નિયમિત અનિયમિતતા… – જીજ્ઞેશ અધ્યારૂ 18


પ્રિય વાચકમિત્રો,

સૌપ્રથમ તો છેલ્લા થોડાક સમયથી અક્ષરનાદની પોસ્ટ અનિયમિત થઈ રહી છે એ બાબતે આપ સૌની ક્ષમા માંગી લઉં. વારંવાર આ અનિયમિતતાનું પુનરાવર્તન થતું રહ્યું છે એ ખૂબ ખેદજનક પણ નિવારી ન શકાય એવી વાત બની ગઈ હતી.

અમારી કંપની તરફથી લડવામાં આવી રહેલ એક અગત્યના કોર્ટ કેસમાં પ્રમુખ ભૂમિકા ભજવવાની જવાબદારી, નવા આવી રહેલ મહાકાય પ્રોજેક્ટ માટેની તૈયારીનો સઘળો ભાર અને સાથે સાથે નોકરીના રોજીંદા કામ તો ખરાં જ… આમ અનેક તરફથી વ્યસ્તતાઓ દ્વારા ઘેરાઈ જવાથી, મહીનામાં લગભગ અઠવાડીયા – બે વખત મુબઈ જઈ મુખ્યાલયમાં કામ કરવા માટેની જરૂરીયાત વગેરેને લીધે અત્યંત ઈચ્છા છતાં અક્ષરનાદ નિયમિત થઈ શક્તી નહોતી.

પોસ્ટની ઉઘરાણી માટે અનેક મિત્રો સતત સંપર્ક કરે છે, અનેક લેખક મિત્રોના પુસ્તકો, લેખક – વાચક મિત્રો તરફથી અનેક કૃતિઓ અને ઈ-પુસ્તક વિભાગમાં મૂકાવા માટે ઘણાં પુસ્તકોનો ભંડાર એકત્ર થયો છે. એટલે હવેથી રોજ રાત્રે મોડેથી પણ એક કલાક ફાળવીને નિયમિતતાને વળગી રહેવું એવી ઈચ્છા આપ સૌની સમક્ષ મૂકીને એક રીતે મારી જાતને એ નિર્ણય સાથે બાંધી રહ્યો છું. સોમવારથી પોસ્ટ્સ નિયમિતપણે આવી શક્શે એવી આશા છે.

આભાર

જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
અક્ષરનાદ.કોમ


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “નિયમિત અનિયમિતતા… – જીજ્ઞેશ અધ્યારૂ

 • Hardik Solanki

  તમે જે કામ અક્ષર્નાદ વેબ્સિતે દ્વારા કરી રહ્યા છો , તે ગુજરાતી વાચક રશીકો માટે ગુજરાતી પુસ્તકો મેળવવાનું સૌથી સરળ માધ્યમ બન્યું છે। તો તમારો ખુબ ખુબ આભાર

 • La'Kant

  તમે કરણીમાં વણિક પૂત્ર નથી ! ,જે જાતને “કમિટ કરી શક્યા “… આભાર ચાહકોને રાહત…એક આશ્વાસન ! આભાર. દિલથી ચાહો તે ચોક્કસ કરી શકાય,અને તેમાં થાક ન લાગે.- લા’કાન્ત / ૨૧-૧-૧૩

 • Bhavesh Jethava

  આભાર જિગ્નેશભાઇ તમારિ સાહિત્ય પ્રત્યેનિ નિશ્ટાને નમન.

 • Pushpakant Talati

  આભાર જીગ્નેશભાઈ; – આપની ઈચ્છાશક્તિ ને સલામ.

  વ્યસ્તતા વચ્ચે પણ સાહિત્યસેવાના કામને વળગી રહેવા સબબ આપ ધન્યવાદનાં ખરા અધિકારી છો.

  હું એક મલ્ટીનેશનલ કમ્પનીમાં લીગલ શાખા નો હવાલો એકલે હાથે સંભાળુ છું એટલે આપની પરિસ્થિતી સમજી શકું તેમ છું. “કાયદો” એ મારો વિષય હોય હું જો આપને મદદ કરી શકું તો મને આનન્દથશે – તો યોગ્ય લાગે તો ઈ-મેઇલ દ્વારા સંપર્ક કરશોજી. . સંપર્ક માટે અન્ય માધ્યમનો પણ ઉપયોગ ત્યારબાદ શક્ય થઈ શકશે અથવા કરી શકશો

  આપને એક મિત્ર તરીકે કોઈ પણ મદદ કે સેવાની તક પુરી પાડવા ની તક આપશો તો મને ખુશી થશે અને હું આપનો અભારી થઈશ.

  આપનો વિશ્વાસુ.
  પુષ્પકાન્ત એમ. તલાટી

 • Vjoshi

  જિગ્નેશભાઈ,
  નમસ્કાર
  તમને મળેલી રચનાઓ અક્ષ્રરનાદ ઉપર મુકવાના કામમાં સહાય કરવા મારી તૈયારી છે. મને ઈમેલ મોકલશો તો આ બાબત વધુ ચર્ચા કરી શકાશે.

  સાભાર્,
  વિજય જોશી

 • hansa rathore

  વાંચવા મળે એ આન્ંદ ની વાત . મોડું વહેલું વાંધો નહીં…આજ્ના સમયમાં સમય મેળવવો અઘરો પડે જ…રાહ જોશુ ..

 • hardik yagnik

  સાહેબ આપ હ્ંમેશા અમને ક્ંઇક નવુ પિરસતા રહો છો એમા વાર પણ થાય્. અમે સમજી શકિયે છીયે. આપની વ્યસ્તતા વચ્ચે આપ આપણી ભાષાની આ પ્રકારે સેવા કરી રહ્યા છો એજ સરાહનિય વાત છે.. અક્ષરનાદને અનેકાનેક સલામો…

 • Harish Rathod

  જિગ્નેશભાઈ,
  ઘણા સમયઠિ લખિ શકાતુ નથિ અને લેખો વાચિ સકાતા નથિ તો શુ તક્લિફ છે ?

 • ASHOK M VAISHNAV

  શોખ, વ્યવસાય અને અંગત જીવનને સતુલિત કરવું એ તો ત્રણ તેજીલા તોખાર પર સવારી કરવા જેટલું કપરૂં કામ છે.
  આથી, કોઇપણ બહુ જ આકરો પડી જાય તેવૉ ધ્યેય હાથમાં લ ઇ અને તે માટે મચી પડવામાં જોખમ તો છે.
  હા, અમે તો તમારી આ યાત્રાના સાથી છીએ. તમે જે ક્ંઇ નક્કી કરશો, તેમં અમારો સાથ સમજશો.

 • Maheshchandra Naik

  અમારી સૌ વાંચકોની શુભકામનાઓ આપની સાથે જ રહેશે,સફળતા મળશે જ,આપનો આભાર,અક્ષરનાદ નિયમીત થઈ જશે એવી મારી શુભકામનાઓ………….

 • P.K.Davda

  આ વાતમાં ઘણા લોકોને ઘણું બધું શીખવા જેવું મળશે, મને તો જરૂર એક અનુકરણીય દાખલો મળ્યો. જીવનના ઘડતર માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે.
  -પી.કે.દાવડા

 • durgesh oza

  આપે આપની ફરજમાં વ્યસ્તતા દાખવી એમાં કોઈને વાંધો ન જ હોય તમારી સાચી લડતમાં સફળતા મળે એવી શુભેચ્છા.