સાહિત્યકાર મુજબ સંગ્રહ... : આનંદ રાજ્યગુરૂ


પ્રથમ મિત્ર પોતે… – આનંદ રાજ્યગુરૂ 8

“મને કોઇ સમજતું નથી” , “મનેકોઇ સમજવા પ્રયત્ન કરતું નથી.” આવા વાક્યો સાથે પોતાની હતાશા ને વ્યક્ત કરનારા લોકો સમાજમાં ઠેરઠેર જોવા મળે છે. અને આપણે ખુદ પણ એમાંના એક જ હોઇએ છીએ. હંમેશા સામેની વ્યક્તિ જ મને સમજવાનો પ્રયત્ન કરે એવી અપેક્ષા હર કોઇની હોય છે. કારણકે પોતે તો સર્વગુણ સંપન્ન હોય છે ને! સામેની વ્યક્તિ મને સમજતી નથી એ કેવી રીતે ખબર પડી? કેમકે એના મનમાં તો આપણે ઘૂસ્યા જ નથી. અને વળી કદાચ એમના દૃષ્ટિકોણથી જોઇએ તો એ પણ આપણા જેવું જ વિચારતા હશે. તો વાંક કોનો? હર કોઇ પોતાની છબીને આદર્શ ગણીને સમાજમાં મૂકવા ઇચ્છશે તો આવી જ બન્યું ! એ તો એવું બનશે કે શ્રોતા વગરના વક્તા. કેમકે જે વ્યક્તિ પોતે જ પોતાને ઉત્તમ માને છે તેને સામેવાળાને મહત્ત્વ આપવું શું કામ ગમે? અને આ પ્રશ્ન જીવન પર્યંત વારંવાર ઉપસ્થિત થયા કરે કે મને કોણ સમજશે?