સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ખાલિદ હુસૈની


હજારો ઝળહળતા સૂર્યો – ખાલિદ હુસૈની 4

“A Thousand Splendid Suns by Khalid Hosseini” મેં વાંચી હતી ઘણા સમય પહેલા અને હમણાં ફરીથી વાંચી, મને તે ઘણી ગમી છે…….મને લાગે છે કે આ અફઘાનિસ્તાનની સામાન્ય જિંદગીનું ખૂબ જ સાહજીક અને વિસ્તૃત નિરૂપણ છે, પણ તે આ આખા વાંચનના બેકગ્રાઉન્ડમાં છે, પુસ્તક વાંચવુ પૈસા અને સમય વસૂલ છે. આ આખી વાર્તાની સાંકળની કડીઓ ખૂબજ સરસ રીતે ગોઠવેલી છે અને એ કડી ક્યાંય તૂટતી નથી કે તમે વાર્તાના પ્રવાહમાં કડીને ભૂલી જતા નથી. વાર્તાના મુખ્ય પ્રવાહને લીધે તદન સાહજીકતાથી આપણી સમક્ષ આવે છે તાલિબાન અને તેમનો ત્રાસ, અહીં તાલીબાન પહેલાનું, તે દરમ્યાનનું અને તે પછીનું જીવન ખૂબ સુંદર રીતે વર્ણન કરેલુ છે,  મજા પડી, તેનો કદાચ ગુજરાતી અનુવાદ થયો છે પણ મારા ધ્યાનમાં તે પુસ્તક આવ્યું નથી. પુસ્તકના કેટલાક અંશોનો આ અનુવાદ મેં કર્યો છે તમને પુસ્તકની માહિતિ આપવા…..આશા છે આપને ગમશે… (આ પુસ્તક વિશે ઓરીજીનલ પોસ્ટ મેં લખી હતી મારા અંગ્રેજી બ્લોગ પર @ ૭ ડીસેમ્બર ૨૦૦૭. A Thousand Splendid suns ****   **** હવે કોણ શું બોલી રહ્યું છે તે વિશે મરીયમને જરાય પરવા નહોતી, તેણે તો ફક્ત જલીલની સામે તાક્યા કર્યું, જાણે કે તે હમણા કહેશે કે આમાંથી કાંઈ સત્ય નથી, “તું કાંઈ આખી જિંદગી અહીં ના જીવી શકે” “શું તારે પોતાનો પરિવાર જોઈતો નથી? “હા, એક ઘર, પોતાના બાળકો…” “તારે આગળ વધવું જ રહ્યું” “સાચી વાત છે કે તારે કોઈ નજીકના, કોઈ તાજીકને જ પરણવું જોઈએ પણ રશીદ તંદુરસ્ત છે, અને તારામાં તેને રસ છે, તેની પાસે કામ છે અને પોતાનું ઘર છે, અને આ જ છે જેની જરૂર છે, કે જે ખરેખર અગત્યનું છે. અને કાબુલ સુંદર અને […]