પ્રિય વાચકમિત્રો,
અક્ષરનાદને ‘Laadli Media And Advertising Award for Gender Sensitivity ૨૦૧૨-૧૩’ આપવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે દિલ્હીના લોધી રોડ પર આવેલ ચિન્મય મિશનના ઑડીટોરીયમમાં યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં અનેકવિધ વિભાગમાં પશ્ચિમ અને ઉત્તર વિભાગના લગભગ ૧૭૦૦થી વધુ નોમિનેશન્સમાંથી અને અનેકવિધ કેટેગરીના ૮૦ વિજેતાઓ સાથે અક્ષરનાદને પણ આ પુરસ્કાર મળ્યો. આ માટે અક્ષરનાદ અંતઃકરણપૂર્વક આભાર માને છે પોપ્યુલેશન ફર્સ્ટ એનજીઓ અને હરિતાબેન તલાટીનો. ઉપરાંત લાડલી મીડીયા એવોર્ડ જ્યુરી ડૉ. રઘુવીર ચૌધરી (નવલકથાકાર, કવિ, સાહિત્યકાર તથા ગુજરાતી સાહિત્યક્ષેત્રનું ખૂબ જાણીતું નામ), ડૉ. ઈલા જોશી (સેન્ટર ફોર કમ્યુનિકેશન ડેવલપમેન્ટ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ), બેલા ઠાકર (આસિસ્ટન્ટ એડીટર, નવગુજરાત સમય), વૃંદા મનજીત (લેખિકા, પત્રકાર) અને સુધીર રાવલ (‘આરપાર’ સાપ્તાહિકના તંત્રી) આ સર્વેનો પણ ખૂબ આભાર.
સૌપ્રથમ તો આ એવોર્ડ માટે મારા સિવાય જે લેખકોની સ્ત્રી સંવેદનો અને સ્ત્રીઓની વાત મૂકતી જે કૃતિઓ અહીં પાઠવી હતી અને વિજેતા નીવડી એ સર્વે મિત્રો – નિમિષાબેન દલાલ, દુર્ગેશભાઈ ઓઝા, ડૉ. હાર્દિકભાઈ યાજ્ઞિકનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આભાર એ સર્વે વાચકોનો જેમના લીધે અક્ષરનાદ આજે એક રાષ્ટ્રીય મંચ પર આ એવોર્ડ સુધી પહોંચી શકી. સર્વે વાચકમિત્રો, પ્રતિભાવકો, લેખકમિત્રો અને શુભેચ્છકોનો અંતઃકરણપૂર્વક આભાર. તો આભાર એવા મિત્રોનો પણ જેઓ આજે અક્ષરનાદની સાથે નથી પણ તેમની પોતાની અંગત અપેક્ષાઓ અને આકાંક્ષાઓને લઈને વધારેલા દબાણને અક્ષરનાદે હકારાત્મક રીતે લઈને તેમની ગેરહાજરીને પણ આગળ વધવા માટે સ્વીકારી છે.
નોંધશો કે આ પુરસ્કારમાં, સર્ટિફિકેટમાં કે નોમિનેશનમાં – ક્યાંય ‘જીજ્ઞેશ અધ્યારૂ’નું નામ નથી, ફક્ત ‘અક્ષરનાદ’ છે. અક્ષરનાદ મારા કે પ્રતિભાના અંગત ગમાઅણગમા કે પ્રસ્તુતિની વિચારધારાને ક્યારનીય વટાવી ગઈ છે. એ સંપૂર્ણપણે વાચકોની વેબસાઈટ છે, લેખક નવોદિત હોય કે પ્રસ્થાપિત – અહીં બધાનાં લેખો પ્રસ્તુત કરવાનો યત્ન થાય છે, અક્ષરનાદ પોતાના લેખોથી અને ગુણવત્તાથી ઓળખાય એ જ અમારી અપેક્ષા છે અને એટલે જ તેને Best Web Story – Web Portal – Gujarat એવોર્ડ આપવામાં આવ્યો એ સર્વથા યોગ્ય થઈ રહે છે. પુત્રી જ્યારે પોતાના નામથી સમાજમાં ઓળખાય ત્યારે માતાપિતાને અવશ્ય આનંદ થાય, અક્ષરનાદ માટે આજે અમારા માટે એવો જ દિવસ છે.
આ મુલાકાતમાં ગુજરાતના અનેક મિત્રોને મળવાનો અવસર મળ્યો, ગુજરાત સમાચારના કૉલમિસ્ટ લલિતભાઈ ખંભાયતા, કચ્છમિત્રના ન્યૂઝ એડીટર નવીનભાઈ જોશી, ગુજરાત ગાર્ડીયનના ભરતભાઈ પટેલ, બ્લોગર મિત્ર મૌલિકાબેન દેરાસરી, મિડ-ડે ગુજરાતીના કિરણ કનકીયા, લેખિકા નીલા સંઘવી તથા દેશના અનેક અન્ય રાજ્યોના, અનેક સંસ્થાઓ, ચેનલો અને વર્તમાનપત્રોના મીડીયામિત્રો ઉપસ્થિત હતા. એક સિવિલ એન્જીનીયર માટે આ પ્રકારનો જેન્ડર સેન્સીટીવ મીડીયા એવોર્ડ મળ્યો એ સ્વપ્નથી પણ વધારે છે.
દિલ્હીથી આ અપડેટ કરી રહ્યો છું, આવતીકાલથી થોડાક દિવસ પરિવારને માટે ફાળવ્યા છે, એટલે પૂનાની આસપાસના કેટલાક ઓછા જાણીતા શાંત સ્થળોએ મિત્રો અને પરિવારની સાથે વીતાવવાનું આયોજન છે. અક્ષરનાદ આ મુલાકાત પછી જ અપડેટ થઈ શક્શે.
સર્વેનો આભાર, પ્રણામ, ધન્યવાદ.
જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક, અક્ષરનાદ.કોમ
ખુબ ખુબ અભીનંદન……..
Congratulations…
હાર્દિક અભિનંદન..કદાચ મોડી છું પણ અભિનમ્દન મોળા નથી જ..જિગ્નેશભાઇ સ્વીકારશો ને ? બીજા અનેક એવોર્ડો આપની પ્રતીક્ષામાં છે જ.અનેક શુભેચ્છાઓ સાથે
congratulations ! wish you many more awards in future for yr excellent services & work for gujarati literature. – govind shah
અક્ષરનાદ ને ખુબ ખુબ અભિનંદન….
ખૂબ ખૂબ અભિનન્દન્—
અભિનન્દન
આ સન્માન તો ઘણા વર્ષો પહેલા મળવા યોગ્ય હતુ
ખૂબ ખૂબ અભિનંદન.
પ્રિય શ્રીજીનેષભાઈ,
આપને હ્રદયપૂર્વક અભિનંદન તથા અનેકાનેક શુભેચ્છાઓ.
લાડલે જીગુભાઈ,
જેન્ડરના એજેન્ડામાં કામ કરીને આ જે લાડલી એવોર્ડ મળ્યો છે તે સાચે જ તમારા અક્ષરનો નાદ છે. તમે સાચે જ એના માટે યોગ્ય છો.
મુબારક ! તમને અને તમારી ટિમને !
અક્ષરનાદ ટીમની નિષ્ઠા, મહેનત અને વેબજગત પ્રત્યેનું અનેરું યોગદાન નું આ ફળ છે, અભિનંદન સાથે શુભેચ્છાઓ.
હાર્દિકભાઈ આપને ખુબખુબ અભિનન્દન
Congratulation to Jigenshbhai and all contributors of Aksharnad
હાર્દીક અભિનંદન .ઉત્તરોતર પ્રગતિ માટે શુભ કમનાઓ .
-લા’ કાંત /૨૪-૧૨-૧૩
ખૂબ ખૂબ અભિનંદન
હાર્દિક અભિનન્દન.
આવા અનેક એવોર્ડ મળે + મળતા રહે તેવી શુભકામનાઓ….
અભીનંદન
દિલથી ખુબ ખુબ અભિનંદન, સાથે સાથે અક્ષરનાદ ટીમને પણ.
GOD bless YOU JIGNESHBHAI. A big salam to YOU SIR..
Hardik shubhechha , i fill that our gujarati language and bhartiya sanskuti will never vanish till peoples like you will work.
i would be happy if any support i can do in this good work.
અભિનંદન. સલામ
ખૂબ ખૂબ અભિનંદન ………
પ્રથમ માઈલસ્ટોન વટાવ્યો આપણે (હું આપને લખું !!!!), આગવી પ્રતિભાઓ આગવા પ્રતિભાવો વેબસાઈટ હજી ઘણી ઘણી સફળ થશે … ખુબ ખુબ ખુબ અભિનંદન …… જીગ્નેશભાઈ
અભિનદન
Good efforts. Please keep it up.
pune thi aavo pachi e book tipe vishe kahejo .
ખુબ ખુબ અભિનંદન જિગ્નેશભાઇ
બહુ આનંદ થયો. આખી દુનિયા અક્ષરના નાદથી ગાજે એવી અમારી શુભકામના………………………………………………….. આ ખાલી જગ્યામાં ઘણા અભિનંદનના શબ્દો છે.
jigneshbhai, well deserved award for you service i gujliterature.keep it up salaam
જિગનેશ્ભૈ , અક્શ્ર્નાદ ને અવર્દ મલ્ય માતે હર્દિક અભિનન્દન્ ખુબ ખુબ્સુન્દેર્ ચલુ રખો અન્દ આગલ વધો. આપ્ન પ્રયત્ન માતે સલામ્
ખુબ ખુબ અભિનંદન
‘અક્ષરનાદ’ને અઢળક અભીનન્દન અને દીલી શુભેચ્છાઓ…
jignesh bhai,
phela to aksharnaad ne award malva mate abhinandan….
atyare koi pan service karta manas pase pustak vanchva no time nathi,
parantu internet saathe to darek jodayelaj hoy chhe,
amaara jeva gujarati sahitya premi o mate AKSHARNAAD koi librery thi kam nathi..
અસ્તુ……
અભિનંદન!
Jigneshbhai, Heartily Congratulations to you and your team. Really while reading of articles in AKSHARNAD we feel like writer is speaking mouse to mouse with us. Keep it up. Thanks
VANCHINE MAZA PADI GAYI.
SAVAR SUDHARI GAYI.
CHALTE RAHO …. CHALTE RAHO… TEAM AXARNAAD.
Congratulation Shri Jigneshbhai Adhyyaruji and team members , Dr. Hardiikbhai Yagnikji, and others too for doing in now in past.
Regards,
From Upendra Varma
અક્ષરનાદને મળેલા એવોર્ડ બદલ અભિનંદન. સ્યૂડો નામ અક્ષરનાદ હેઠળ આ એવોર્ડ તમારા પ્રયત્નો, મહેનત અને યોગદાન આપનારાઓના સહયોગથી શક્ય બન્યું છે. ઇટ કાઉન્ટસ અ લોટ. અક્ષરનાદને ગુંજતો રાખવા માટે તમે એક સાચાં સર્જકની જેમ અથાગ પ્રયત્ન કરો છો તે પ્રેરક છે. આપણી પ્રવૃત્તિ અન્યને જ્ઞાન અને આનંદ સાથે પ્રેરણા આપે એથી વિશેષ રૂડું શું હોઈ શકે! ભાષા પણ એથી બળકટ બને છે…સંસ્કૃતિ સચવાય છે અને તેનું સંવર્ધન થાય છે. સ્તુત્ય…હદ.
સોરી જિજ્ઞેશભાઈ.. નવોદિતોને પ્રોત્સાહિત કરી ઓળખ આપવામાં મદદરૂપ થઈ અને સાહિત્યની સેવા કરવા માટે શરુ કરેલી આપના આ પ્રયાસ માટે સલામ….
અભિનન્દન ખુબ ખુબ શુભેચ્અ /
ખુશી શબ્દોમાં વર્ણવી શકતી નથી જિજ્ઞેશભાઈ તમને ખૂબ ખૂબ…………………….. અભિનન્દન અને તમારા કાર્યને સલામ ……………… હજુ આવા કેટલાય અગણિત પુરસ્કારો મેળવો તેવી શુભેચ્છાઓ…….
અમારા જેવા નવોદિતોને એક ઓળખ આપવા શરુ કરેલા તમારા આ પ્રયત્ન બદલ તમારો આભાર માનું એટલો ઓછો છે.. ફરીથી અગણિત અભિનન્દન….
ખુબ ખુબ … અભિનંદન….
khub khub abhinandan
જીજ્ઞેશભાઈ
આપને અને અક્ષર્નાદની ટીમને ‘લાડલી અવોર્ડ ટ્રોફી’ મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન. જાણેકે આપણાજ કુટુંબમાં કોઈને પુરસ્કાર મળેને હરખ થાય એના જેવો અનુભવ થયો.
આપ આવીજ રીતે પ્રગતિનાં સોપાન સર કરો અને અક્ષર્નાદનું નામ ઉજવળ કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવતા આનંદ અનુભવ કરીએ છીએ.
ખૂબ ખૂબ અભિનંદન.
ખુબ ખુબ અભિનંદન. ઉત્તમ કાર્યની નોધ સમાજ લેજ.આપ અને આપનુ કાર્ય સતત પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાથ્રના,
અભિનંદન……
ખુબ ખુબ અભીનન્દન.
ખરેખર સરસ કામ કરી રહ્યા છો.
આનંદ અને ગર્વ નો અહેસાસ થઈ રહ્યો છે.
ફરિ એક વખત અભિનન્દન.
Many congratulations to you, Pratibha ben and Aksharnaad.
I am also feeling proud of myself for being a part of Aksharnaad Family. I wish I could have been in I ndia right now to share the moment with you.
suraj ne divo lai shodhavaanI jarUra kharI ?
કાલે બપોરના જ ગોપાલભાઈ દ્વારા અલપઝલપ વાત થયેલી…તેઓ પણ તમારો ફોનસંદેશ બરાબર પામી નહીં શકેલા…..આજે હવે તમારા દ્વારા જાણીને આ આનંદસંદેશ મોકલી રહ્યો છું.
તમારા નેટકાર્યની નીષ્ઠાએ તમને પુરસ્કૃત કર્યા છે. આ સમગ્ર નેટજગતના સમાચાર છે, ને આમાં હરખ પણ સૌને હશે….તમને અને તમારા સાથીઓને અભીનંદન !
Wow akshar naad ni pragati aam avirat chalti j rehse..garv chhe akhsharnaad..
અભિનંદન અને ‘અક્ષરનાદ’ ની ઉત્તરોત્તર ઉન્નતિ માટે શુભ કામનાઓ.
અદ્ભુત્ સર્જ્ન્કરોને સલામ્. ે
It’s really a reflection of charming stuff which intends social upliftment.
અભિનંદન!
અભિનંદન. કામ બોલે છે.