જીવનનું સત્વ-તત્વ.. – જગદીશ પાણેરી 5


૧. જીવન શોભાવીએ…

તમારી શક્તિ પ્રમાણેના તમારા સઘળા પ્રયત્નો કરવા છતાં પણ
જો તમારે તમારા શરીરના અંગઉપાંગો
કે તમારા સગા સંબંધી સાથીદારોથી
કુદરતી રીતે કે અણધાર્યે છૂટાં પડવું પડે તો તેમને
પૂરા પ્રેમથી, કોઈ પણ માયા મમતા રાખ્યા વિના
સમજ, ઉદારતા અને પ્રસન્નતા સાથે
વિદાય આપવી.
આ દેહ પણ એક દિવસ નાશ પામવાનો જ છે.
સર્જનહારનાં દરેક કાર્યને પૂરા પ્રેમથી સ્વીકારી લઈએ.
જરા પણ રાગદ્વેષ ન રાખીએ
પરમાત્માએ આપણું સર્જન કર્યું છે અને
સમય થયે વિસર્જન પણ તે જ કરનાર છે.
માટે આ
‘સર્જન વિસર્જન’ ને પણ
મંગલમય ગણી
જીવનને શોભાવી લઈએ.

૨. જીવનનું સત્વ-તત્વ..

અનંતકાળની આ જીવનસફરમાં
અનેક પ્રકારના જન્મોના જીવનકાળ દરમિયાન
સર્વકોઈના
સહવાસ.. સંપર્ક.. સંસર્ગ પામ્યા પછી
ઘટેલી ઘટનાઓમાંથી
કંઈક..
“સાર.. સત્વ.. તત્વ..”
જોયું, જાણ્યું, માણ્યું, શીખ્યું, પામ્યા,
અને જીવન જીવ્યા
આમ જીવનપથ પર ડગલાં ભરતાં ભરતાં,
પરમતત્વને પામવા પ્રતિનો પંથ સાંપડ્યો,
અને એ દિશામાં
આગળ પ્રયાણ થઈ રહ્યું છે, એવું જણાઈ રહ્યું છે.
હે સર્જનહાર.. !
તારા સાંન્નિધ્યને પામવાના અમારા પથમાં
અમારા તારા પ્રતિના
સત્યમય દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસને
અમારામાં ટકાવી રાખજે અને
તારી હુંફાળી, સ્નેહભરી, મદદની કૃપાવૃષ્ટિ અમારા પર કરજે.
અમે તારામાં અને માત્ર તારામાં જ
રમમાણ રહીશું.
પરમ ઐક્યરૂપ લય પામીશું,
એકાકાર થઈશું..

– જગદીશચંદ્ર પાણેરી
(લેખકશ્રીના પુસ્તક ‘જીવતું જાગતું જીવન’ માંથી સાભાર, પ્રકાશક – સન્માર્ગપ્રેરક સ્વજન પરિવાર)

જીવનનું સરવૈયું કાઢવા બેસીએ તો જમા ઉધારના ખાતાઓમાં શું આવે? કરેલા સત્કાર્યો, ઉપકારો, આદર, સન્માન, સહકાર અને એવું ઘણું આપણા જમા ખાતામાં આવે અને એ બધુંય આપણી સુવાસ રૂપે આપણા ગયા પછી પણ આપણા નામે જ રહે. એક નિકટતમ સહકર્મી મિત્રના અણધાર્યા અવસાનના આઘાતે, તેમના પરિવારને પ્રભુ કપરા સંજોગોનો મક્કમતાથી અને હિંમતપૂર્વક સામનો કરવાની તક આપે એવી અભ્યર્થના સહ આજની પ્રસ્તુતિ…


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “જીવનનું સત્વ-તત્વ.. – જગદીશ પાણેરી

 • La' Kant

  “ઈશ્વર પોતાનું અસ્તિત્વ–તત્ત્વ સાંકેતિક રીતે માત્ર મનોભાવો દ્વારા પણ વિના કોઈ
  પ્રયત્ને સહજ જ કોઈ સમય-સારિણી,મુહૂર્ત વગર અચાનક પ્રકટકરીદેતો હોય છે!
  તેની અનુભૂતિ માણી શકનાર માટે આ અતિ અદ્દભૂત-આહલાદક હોઈ શકે છે !
  તેનું બયાન કર્યા વગર તે રહી ન શકે, એક હકીકત છે!
  તેની આગવી રજૂઆત- અભિવ્યક્તિની કળા જ ગણી શકાય !
  પણ એ ય અધૂરું છે ! તેથી બાહ્યમાં વ્યક્ત થયું!
  નહીંતો, જો સંપૂર્ણ સમયક્ત્વ,અનુભવ મોક્ષ/મુક્તિ/નિર્વાણ/સાક્ષાત્કાર જેવું હોય,
  તો પછી એકાકારતા-એકત્વગત હોય તો, છેક જ પોતાનું અસ્તિત્વ ખોઈ બેસનાર કલાકાર ,
  તે વ્યક્ત કરવા–કહેવા બીજું તત્ત્વ હાજર જ ન હોય!
  પરમ ચરમ શાંત મૌનજ હોય પરમ તત્ત્વનું !
  હા, પણ એમાં આનંદ-પરમાનંદ જ હોય…”

  -લા’ કાન્ત / ૩૧-૧૨-૧૩