Daily Archives: September 7, 2021


વરસાદને’ય રડાવવાની આદત છે – મીરા જોશી 2

વરસાદને’ય રડાવવાની આદત છે, તારી જેમ જ! પણ તું હોય તો મજાલ છે વરસાદની’ય કે મને રડાવે..! પ્રેમનું ચોમાસું બારેમાસ હ્રદયમાં ઉગતું હોય ત્યારે પ્રકૃતિનો વરસાદ અત્યંત વહાલો લાગે છે પણ એ જ પ્રિયતમ જેની સાથે વરસાદે ભીંજાયા હોય ને પછી એ સમીપ ન હોય ત્યારે આ વરસતો વરસાદ ઝીરવવો ખૂબ વસમો થઈ જાય છે.