“A Thousand Splendid Suns by Khalid Hosseini” મેં વાંચી હતી ઘણા સમય પહેલા અને હમણાં ફરીથી વાંચી, મને તે ઘણી ગમી છે…….મને લાગે છે કે આ અફઘાનિસ્તાનની સામાન્ય જિંદગીનું ખૂબ જ સાહજીક અને વિસ્તૃત નિરૂપણ છે, પણ તે આ આખા વાંચનના બેકગ્રાઉન્ડમાં છે, પુસ્તક વાંચવુ પૈસા અને સમય વસૂલ છે. આ આખી વાર્તાની સાંકળની કડીઓ ખૂબજ સરસ રીતે ગોઠવેલી છે અને એ કડી ક્યાંય તૂટતી નથી કે તમે વાર્તાના પ્રવાહમાં કડીને ભૂલી જતા નથી.
વાર્તાના મુખ્ય પ્રવાહને લીધે તદન સાહજીકતાથી આપણી સમક્ષ આવે છે તાલિબાન અને તેમનો ત્રાસ, અહીં તાલીબાન પહેલાનું, તે દરમ્યાનનું અને તે પછીનું જીવન ખૂબ સુંદર રીતે વર્ણન કરેલુ છે, મજા પડી, તેનો કદાચ ગુજરાતી અનુવાદ થયો છે પણ મારા ધ્યાનમાં તે પુસ્તક આવ્યું નથી. પુસ્તકના કેટલાક અંશોનો આ અનુવાદ મેં કર્યો છે તમને પુસ્તકની માહિતિ આપવા…..આશા છે આપને ગમશે…
(આ પુસ્તક વિશે ઓરીજીનલ પોસ્ટ મેં લખી હતી મારા અંગ્રેજી બ્લોગ પર @ ૭ ડીસેમ્બર ૨૦૦૭. A Thousand Splendid suns
**** ****
હવે કોણ શું બોલી રહ્યું છે તે વિશે મરીયમને જરાય પરવા નહોતી, તેણે તો ફક્ત જલીલની સામે તાક્યા કર્યું, જાણે કે તે હમણા કહેશે કે આમાંથી કાંઈ સત્ય નથી,
“તું કાંઈ આખી જિંદગી અહીં ના જીવી શકે”
“શું તારે પોતાનો પરિવાર જોઈતો નથી?
“હા, એક ઘર, પોતાના બાળકો…”
“તારે આગળ વધવું જ રહ્યું”
“સાચી વાત છે કે તારે કોઈ નજીકના, કોઈ તાજીકને જ પરણવું જોઈએ પણ રશીદ તંદુરસ્ત છે, અને તારામાં તેને રસ છે, તેની પાસે કામ છે અને પોતાનું ઘર છે, અને આ જ છે જેની જરૂર છે, કે જે ખરેખર અગત્યનું છે. અને કાબુલ સુંદર અને ઉત્તેજનાસભર શહેર છે, તને આવો સરસ મોકો ફરી નહીં મળે.”
મરીયમે તેના પિતાની પત્નીઓ તરફ ધ્યાન આપ્યું
“હું મુલ્લા ફઝિઉલ્લાહ સાથે રહીશ” તે બોલી, “મને ખાત્રી છે તે મને લઈ જશે”
“આ યોગ્ય નથી” ખાદીઝા બોલી, “તે ઘરડો છે અને…”તેની જીભ યોગ્ય શબ્દો શોધવા લાગી, અને મરીયમને ખબર હતી કે તે શું કહેવા માંગે છે. તેઓને શું કરવું છે તે પણ મરીયમને ખબર હતી, તને આવો સરસ મોકો ફરી નહીં મળે કે તેમને પણ નહીં મળે. મરીયમના જન્મથી એ લોકો અપમાનિત થયા હતા, અને આ તેમના માટે એક મોકો હતો, એક વાર અને કાયમ માટે તેમના પતિની આ ભૂલને કાયમને માટે ભૂંસી નાખવાનો. તેને દૂર મોકલવામાં આવી રહી હતી, કારણકે તેનું ચાલવુ, શ્વાસ લેવું આ બધાયની આબરૂના માથે કલંક હતું.
“તે ઘણો નબળો અને ઘરડો છે” ખાદીઝા તરત બોલી, “અને જ્યારે તે નહીં રહે ત્યારે તું આ પરિવાર પર ફરી બોજ બની રહીશ” …..જેમ તું અત્યારે છે ….. તેવા શબ્દો તેના હોંઠ સુધી આવી રહી ગયા. જાણે કે ધુમ્મ્સ વાળા દિવસે લીધેલો ઝાકળભીનો શ્વાસ.
મરીયમે પોતાની જાતને કાબુલમાં કલ્પી જોઈ, એક મોટુ અજાણ્યું અને ગીચ શહેર જે, જલીલે એક વાર તેને કહ્યું હતું , અહીં હેરાતથી છસો પચાસ કિલોમીટર પૂર્વમાં હતું. પોતાના કોબ્લા (ઝૂંપડા) થી સૌથી વધારે દૂર અઢી કિલોમીટર દૂર તે ગઈ હતી, જ્યારે તે જલીલના ઘરે આવી હતી. તે પોતાની જાતને કાબુલમાં, એક વિચારી ન શકાય તેટલા અંતરે વિચારી રહી, એક એવા અજાણ્યા સાથે જેની ઈચ્છા પ્રમાણે તેણે વર્તવાનું હતું, તેની માગણીઓ સંતોષવાની હતી. આ માણસ, રશીદના ઘરની તેણે સાફસફાઈ કરવાની હતી, તેના માટે જમવાનું બનાવવાનું હતું, તેના કપડા ધોવાના હતા, અને બીજા એવા કામ જે નાના તેને કહેતી, પતિઓ પોતાની પત્ની સાથે કરતા. આવા કામના વિચારો જેણે તેને ગભરાવી મૂકી અને પરસેવો વ્યાપી રહ્યો.
તે ફરી જલીલ તરફ ફરી, “તેમને કહો, તેમને કહો કે તમે તેમને આમ નહીં કરવા દો”
“તારા પિતા પોતાનો જવાબ રશીદને દઈ ચૂક્યા છે” રસૂન બોલી, “રશીદ અહીં હેરાતમાં જ છે, તે છેક કાબુલથી અહીં આવ્યો છે, કાલે સવારે નિકાહ થશે અને તે પછી બપોરે એક બસ છે જે કાબુલ જશે”
“તેમને કહો …” મરીયમ ભાંગી પડી
સ્ત્રીઓ હવે શાંત થઈ ગઈ હતી, મરીયમને લાગ્યું કે તેઓ તેને જોઈ રહી હતી, રાહ જોતી. આખાય ઓરડામાં એક શાંતિ પ્રસરી રહી, જલીલ તેના ચહેરા પર જાણે “હું તને કાંઈ મદદ નહિં કરી શકું” વાળા ભાવ સાથે પોતાના લગ્નના કડાને ફેરવતો રહ્યો, અને અંદર ઘડીયાળ ફરતી રહી, આગળ અને આગળ…
********** ********** **********
“અઢાર વર્ષ”, મરીયમ બોલી “મેં તમારી પાસે કોઈ વાર કાંઈ માંગ્યું નથી, એક વાર પણ નહીં, પણ આજે માંગું છું”
રશીદે ધુમાડો મોં માં ભર્યો અને પછી તેને ધીરેથી બહાર નીકળવા દીધો, “ઓ તું કહેતી હોય કે તેને હું અહીં રહેવા દઉં તો તે અહીંયા આમ જ ન રહી શકે, હું તેને આમ રહેવા, જમવા ને સૂવાનું ન આપી શકું, હું કાંઈ રેડક્રોસ નથી મરીયમ”
“પણ આ?”
“શું આ? તને લાગે છે કે તે નાની છે? તે ચૌદ વર્ષની છે, બાળક નથી, તું પંદરની હતી જ્યારે આપ્ણા લગ્ન થયા, અને જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે તે ચૌદ વર્ષની હતી, અને તેના લગ્ન થયા ત્યારે તેર વર્ષની.”
“હું આ ઈચ્છતી નથી” મરીયમ જાણે નિઃસહાય અવસ્થામાં બોલી,
“આ તારો નિર્ણય નથી, આ તેનો અને મારો નિર્ણય છે.”
“હું ખૂબ ઘરડી છું”
“તું ઘરડી છે, તે યુવાન છે…આ બધું મૂર્ખામી છે.”
“હવે તમે મારી સાથે આવું કરી શકો નહીં આના માટે હું ખૂબ ઘરડી છું” મરીયમ બોલી, તેના હાથ ધૃજી રહ્યા, “આટલા વર્ષો પછી તમે મને આમ……”તે બોલી,
“આટલી બધી નાટકીય ન બન, આ બધી સામાન્ય વસ્તુ છે અને તેની તને ખબર છે. મારા ઘણા મિત્રોને બે, ત્રણ કે ચાર પત્નિઓ છે, તારા પોતાના પિતાને ત્રણ પત્નીઓ છે, અને હું જે અત્યારે કરી રહ્યો છું તે બધા પુરૂષો ખૂબ પહેલા કરી લે છે. આ સાચું છે તે તને પણ ખબર છે”
“હું આવું નહીં થવા દઉં” મરીયમ બોલી
“એ અલગ વિકલ્પ છે, હું તેના રસ્તામાં નહીં આવું જો તેને જવું હોય, ” એક પગના તળીયાને બીજા પગના અંગૂઠાના નખથી ખોતરતો તે બોલ્યો “પણ મને ડર છે કે તે વધુ દૂર નહીં જઈ શકે, ખોરાક વગર, પાણી વગર અને ખિસ્સામાં એક પણ રૂપીયા વગર, બધે ઉડતા બુલેટસ અને રોકેટોની વચ્ચે, તે કેટલા દિવસ જીવશે એમ તને લાગે છે જેના પહેલા તેને મારવામાં આવશે, જોર જબરદસ્તી કરવામાં આવશે અને રોડપાસેની કોઈક ગટરમાં ફેંકી દેવામાં આવશે કે ત્રણેય થશે…” તેણે ખાંસી ખાધી અને ઓશીકું પોતાની પીઠ પાછળ ગોઠવ્યું.
– Translated from A Thousand Splendid sons
aa pustakna gujarati anuvad vise janavaso. thank you.
સરસ અનુવાદ. ગુજરાતીમાં આખા પુસ્તકનો અનુવાદ થયો હોય અને પ્રકાશિત થાય તો જણાવજો.
touchy ……one
Dear Blogger,
I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat.
I have started GujaratiBloggers.com blogging community (http://gujaratibloggers.com/blog/) to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati. My blog will feature at least 15 bloggers per week.
So far I have posted 28 profiles of Gujarati Bloggers.
I invite you to have your profile posted on the community.
You can see the profiles of the bloggers from Gujarat at http://gujaratibloggers.com/blog/.
I am sure you will find it useful if your profile is posted on GujaratiBloggers.com during its inception.
Please send me the answers to the following questions along with a nice photograph so that I can prepare a good write up on you.
The questions are:
1. Please write 5-8 lines about you, your education and your hobbies.
2. When did you start your first blog?
3. Why do you write blogs?
4. How does blogs benefit you?
5. Which is your most successful blog? dhams.it@gmail.com
6. Which is your most favorite blog?
7. Can I share your email id so that people can write to you? Y / N
I am sure you would find my effort worth considering to feature your profile. Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.
It would be great if you could offer your suggestions for the improvement of this project.
Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.
Have a great day!
—
Tarunkumar Patel
http://gujaratibloggers.com/blog/
tarunpatel.net