સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : તારાથી આ કાગળ સુધી..


તારાથી આ કાગળ સુધી (અંતિમ પત્ર) મીરા જોશી 2

તું ન મળ્યો હોત તો, મારી જિંદગીમાં કોઈક કમી રહી જાત! તું પ્રેમ છે, તું જિંદગીનો ઉત્સવ છે, તારી અંદર એટલો બધો પ્રેમ, એટલી બધી ચાહના વહે છે કે કદાચ મારું આ નાનકડું હ્રદય તારા પ્રેમના દરિયાને સંભાળવામાં નાકામ રહ્યું!


તારી ભીતર… – મીરા જોશી

મનોમન તારી સાથે દિવસભર વાતો કર્યા કરું ને તને મળું ત્યારે મૌન મને વીંટળાઈ વળે છે. મારા મૌનને પાર કરીને તું મારા સુધી પહોંચી જાય છે ને મને તારી હુંફના મજબુત આલિંગનમાં લઈ લે


મનગમતું ચોમાસું – મીરા જોશી 1

તારા ભીંજાયેલા તરબતર શરીરને અઢેલીને બેઠેલી હું, તારા ભીના વાળમાં ફરી રહેલી મારી નાનકડી આંગળીઓ, એકમેકના ભીના અધરોને ચૂસીને ગૂંથાતું ઐક્ય ને એ સ્પર્શથી રુંવે રુંવે ઉગતી પ્રગાઢ તડપ..


વરસાદને’ય રડાવવાની આદત છે – મીરા જોશી 2

વરસાદને’ય રડાવવાની આદત છે, તારી જેમ જ! પણ તું હોય તો મજાલ છે વરસાદની’ય કે મને રડાવે..! પ્રેમનું ચોમાસું બારેમાસ હ્રદયમાં ઉગતું હોય ત્યારે પ્રકૃતિનો વરસાદ અત્યંત વહાલો લાગે છે પણ એ જ પ્રિયતમ જેની સાથે વરસાદે ભીંજાયા હોય ને પછી એ સમીપ ન હોય ત્યારે આ વરસતો વરસાદ ઝીરવવો ખૂબ વસમો થઈ જાય છે.


મઘમઘતું ઐક્ય.. – મીરા જોશી 13

ગઈકાલે દરિયાને માણ્યો, બિલકુલ તારા મારા પ્રત્યેના અનહદ પ્રેમ જેવો ગાંડોતુર..! તું અને સમુદ્ર મને એકાકાર થઈ ગયેલા લાગ્યા. બન્નેમાં ઉછળતું તત્વ તો ‘અનહદ’ જ ને!


સંબંધનો અર્ક..! – મીરા જોષી 2

મારી સહેલીના ‘પ્રેમલગ્ન’ને મેં નજીકથી નિહાળ્યું, બંનેને સાથે જોતા લાગ્યું જ નહીં કે એમની વચ્ચે ક્યારેય પ્રેમ થયો હશ! એક રસવિહીન, શુષ્ક સંબંધ…


fashion people woman art

પ્રેમની લ્હેરખીઓ – મીરા જોશી 9

પ્રેમ જેવી અદ્ભુત ઘટના અનાયાસ થઇ જાય છે, પણ ‘અપ્રેમ’ જેવી તુચ્છ ઘટના માટે પ્રયત્નો કરવા પડે છે, જીવનનો આ તે કેવો વિરોધાભાસ! તને ચાહતા જ હું મારા અસ્તિત્વને’ય ચાહવા લાગી છું..! તને હ્રદયમાંથી જાકારો આપીને હવે જાતને ચાહવું અશક્ય છે.


પ્રેમની પતંગ… – મીરા જોશી 8

પત્ર લખતી હોંઉ ત્યારે આ કોફીની ઘૂંટ અનાયાસ જીભને અડકી ગળે ઉતરી જાય છે. મારૂ સમગ્રપણું તારામાં કેન્દ્રિત હોય છે. જિંદગી પણ આ જ રીતે જીવાય છે હમણાંથી

latin american lady shooting vlog on phone with ring light

ઓસ જેવી એક સવાર.. – મીરા જોશી 2

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોનમાં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે! આજે અમસ્તું મલકી જવાયું! પાગલ, ફોનનો પાસવર્ડ પણ મારા નામનો રાખ્યો છે તેંં..! એટલા માટે કે તને મારું નામ બહુ ગમે છે..


તું મેરા નસીબા ઢોલના.. – મીરા જોશી 2

આજની સવાર રોજ કરતાં કંઈક અલગ ઊગી હતી. ગઈ રાતે તે કહેલું, ‘સવારે તું જાગે ત્યારે મને જગાડજે..’ અને પોણા પાંચે તને જગાડીને ‘ગુડ મોર્નિંગ’ કહું ને તું કહે, ‘બસ પાંચ મિનીટ લાલી..’ ને તારું પાંચ મિનીટના બદલે ફરીવાર ઘસઘસાટ સૂઈ જવું!


કશુંક બદલાઈ રહ્યું છે : તારી અને મારી વચ્ચે! – મીરા જોશી 7

વાતોનો દોર ખૂટતાં, મારું ગીત ગાવું ને તારું નિરાંતથી મારા ખોળામાં સુઈ જવું! કેટલો સરળ છેને તું..! ગીત ગમ્યું કે નહિ, અવાજ કે રાગ ઠીક હતો કે નહિ એની કોઈ જ ચિંતા નહિ. બસ કોઈક છે, જે તમારા સુધી પોતાનું સંગીત રેલાવતું જાય છે, ને માત્ર તમે જ એને સાંભળવાનો આનંદ લઈ શકો છો.


લાગણીના વિસામે (તારાથી આ કાગળ સુધી..) – મીરા જોશી 4

કાલે જયારે હું મારા ઘરની અગાસી પર હતી, અને નીચે તું ઉભો હતો, કાળા જેકેટ અને કાનપટ્ટીમાં સજ્જ. ઠંડીનો પ્રકોપ ચારેબાજુથી આપણને વીંટળાયેલો હતો.


આલિંગન (તારાથી આ કાગળ સુધી..) – મીરા જોશી 6

તારા આલિંગનની આઘોશમાં દૂર સુધી ફેલાયેલી આ નદીને નિહાળતાં માત્ર એટલી જ ઈચ્છા થાય છે.. ક્યાંક દૂર જવું છે, ખુબ દૂર… આ ઘોંઘાટ, આ સ્થળ, આ શણગાર, અને આ સમયની પણ પેલે પાર…