ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – અરુણા દેસાઈ 26


૧).

“મંદિરની બહાર વાંચ્યું?”

“શું?”

“હવે આપણે મંદિર મા આપણે જે દુધ આવીએ છે તે બહાર કાઉંટર પર આપવાનું.”

“કેમ?”

“મંદિર વાળા તે આજુબાજુમાં રહેતા ગરીબ બાળકોને પીવડાવશે.”

“હેં?”

“હા..!”

“પેલી ફિલ્લ્મમાં તે વિશે વાત કરી હતી તેમ?”

“હા”

“સારી વાત કહેવાય. કોઈએ તો શરૂઆત કરી.”

૨)

“બેટા, તું અહિંયા?”

“હા.” મલકાતા સાત વરસની એક દિકરીએ જવાબ આપ્યો.

“તારા દાદાને મળવા આવી?”

“ના, લેવા આવી છુંં.”

“કોને?”

“દાદા કે દાદીને.”

“તને ખબર નથી?”

તે મલકી રહી હતી.. પણ હું કંઈ સમજી શક્તો નહોતો. તેવામા સ્માર્ટડ્રેસમાં એક ક્પલ નજરે પડ્યું. તેણે વાત સાંભળી લાગતી હતી, “હા અમારા ઘર મા કોઇ વડીલ નથી. અમે તો ભરેલા ઘરમા મોટા થયા અને ખૂબ વાર્તાઓ સાંભળી અને ઉખાણા પણ.. પણ અમારી દિકરી તેનાથી વંચિત રહી જવાની… એટલે વિચાર્યું કે ઓલ્ડ હોમમાં તપાસ કરીએ કે કોઈ અમારી જોડે હમેશ માટે રહેવા આવી શકી કે કેમ? અમે જે જોઈએ તે લખાણ કરવા તૈયાર છીએ. અમારા વકીલ તે વિશે યોગ્ય કાર્ય વહી લેશે!”

૩)

“રવિવારે સાંજના પાર્ટી રાખી છે બધાએ આવવાનુ…”

“શાની ખુશીમાં?”

“અમારી વિનિતા એમ.બી.એ કરવાની… બેંગ્લોર જવાની …”

રવિવારે સૌ ફાઈવ સ્ટાર હોટલમાં પહોઁચ્યા, સંગીતના સુરે વાતાવરણને આહ્લાદક બનાવી રહ્યા હતા.. મોંઘાદાટ ક્પડામાં સૌ ડાન્સ કરતા હતા.. અત્તરથી હવા સુગ્ંધી બની હતી.. વનિતાની મમ્મી બધાને મળી રહી હતી… એક ખૂણામા યુવાનોનું ટોળું ભેગું થઈને મજા કરી રહ્યું હતું..

“સૌ ધ્યાન આપો પ્લીઝ..!”

સંગીત થંભી ગયું.. વનિતાના પપ્પા આનંદ તેમની પત્ની અને વનીતા સાથે આવી ઉભા રહ્યા, “આપ સૌ અહીયા આવ્યા તે માટે અમે આપના આભારી છીએ… તમારી શુભકામના માટે અમે ખુશ થયા છીએ, પણ…”

પણ..? સૌના ચહેરા પર પ્રશ્ન આવી ઉભો રહ્યો.

“અમારી વનિતાને શિક્ષક બનવું છે… તેથી તે વધારે સ્ટડી માટે અમેરિકા જશે.’

“ખરી, વનીતા ટીચર બનવાની?”

સૌએ તેને તાળીઓથી વધાવી લીધી. વનીતાના ચહેરા પર એક સુંદર સ્મિત પથરાઇ ગયુ. તેણે તેના માતાપિતા સામે એક આભારની દૃષ્ટિ કરી અને સંતોષનો શ્વાસ લીધો.

– અરુણા દેસાઈ

સૂરત લેખિકા મંચના સદસ્યા એવા શ્રી અરુણાબેન દેસાઈની ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ આજે પ્રસ્તુત થઈ રહી છે. દીકરીઓને તેમને મનગમતા પથ પર અગ્રસર થવાની વાત હોય, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની વ્યાખ્યાઓ બદલવાનો વિચાર હોય કે સુધારાની શરૂઆત હોય, વાર્તાઓ સરળ અને સરસ થઈ છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ અરુણાબેનનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

26 thoughts on “ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – અરુણા દેસાઈ