ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૪ 4


એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમનું બજાર જોરશોરથી વિસ્તરી રહ્યું છે, વપરાશકારો મોબાઈલ થી લઈને ટેબલેટ સુધી તેને ઉપયોગમાં લઈ રહ્યા છે, મોબાઈલના મૂળભૂત સંચાલન ઉપરાંત અનેક વધારાની સુવિધાઓ આપતી એપ્લિકેશનને સિસ્ટમ આધાર આપે છે. અવનવા ઉપયોગો સાથેની એપ્લિકેશન ગૂગલના એન્ડ્રોઈડ માર્કેટમાંથી તદ્દન મફત ઉપલબ્ધ છે. તેમાંથી અહીં સૂચવેલી એપ્લિકેશન શોધીને ઈન્સ્ટોલ કરી શકાય છે. પ્રસ્તુત શૃંખલામાં સૂચવેલી બધી એપ્લિકેશન મેં મારા માઈક્રોમેક્સ કેનવાસ ૪ મોબાઈલમાંઈન્સ્ટોલ કરીને વાપરી છે – વાપરી રહ્યો છું, છતાં ફોન બદલાતા તે એપ્લિકેશનની પ્રતિક્રિયાઓ બદલાઈ શકે છે.

અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતો ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો, જે તેના વધી રહેલા વપરાશકારોને જોતા વધુ ઉપર્યુક્ત બની રહે છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવા અન્ય ઉપયોગી સાધનો વિશે જાણીએ.

૧. ZenDay: Tasks, To-do, Calendar

આમ તો એન્ડ્રોઈડ માટે ટાસ્ક પ્લાન, ટુ ડુ અને કેલેન્ડર માટે અનેક એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, પરંતુ છેલ્લા થોડાક દિવસોથી ઝેનડે મારી મનપસંદ એપ્લિકેશન છે જેને વાપરવાની મજા સાથે સુગમતા અને યૂઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસ આકર્ષક વિકલ્પો પૂરા પાડે છે. કાર્યોની વ્યવસ્થિત ગોઠવણી, વ્યવસાય અને જીવનની સમતુલા જાળવવા તથા હાથ પરનું કામ મુલતવી રાખવાની અને તે ખૂબ જ જરૂરી બની જાય ત્યારે જ પૂરા કરવાની ટેવ સામે લડવા આ ઉપયોગી થઈ રહે છે. અહીંનો ત્રિપરીમાણીય વ્યુ, કેલેન્ડર તથા ટુ ડુ લિસ્ટ સાથે સિન્ક્રોનાઈઝ કરવાની વ્યવસ્થા, ભવિષ્યના કાર્યો યાદ રાખવાની તથા અગત્યના કાર્યો વિશે સતત યાદ આપવા જેવા અગત્યના કાર્યો આ એપ્લિકેશન કરી આપે છે. વાપરવાની શરૂઆત થોડીક મુશ્કેલ થઈ શકે છે, પરંતુ ત્યાર બાદ તે ખરેખર સરળ અને ઉપયોગી બની રહે છે. આ એપ્લિકેશન એકથી પાંચ લાખ વાર ઈન્સ્ટોલ થઈ ચૂકી છે. અનેકવિધ ટાઈમ મેનેજમેન્ટ એપ્લિકેશન્સ વચ્ચે થોડીક અલગ એપ્લિકેશન.

૨. MyScript Calculator

એન્જીનીયરીંગના, ફિઝિક્સ, કેમેસ્ટ્રી વગેરે ધારાઓમાં ભણતા કે વ્યવસાયિકો માટે – સાયન્ટિફિક કેલ્ક્યુલેટરના બધા જ વપરાશકારો માટે આ અનોખું અને અત્યંત સુવિધાજનક સાધન છે. માય સ્ક્રિપ્ટ કેલ્ક્યુલેટર તમને તમારા હાથે પ્રશ્નો અથવા આંકડાઓ, સંજ્ઞાઓ વગેરે લખવાની સુવિધા આપે છે અને તેના આધારે ઉકેલ સૂચવે છે. ગાણિતીક કોયડાઓ સાથે અનેકવિધ પ્રક્રિયાઓ અને સંજ્ઞાઓ જેવા કે +, -, x, ÷, +/‒, 1/x, %, √, x!, |x|, ℯx, xy , x2, ( ), cos, sin, tan, acos, asin, atan, ln, log, π, ℯ, Phi વગેરેના ઉપયોગની સુવિધા આપે છે. ટચસ્ક્રીન મોબાઈલ તથા ટેબલેટ માટે અત્યંત ઉપયોગી આ એપ્લિકેશન ઝડપી અને સચોટ જવાબ આપે છે. આ એપ્લિકેશનમાં અનેક વિકલ્પો અને ક્રિયાઓ ઉમેરી શકાય તેમ છે જેથી એ અનેકગણી વધુ ઉપયોગી અને પ્રચલિત બની શકે. જો કે તેના આજના સ્વરૂપમાં પણ તે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે.

૩. Subway Surfers

દસકરોડથી પણ વધુ લોકોએ ઈન્સ્ટોલ કરેલી આ અનોખી ગેમ વિશે જણાવવાની ભાગ્યે જ જરૂર પડે. જેમણે આ ઈન્સ્ટોલ નથી કરી તેમના માટે કહેવુ જોઈએ કે આ રેલ્વેના પાટા પર દોડવાની, ટ્રેન સાથે અથડાતા બચવાની, માર્ગમાં આવતા સિક્કાઓ, સિક્કાઓ માટેનું મેગ્નેટ, જેટપેક તથા અનેકવિધ ભેટ ભેગા કરવાની તથા સુવિધાઓ અને ક્ષમતા વધારીને ગેમમાં વધુ ને વધુ સ્કોર કરવાની મજા લઈ શકાય છે. છેલ્લા થોડાક દિવસોથી આ મારી મનપસંદ ગેમ છે. સબવે સર્ફર લોકપ્રિય અને સતત રમાતી એન્ડ્રોઈડ ગેમ્સની યાદીમાં અગ્રસ્થાને આવે છે.

૪. Spuul – Free Indian Movies

કેટલીક ફિલ્મો અને રોજબરોજ પ્રસારીત થતા પ્રચલિત ધારાવાહિકો નિઃશુલ્ક માણવા માટે આ એક ઉપયોગી એપ્લિકેશન છે. ગૂગલ અથવા ફેસબુક ખાતા વડે સાઈનઈન કરી, નિઃશુલ્ક ધારાવાહિક અથવા ફિલ્મના વિકલ્પમાંથી કોઈપણ એક પસંદ કરી જોઈ શકાય છે સ્ટ્રીમીંગ વિડીયો સાથે કેટલીક જાહેરાતો મૂકવામાં આવે છે પરંતુ નિઃશુલ્ક સુવિધા હોવાને લીધે એ સ્વાભાવિક છે. વાઈફાઈ અને ૩જી / ૪જી નેટવર્ક પર આ સુવિધાનો ભરપૂર આનંદ લઈ શકાય છે. જરૂરી રકમ ભરીને તેનું પ્રિમીયમ સબસ્ક્રિપ્શન ફિલ્મોને ઓફલાઈન જોવાની તથા નિઃશુલ્કથી વધુ ફિલ્મોનો વિકલ્પ પણ આપે છે. એક વખત અવશ્ય પ્રયત્ન કરી જોવા લાયક એપ્લિકેશન.

૫. Foneclay

તમારા મનપસંદ ફોટોગ્રાફ્સ અને ચિત્રોમાંથી ફીડ બનાવીને તેને તમારા મોબાઈલના નિર્ધારીત સમયે બદલાતા વોલપેપર તરીકે મૂકવા અને મિત્રો સાથે તેને વહેંચવાની સુંદર સગવડ એટલે ફોનક્લે. અનેકવિધ વિભાગોમાં અને અનેક કસ્ટમાઈઝેશન સાથે પર્સનલાઈઝ કરી શકાતા વોલપેપર બેકગ્રાઊન્ડમાં આધુનિક વિશ્વના કલાજગતની તસવીરોથી લઈને ફેશન જગત, અનેકવિધ સ્થળો તથા તમારા પોતાના ફોટોગ્રાફ્સનો ઉપયોગ વોલપેપર તરીકે કરી શકવાની સગવડ આપતી આ એપ્લિકેશન મારી મનપસંદ છે, પરંતુ તે ખૂબ જ ડેટા વાપરે છે, વાઈફાઈ અથવા ૩જી માટે તે ઉપર્યુક્ત છે, જ્યાં ૨જીમાં એ અન્ય એપ્લિકેશનના ઈન્ટરનેટ વપરાશ પર અસર કરે છે. છેલ્લા ઘણાંય દિવસોથી મારી મનપસંદ એપ્લિકેશન.

૬. m-Indicator

મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારો પૂરતી જ ઉપયોગી અને સીમીત આ એપ્લિકેશન મુંબઈના મુલાકાતીઓ અને રહેવાસીઓ, એમ બંનેને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. મારી મુંબઈની ગત મુલાકાતમાં એક વાચકના અભિપ્રાયથી ઈન્સ્ટોલ કરેલી આ એપ્લિકેશન મુંબઈની લગભગ બધી જ સુવિધાઓ, કાર્યક્રમો અને મહત્વના બનાવોને આવરીને જરૂરી માહિતી પૂરી પાડે છે. સેન્ટ્રલ, વેસ્ટર્ન કે હાર્બર લાઈનની બધી જ ટ્રેનોના સ્ટેશનો સાથે અચૂક ટાઈમટેબલ અને ભાડા વિશેની માહિતી, બસોનું સમયપત્રક અને ભાડાં, નાટક – સિનેમા વગેરેની માહિતી, ફરવાના સ્થળો, ક્લાસીફાઈડ જાહેરાતો, અગત્યની સૂચનાઓ જેવી અનેકવિધ માહિતી એક જ સ્થળે અહીંથી મળી રહે છે. લોકલ ટ્રેન, બસ, ટેક્સી કે રીક્શાનો ઉપયોગ કરવા માંગતા પ્રવાસીઓ માટે આ ખૂબ જ ઉપયોગી અને હાથવગું સાધન છે.

આપની મનપસંદ અને ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન કઈ છે એ વિશે અમને જણાવશો. આ પહેલાના આ વિભાગના લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૪

  • Pravin. P. Shah

    I’m in USA. My son and his wife are using latest phones like I4, Samsung galaxy etc. While in A’bad I use simple mobile being retired person. Still, at the age of 70 I’m interested about new, systems, stuff and gadgets. Once, I wrote to one Guuju Daily elaborate all those specifications that qualify qualities of smart phones in regard Ram, SD, pixels that make picture more viewable memory aspect in GBs, jelyfilled,processores for speed, but as usual it went un-responded though some news papers like Sandesh/Akila gives occasionally some details. All these also are part of Computers etc. I’m like others interested to know more clearly explained which could be digested by non-techy guys like me.Pl why one should not download much freebees as it is doubted it carries bugs and slows down or damage PCs/phone etc. Pl explain in Guajarati with the more details guiding on all aspects if you feel it worth doing so in the interest of all guys like me.

  • Harish Rathod

    જિગ્નેશભાઈ નમસ્કાર,
    આ અગાઊ, મેં એન્ડ્રોઈડ એપલીકેસન ભાગ – ૧, ૨ અને ૩ ઉપર નજર કરી હતી પણ એ વખતે મારી પાસે સ્માર્ટ ફોન નહોતો એટલે રસ
    નહોતો પડ્યો. પરંતુ તાજેતરમાં મેં સેમસંગ ફોન ખરીદ્યો હોઈ ભાગ ૪ વાંચતાં જ રસ જાગ્યો અને ધ્યાનપુર્વક નજર કરી તો એપલીકેસન વિશેના ગુજરાતીમાં અભિપ્રાય મારી સમજને વધારવા ઉપયોગી જણાયા. આભાર !