોને અવલોકી આગળ કરવાની. કાઠીયાવાડના સંસ્કારજીવનમાં રંગ પૂરવાનો. નવું તંત્રીમંડળ એ કરવાનો ઉદ્યમ સેવશે. એક કે બે વ્યક્તિઓની મહિમાનો પડછાયો બનવાની કોઈ પણ છાપાંને જરૂર નથી. છાપાંને વ્યક્તિત્વ હોય છે, વિચારોનું, સંસ્કારોનું, નિષ્ઠાનું, એ વ્યક્તિત્વને હયાતિ પુરવાર કરવા નોખાં ફાંફા મારવાનાં ન હોય. છાપાંનું સાહિત્ય એ વ્યક્તિત્વનું રૂપ હોય છે એટલેજ વાચક ફૂલછાબના શબ્દદેહમાં જો તને તારું મનમાન્યું વ્યક્તિત્વ ન જડે તો તે શોધવા તું તંત્રીમંડંળની એક કે વધું વ્યક્તિની વિભૂતિથી ન દોરવાતો. બીજું જોતા રહેજો નવા તંત્રીઓનું વલણ. સમાચારપત્ર ચલાવતા હોઈને સમાચાર બેશક પીરસશે પણ સૌ સારા સમાચાર આપવાના રહી જાય તેને ભોગે પણ એક ખોટા સમાચાર ન છાપી મારવાની નીતી એ સાચવશે. સત્યનો ભોગ દેનારી નાની મોટી સનસનાટીઓ ફેલાવવાથી, હાલતાં ને ચાલતાં માત્ર ગંદવાડો ખુલ્લો પાડવાથી લોકહિત સધાતું હોવાની વાત અમને માન્ય નથી. વારસામાં મળેલી અનેકવિધ વિટંબણાઓની વચ્ચેથી પોતાની નવી પિછાન આપનાર આ હાથ, વાચક, તારા હાથ જોડે મૈત્રીનો મિલાપ યાચે છે. ( ફૂલછાબ અઠવાડીકનો તંત્રીલેખ – ૧૯૩૬, અરધી સદીની વાંચનયાત્રા – ૨ માંથી સાભાર )


અઘોર નગારા વાગે….વેલાબાવા તારાં… 9

થોડા વખત પહેલા મેં પુસ્તક અઘોરીઓ સાથે પાંચ દિવસ વાંચ્યુ અને તેને સંલગ્ન મારા વિચારો રજુ કરતી પોસ્ટ અનુક્રમે અઘોરીઓ સાથે પાંચ દિવસ, મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ, પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન લખી, તેના ઘણાં પ્રતિભાવમાં મને સૂચવવામાં આવ્યુ પુસ્તક “અઘોર નગારાં વાગે”. લેન્ડમાર્ક બુકસ્ટોર વડોદરા હવે મારી ગુજરાતી પુસ્તકોની ભૂખ સંતોષી રહ્યું છે અને એ ખૂબ અલ્પ સમય આમ કરી શક્શે કારણકે તેમની પાસે હવે જૂજ પુસ્તકો રહ્યા છે. અઘોર નગારાં વાગે પહેલી નજરેજ ખૂબ ગમે તેવુ પુસ્તક છે. પુસ્તકની તુલનાત્મકતા કે તેની અંદર વર્ણવેલા પ્રસંગો કે ઘટનાઓની સત્યતા ચકાસવી એ અશક્ય કામ છે, પણ મને તેમાં વ્યવહારીકપણું દેખાય છે અને તે હકીકત હોય તેમ લાગે છે. લેખકે સાધુ સંપ્રદાય, તેમના પરિધાનો, વિચારો, પરંપરાઓ અને તેમના આરાધ્ય, તેમની પૂજન તથા સંધાન પધ્ધતિઓ વગેરેનું ખૂબ સુંદર અને વિગતે વર્ણન કર્યું છે. અને ઘણીવાર તેઓ પ્રસંગોની સાથે સાથે આનુષંગીક વર્ણનો પણ આપે છે જે સાધુ સમાજની વિવિધ રૂઢીઓને ખૂબ સરસ રીતે દેખાડે છે. પુસ્તકના બંને ભાગો સરસ છે પણ મને બીજો ભાગ ખૂબ ગમ્યો. સાધુસમાજ આપણા ધર્મ અને સમાજનું મુખ્ય અંગ છે, પુરાતનકાળથી અનેક સંપ્રદાયો, અનેક પ્રણાલીકાઓ અને અનેક જાતિઓ આમ જ ચાલી આવે છે. સાધુ સંપ્રદાય, કાપાલિકો કે શૈવ પંથીઓ સામાન્ય સમાજ અને જનતાથી દૂર છે અને તેમની પહોંચ કે જ્ઞાનની સીમાથી બહાર છે, તેમના વિષે અનેક માન્યતાઓ કે વાતો પ્રવર્તે છે. લેખક પોતે પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વીકારે છે કે આપણે સાધુ કે અસાધુને વાસ્તવિક સ્વરૂપમાં ઓળખવાનું જ્ઞાન ધરાવતા નથી કે એ જાણવાની તકેદારીય રાખતા નથી. જેના કારણે પાખંડી સાધુઓ તેની પાખંડલીલા માં અજ્ઞાની, વિશ્વાસુ અને ભોળા લોકોને ફસાવી અનેક અનિષ્ટો સર્જે […]


હજારો ઝળહળતા સૂર્યો – ખાલિદ હુસૈની 4

“A Thousand Splendid Suns by Khalid Hosseini” મેં વાંચી હતી ઘણા સમય પહેલા અને હમણાં ફરીથી વાંચી, મને તે ઘણી ગમી છે…….મને લાગે છે કે આ અફઘાનિસ્તાનની સામાન્ય જિંદગીનું ખૂબ જ સાહજીક અને વિસ્તૃત નિરૂપણ છે, પણ તે આ આખા વાંચનના બેકગ્રાઉન્ડમાં છે, પુસ્તક વાંચવુ પૈસા અને સમય વસૂલ છે. આ આખી વાર્તાની સાંકળની કડીઓ ખૂબજ સરસ રીતે ગોઠવેલી છે અને એ કડી ક્યાંય તૂટતી નથી કે તમે વાર્તાના પ્રવાહમાં કડીને ભૂલી જતા નથી. વાર્તાના મુખ્ય પ્રવાહને લીધે તદન સાહજીકતાથી આપણી સમક્ષ આવે છે તાલિબાન અને તેમનો ત્રાસ, અહીં તાલીબાન પહેલાનું, તે દરમ્યાનનું અને તે પછીનું જીવન ખૂબ સુંદર રીતે વર્ણન કરેલુ છે,  મજા પડી, તેનો કદાચ ગુજરાતી અનુવાદ થયો છે પણ મારા ધ્યાનમાં તે પુસ્તક આવ્યું નથી. પુસ્તકના કેટલાક અંશોનો આ અનુવાદ મેં કર્યો છે તમને પુસ્તકની માહિતિ આપવા…..આશા છે આપને ગમશે… (આ પુસ્તક વિશે ઓરીજીનલ પોસ્ટ મેં લખી હતી મારા અંગ્રેજી બ્લોગ પર @ ૭ ડીસેમ્બર ૨૦૦૭. A Thousand Splendid suns ****   **** હવે કોણ શું બોલી રહ્યું છે તે વિશે મરીયમને જરાય પરવા નહોતી, તેણે તો ફક્ત જલીલની સામે તાક્યા કર્યું, જાણે કે તે હમણા કહેશે કે આમાંથી કાંઈ સત્ય નથી, “તું કાંઈ આખી જિંદગી અહીં ના જીવી શકે” “શું તારે પોતાનો પરિવાર જોઈતો નથી? “હા, એક ઘર, પોતાના બાળકો…” “તારે આગળ વધવું જ રહ્યું” “સાચી વાત છે કે તારે કોઈ નજીકના, કોઈ તાજીકને જ પરણવું જોઈએ પણ રશીદ તંદુરસ્ત છે, અને તારામાં તેને રસ છે, તેની પાસે કામ છે અને પોતાનું ઘર છે, અને આ જ છે જેની જરૂર છે, કે જે ખરેખર અગત્યનું છે. અને કાબુલ સુંદર અને […]


પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન 7

મનુષ્ય વિચારે છે, કલ્પનાના ઘોડા દોડાવે છે, આત્મા કે પરમાત્માની વાત કરે છે, અરે જ્યારે ‘હું’ ને ભૂલવાની વાત કરે છે ત્યારે પણ કેન્દ્રમાં તો એનો અહં જ હોય છે. અહં થી છૂટકારો પામવો અતિ મુશ્કેલ છે, ચેતના શરીરથી મુક્ત થઈ શકે છે, પણ મનુશ્ય અહંથી મુક્ત થઈ શક્તો નથી. અહં થી છુટકારો અશક્ય નહીં તો અતિ મુશ્કેલ છે. ભારતીય તત્વશાસ્ત્ર નો ઈતિહાસ તપાસીએ તો શ્રૃતર્ષિ, ઐતરેય, ઋગ્વેદના ઐતરેય આરણ્યકમાં કહે છે ‘પ્રજાનં બ્ર્હ્મં’ જાણકારી અને ગ્નાન એ જ બ્રહ્મ છે, બ્ર્હ્મને ઓળખવા માટે ઉપયોગમાં આવતી બુધ્ધિને જ એમણે બ્ર્હ્મ માની. એ પછી શ્રૃતર્ષિ ઉદ્દાલક આરુણિએ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં ‘તત્વમસી’ – તું જ બ્ર્હ્મ છે’ એમ કહ્યું. આ બધુ સરળ અને સચોટ તત્વગ્નાન હતું. કારણકે બ્ર્હ્મને જ બ્ર્હ્મ કહેવુ એનાથી બીજી વાત કઈ હોઈ શકે? એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્ર્હ્મ કહ્યો. કારણકે આનંદ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠ ભાવના છે. અને બ્ર્હ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે? યાગ્નવલ્ક્ય એ કહ્યું ‘અહં બ્ર્હ્માસ્મી’ – હું જ બ્ર્હ્મ છું. બધું મારા માટે તો બ્ર્હ્મ મારા સિવાય કોણ હોઈ શકે? આ છે અહંની ભ્રમણા. આપણે આપણી સામે પરમેશ્વરનું એક સ્વરૂપ ઉભું કરીએ છીએ, એ પરમેશ્વર જેની વ્યાખ્યા આપણે જ કરી છે, પોતાની સેવા કરવા માટે, જન્મ આપવા, પોષણ કરવા, અને સંહાર કરવા એક ઈશ્વરની એક વ્યક્તિ, પ્રતિકૃતિ તરીકે ગણના કરી છે. હકીકતમાં આપણે શક્તિ, ચેતનાનું મૂળ શોધવાની જરૂર છે. આપણું મન એ શક્તિનો અંશ છે પણ એ અંશના પણ કરોડમાં ભાગને આપણે ઓળખતા નથી. બૌધ્ધિકો ફક્ત બુધ્ધિની શક્તિને ઓળખે છે, વિગ્નાન અને વિગ્નાનીઓ એની સીમા છે, મનોવિગ્નાનીઓ મનની સીમાને થોડી જાણે […]


મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ 8

આ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિકર હોઈ શકે છે.   ચારેક હજાર વર્ષ પહેલા વામમાર્ગ કે અઘોરી પંથની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. માનવી જેમ જેમ જીવન વિશે વિચારતો ગયો એમ એ પ્રકૃતિથી વિમુખ થવા લાગ્યો. મૃત્યુના ભયે અને સ્વાભાવિક જિજીવિષાએ એને ધર્મની કલ્પના આપી. જીવનની ક્ષણભંગુરતાના કારણે કેટલાક જીવનના મોજશોખ થી ઉદાસીન બની ગયા. એમણે ત્યાગનો મહીમા ગાયો, સત્વશુધ્ધીમાં ભોગો એમને બાધક લાગ્યા. જ્યારે સગુણ બ્રહ્મના વિચારે પરમાત્માની કલ્પનાને જન્મ આપ્યો. વેદાંત, અધ્યાત્મ, સાંખ્યશાસ્ત્ર, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, પાંડિત્યમાં અટવાયાં. સામાન્ય મનુષ્ય યોગમાં માનસિક શાંતિ શોધવા લાગ્યો અને જાતજાતની અને ભાતભાતની ભ્રમણાઓમાં ફસાયો. તો સામા પક્ષે કેટલાક વિચારકોએ ભોગને પ્રાધન્ય આપ્યું. એમના મૂળ વિચાર મુજબ એમને મનુષ્ય અવતાર આ સૃષ્ટી પર એટલા માટે આપવામાં આવ્યો છે કે સ્વર્ગ સમાન આ સૃષ્ટીનો એ યથેચ્છ ઉપભોગ કરી શકે, આમ આ બંને શાખાઓ આશરે બે થી અઢી હજાર વર્ષ પહેલા અલગ પડી અને તેમના મૂળ સ્પષ્ટ અને ઉંડા થયા. લોકપ્રિય ત્યાગના માર્ગથી અલગ જનારા – સામાન્ય માન્યતાઓથી અલગ જનારા વામમાર્ગી કહેવાયા જેમને આપણે કાપાલીક કે અઘોરી કહીએ છીએ. આ વામ માર્ગીઓમાં પાંચ પ્રકારના ‘મ’ નું ખાસ મહત્વ, માંસ મદિરા, મંત્ર, મૃત્યુ અને મૈથુન. આ વામમાર્ગીઓ પશુઓના બલિદાન આપે, તેમનું માંસ ભક્ષણ કરે, માનવબલી પણ આપે, ભાંગ ગાંજા ચરસનું સેવન પણ કરે. સામાન્ય લોકો માટે જે વસ્તુઓ વર્જ્ય ગણાય છે તે બધી ત્યાં પવિત્ર મનાય છે. કદાચ એટલે જ વામ માર્ગ કહેવાય છે. સ્ત્રીઓને તે પ્રકૃતિ સ્વરૂપ માનતા, અને તેમના માનવા પ્રમાણે પ્રકૃતિની દરેક રચના ભોગ માટે જ રચાયેલી છે. એમના તંત્રશાસ્ત્રમાં અનેક યંત્રો છે, જે ભૂમીતીના અનેક આકારોના સંયોજન જેવા લાગે […]


અઘોરીઓ સાથે પાંચ દિવસ 68

ગુજરાતી ભાષામાં કેટલાક એવા અલભ્ય પુસ્તકો લખાયા છે જે આજકાલ તેમના ઓછા પ્રચાર કે વાંચનના કારણે અપ્રાપ્ય છે. આવા પુસ્તકો કાં તો તેમની નવી આવૃતિના અભાવે કે પછી સામાન્ય દુકાનો કે પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ન હોવાના લીધે જાણકારી ની બહાર છે. સદભાગ્યે આ વખતે જ્યારે વડોદરા ગયો ત્યારે વાંચવા માટે ઘણું બધુ સાહિત્ય મળ્યુ. આ જ સંગ્રહમાં મને એક પુસ્તક મળ્યુ જેનું શિર્ષક વાંચીને જ મને તેને લઈ લેવાની ઈચ્છા થઈ આવી. મારી પત્ની કહે આવા પુસ્તકો ના વાંચતા હોવ તો? ? પણ અવળચંડુ મન થોડુ માને? એણે તો પુસ્તક લેવડાવ્યે જ છૂટકારો કરાવ્યો. આ પુસ્તક તે સુરેશભાઈ સોમપુરા નું અઘોરીઓ સાથે પાંચ દિવસ. આ પુસ્તક વિષે જણાવતા પહેલા મારે તમારી પાસે થી થોડાક જવાબો જોઈએ છે. મને કોમેન્ટ માં આપો તો ખૂબ આમંત્રણ પણ અન્યથા પણ તમે તે વિચારી રાખો. આના જવાબો મનની અંદરથી બને તેટલા સાચા શોધી કાઢશો. ઘણી વાર આપણા વિચારો એ આપણા જાગ્રૃત મન ના વિચારો હોય છે અને એ શક્ય છે કે જાગ્રૃત મન અને અર્ધજાગ્રૃત મનના વિચારો ભિન્ન હોય. શું તમે તાંત્રીક વિદ્યા, મંત્ર તંત્રની શક્તિઓ, સંમોહન, વશીકરણ વગેરેમાં માનો છો? શું તમને આવા કોઈ પ્રસંગનો અનુભવ છે? એવો પ્રસંગ જેમાં સામાન્ય સમજ થી વિપરીત અને કાંઈક અસામાન્ય ઘટના બની હોય? જેમ કે અમારા એક સંબંધીના દસ વર્ષના પુત્રને કે હનુમાનજી આવે છે અને ત્યારે તે ખરેખર એક વાનર રૂપ ધારણ કરે છે, મોઢુ ફુલાવી દે, નાચે, કૂદે અને પોતાના પગના ધૂંટણ પર અસંખ્ય નાળીયેર ફોડે, પણ તેને એ સમયમાં કોઈ પણ ઈજા ન થાય, પણ એ સમય વીતી ગયા પછી જાણે શરીર નીચોવાઈ ગયુ હોય તેમ લાગે, […]