Daily Archives: March 12, 2021


ઓ વુમનીયા! સુપર વુમનીયા! – આરઝૂ ભૂરાણી 4

આપણે સૌ ઈંગ્લીશ વિંગ્લીશની શ્રીદેવીને, ચક દે ઇન્ડિયાની ખેલાડીઓને, ક્વિનની કંગનાને અને દંગલની દીકરીઓને સ્વીકારી, વધાવી અને ઉજવી શકીએ છીએ પણ જ્યારે આપણી નજીકની કોઈ સ્ત્રી કોઈ પણ હિંમતવાન પગલું ભરવા તત્પર હોય ત્યારે?


કેસરિયાં વૃક્ષો – મયુરિકા લેઉવા બેંકર 6

આખું વર્ષ જડ થઈને જોગીની માફક ધ્યાન ધરીને ઊભેલાં વૃક્ષોમાં કંઈક ચૈતન્ય તત્ત્વ આવી બેઠું હોય એવું અનુભવાય છે? જેમ નજર સામે જ મોટું થતું હોવા છતાં બાળક રોજ કેટલું વધ્યું એ જાણી નથી શકાતું, નજર સામે હોવા છતાં કળીમાંથી ફૂલ ક્યારે બન્યું એ જોઈ શકાતું નથી એમ જ વસંતનું આગમન થતાં જ વૃક્ષોના દીદાર કેવી રીતે બદલાઈ જાય છે એ જાણી નથી શકાતું, માત્ર અનુભવી શકાય છે.


ઓસ જેવી એક સવાર.. – મીરા જોશી 2

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોનમાં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે! આજે અમસ્તું મલકી જવાયું! પાગલ, ફોનનો પાસવર્ડ પણ મારા નામનો રાખ્યો છે તેંં..! એટલા માટે કે તને મારું નામ બહુ ગમે છે..


જાને ક્યા તૂને કહી.. (ગીતમાલા) – હર્ષદ દવે 5

‘પ્યાસા’ ફિલ્મ દરમિયાન ગુરુદત્તને પ્રેમ થઇ જાય છે વહિદા રહેમાન સાથે. અને તેનાં પરિણીત જીવન પર તેની ઘેરી અસર થાય છે. ગીતા દત્તથી, તેની પત્નીથી, એ કેમ સહન થાય? તે વિદેશ જતી રહે છે અને ગુરુદત્ત પોતાનું જીવન સંકેલી લે છે, જીવનના ચાર દાયકા પૂરા થાય તે પહેલાં જ. આત્મઘાતી બની જાય એટલી બધી સંવેદનશીલતા પણ સારી નથી.