માને એમ કે… – વિનોદ ગાંધી, આસ્વાદ : ઉર્વશી પારેખ 12
એક માતાની તેના બાળક માટેની ઝંખનાનું આ કાવ્ય છે. બાળકો મોટા થઇ જાય પછી માતા અને મોટા થયેલા સંતાનો વચ્ચેનો સંબંધ મૂળ અને ફૂલ વચ્ચેનાં સંબંધ જેવો હોય છે. માતા પરદેશ ગયેલા પુત્ર માટે અલગ પ્રયત્નો-ઘટનાઓ વડે પુત્રનાં પાછા આવવાની આશા રાખે છે, રાહ જુએ છે માનું હ્રદય છે ને તેથી આજે નહીં તો કાલે, આ કારણે નહિ તો બીજા કારણે પણ એ ચોક્કસ પાછો આવશે. નહીં આવે તેવો તો વિચાર પણ નથી કરી શકતી. કવિશ્રીએ આ કવિતામાં આશાભરી, રાહ જોતી માતાનું મન સરસ રીતે તાદ્શ્ય કર્યુ છે. પ્રસ્તુત રચના ઉર્વશીબેન પારેખના કાવ્યાસ્વાદના સુંદર પુસ્તક ‘કાવ્યાનુભૂતિ’ માંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા બદલ ઉર્વશીબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.