કશુંક બદલાઈ રહ્યું છે : તારી અને મારી વચ્ચે! – મીરા જોશી 7
વાતોનો દોર ખૂટતાં, મારું ગીત ગાવું ને તારું નિરાંતથી મારા ખોળામાં સુઈ જવું! કેટલો સરળ છેને તું..! ગીત ગમ્યું કે નહિ, અવાજ કે રાગ ઠીક હતો કે નહિ એની કોઈ જ ચિંતા નહિ. બસ કોઈક છે, જે તમારા સુધી પોતાનું સંગીત રેલાવતું જાય છે, ને માત્ર તમે જ એને સાંભળવાનો આનંદ લઈ શકો છો.