કારગીલ – પરવેઝ મુશર્રફનો દ્રષ્ટીકોણ 4
પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફની આત્મકથા કે કથની ઈન ધ લાઈન ઓફ ફાયર મારા હાથમાં આવી. આમ તો તેને વાંચવાની ઈચ્છા ઓછી હતી પણ જેણે મને એ પુસ્તક આપ્યું તેણે મને કારગીલ વિશેના પ્રકરણને વાંચી જવા સૂચવ્યું. માણસ પોતાની ભૂલ કે ખંધાઈને કેવા કેવા ઓથા અને અંચળા હેઠળ છુપાવી શકે છે તે જોવા પણ આ પ્રકરણ વાંચી ગયો. પોતાના અસત્યને અને ખોરી દાનતને તેમણે શબ્દોમાં કેમ મઠારી છે તે દર્શાવવા આનું અક્ષરશઃ ભાષાંતર કર્યું છે. આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ કે ઘૂસણખોરોને તે આઝાદીના લડવૈયાઓ કહે છે….અને છડેચોક સ્વિકારે છે કે તેમને પાકિસ્તાન સેનાએ મદદ કરી….અને છતાંય હજી આ લખવા જેટલી હિંમત તેમનામાં છે…..આ ભાષાંતરનો ઉદ્દેશ્ય એક જ છે, એ સમજવું કે આપણા સૈનિકો ફક્ત પાકિસ્તાની સૈનિકોજ નહીં પણ કહેવાતા નાગરીક ધૂસણખોરો સામે પણ લડે છે, એ પણ એવી જગ્યાઓ પર જ્યાં બે ઘડી ઉભું રહેવું એ આપણા માટે વિચારવાની વસ્તુ છે. ——> કારગીલ સમસ્યાને સમજવા એ કહેવુ જરૂરી છે કે કારગીલ એક વખતમાં થયેલી તકલીફ ન હતી. પણ એ આવા ઘણા ફેરફારો અને તેના જવાબમાં થયેલ ફેરફારો હતા જે ભારત અને પાકિસ્તાન પહોચી પણ ન શકાય તેવા, બરફથી ઢંકાયેલ વિસ્તારોમાં રાજકીય ચાલોથી રમતા હતા. ભારત એવા વિસ્તારો કબજે કરી લેતું જેમાં અમારી હાજરી ખૂબ પાતળી રહેતી, અને અમે પણ એમજ કરતાં. આ રીતે તેમણે સિયાચીન કબ્જે કર્યું હતું. અને આ જ રીતે કાશ્મીરની આઝાદી માટે લડતાં મુજાહીદ્દીન કારગીલની એ ઉંચાઈએ પહોચ્યા હતા જે ભારતીય સેનાએ ઠંડીની મોસમને લઈને ખાલી કરી હતી. ઓક્ટોબર ૧૯૯૮માં ભારતે દાવો કર્યો કે તેણે બે પાકિસ્તાની હુમલાઓ સિયાચીન વિસ્તારમાં પાછા વાળ્યા, ઓક્ટોબર ૧૬ અને ૧૮. મારો સ્ટાફ […]