સાહિત્યકાર મુજબ સંગ્રહ... : તરૂણ મહેતા


પુસ્તક સમીક્ષા : ‘અર્થના આકાશમાં’ – તરૂણ મહેતા 2

સંવેદનનો સૂરીલો તાર જ્યારે રણઝણે ત્યારે હદય કોઇ ભાવપ્રદેશનું સહયાત્રી થતું હોય છે, ત્યારે માણસ વિશેષણમુક્ત વિહાર કરી શકે. આ સંવેદનાની પ્રબળતા માણસને એક જ ચમત્કારે જાતિ, વય અને ભૌતિક આવરણોથી અનાવૃત કરે છે ભાવનગર ગઝલકારોની ભૂમિ છે અહીં અનેક ગઝલકારો – ગુજરાતી સાહિત્યમાં જેમનું આદરથી નામ લેવાય તેવાં કેટ્લાંક અસ્તિત્વ થયાં છે. આ સુવર્ણરેખા આજે પણ તેટલી જ પ્રબળતાથી આગળ વધી રહી છે. લગભગ 2010 – 2011ના ગાળામાં એક એવું જ નામ આપણી સમક્ષ આવે છે.. શ્રી જીજ્ઞા ત્રિવેદી…!

વ્યવસાયે શિક્ષક એવાં જીજ્ઞાબેન ત્રિવેદી એ 2010 થી સર્જનયાત્રાનો આરંભ કર્યો અને ત્યારબાદ ગઝલના પરીક્ષણ માટે ભાવનગર સ્થિત એકમાત્ર ગઝલ સ્કુલમાં સંવેદનતંત્રને ઘાટીલું બનાવવાનો પ્રયત્ન કર્યો. વરિષ્ઠ અધ્યાપકો અને સર્જક ચેતનાની વચ્ચે આ કવયિત્રીનું સર્જન વધુ ખીલતું ગયું, એના પરિપાક રૂપે ભાવકપક્ષે એક ગઝલસંગ્રહ મળ્યો છે :’અર્થના આકાશમાં’ આજે માણીએ શ્રી તરૂણ મહેતા દ્વારા આ સંગ્રહનો રસલક્ષી અભ્યાસ.


નરસિઁહ મહેતાનું જીવન અને કવન – તરુણ મહેતા (Audiocast) 20

શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ વિસ્તૃત લેખ એક ખૂબ સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટ….


(ગુજરાતની ભજનપરંપરા ) ધુમ્રસરોને દૂર કરતી અખંડ જ્યોત ભાગ ૧ – તરુણ મહેતા 4

આજે પ્રસ્તુત છે ગુજરાતની ભજનપરંપરા અને પાટ ઉપાસના સંદર્ભે પ્રસારભારતી – દૂરદર્શન રાજકોટમાં કાર્યરત મિત્ર શ્રી તરુણભાઈ મહેતાનો આ વિશિષ્ઠ લેખ. આપણી ભજનપરંપરા અને તેના અસ્તિત્વની વિવિધ આધારભૂત તથા સંદર્ભિત વાતો સાથે તેમણે આ પ્રયત્ન કર્યો છે. ભજનનો એક અર્થ ‘છોડવું’ પણ થાય, જીવનની અનેક વિટંબણાને બાજુ પર મૂકી સંતોના વચનમાં શ્રદ્ધા ધરીને ઉપાસના થતી. આપણી આ જ ભજનપરંપરા વિશે વિગતે જાણીએ


‘કિલ્લોલ’ સંસ્થા : જીવનતીર્થની ઝલક – તરૂણ મહેતા 8

યુવાવસ્થા એ સ્વપ્ન જોવાની અને સ્વપ્ન સાકાર કરવા માટેની, સંઘર્ષ કરવાની અવસ્થા છે. આ અવસ્થા દરમ્યાન વ્યક્તિ પોતાની ઓળખ બનાવવા મથતો હોય છે. દરેક યુવક યુવતીના મનમાં આ સમયે બે બાબતો એક સાથે ઉજાગર થવા પામે છે. તેમાં પ્રથમ તેની કારકિર્દી અને બીજું તેનું લગ્ન જીવન. સારી નોકરી અને યોગ્ય પાત્રની પસંદગી આ સૌથી મોટું લક્ષ્ય હોય છે. પરંતુ કેટલાક યુવક યુવતીઓ અલગ સ્વપ્નો જોઈ નવી કેડી કંડારે છે. આવાં જ એક દંપતિની વાત કિલ્લોલ કૅમ્પસના માધ્યમથી કરવી છે. તે છે ગોપાલભાઈ તથા કૃષ્ણાબેન ભરાડ. તેમના દ્વારા સંચાલિત બાળ શિક્ષણ સંસ્થા ‘કિલ્લોલ’ વિશે તરૂણભાઈ મહેતા દ્વારા આલેખિત આ પરિચય લેખ પ્રસ્તુત છે.


ધૂની માંડલિયાના કાવ્યસંગ્રહનો આસ્વાદ લેખ – તરુણ મહેતા 5

સર્જક ધૂની માંડલિયા થકી ગુજરાતી ગઝલોને પણ નવાં સ્થિતંતરો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી ગઝલકારોમાં પરંપરાનો આદર કરીને પણ આધુનિક ગઝલક્ષેત્રે જે નવોન્મેષો પ્રગટ થયાં છે, તેમાં ધૂની માંડલિયાનું નામ પુરા આદર સાથે લેવું પડે તેમ છે. અગાઉ “તારા અભાવમાં…” સંગ્રહથી ગુજરાતી ગઝલક્ષેત્રે પ્રસ્થાપિત થયેલ આ શાયરનો આ બીજો ગઝલ સંગ્રહ છે. ‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’ સંગ્રહની પ્રથમ આવૃતિ ૧૯૮૨માં પ્રગટ થઈ. ૮૨ના દાયકામાં પ્રગટ થયેલી ગઝલોને આજે ૨૦૧૦માં પણ એટલી જ તરોતાજા અનુભવી શકાય તેમ છે. આજે પ્રસ્તુત છે શ્રી ધૂની માંડલિયાના આ કાવ્યસંગ્રહનો તરુણ મહેતા દ્વારા આસ્વાદ લેખ.


ગીરમાં ત્રીજા નેત્રની પ્રસાદી – તરુણ મહેતા. 4

ગીરની અમારી મુલાકાતોનું વર્ણન તો અક્ષરનાદ પર ઘણીય વખત માણ્યું છે, પરંતુ આજે માણીએ શ્રી તરુણભાઈ મહેતાની એક અછડતી પરંતુ ખૂબ યાદગાર મુલાકાત નું વર્ણન. જો કે ફક્ત સિઁહ જોવા જ ગીરમાં જવું જોઈએ એવી માન્યતાઓની વિરુદ્ધમાં તેમણે પ્રકૃતિદર્શનની વાત પણ કરી છે, દરેક ગુજરાતી માટે એક વખત અચૂક લેવા જેવો અવસર એટલે ગીરનું સિંહ જોવાની આશા સિવાયનું ફક્ત પ્રકૃતિદર્શન માટેનું ભ્રમણ. સામાન્ય રીતે નેશનલ પાર્કમાં સિંહ જોવા આવતા મુલાકાતીઓને સોરઠી સંસ્કૃતિનો અછડતો પરિચય પણ થતો નથી, એવામાં આ પ્રકારની મુલાકાતો એક આગવું નજરાણું બની રહે છે.


પાર્થની આંખે મત્સ્યવેધની ઘટના.. ‘પછી’ – તરૂણ મહેતા 6

કવિ શ્રી હરેશભાઈ ત્રિવેદીના સુંદર કાવ્યસંગ્રહ ‘પછી..’ નું વિમોચન થોડાક દિવસ પહેલા મહુવામાં પૂજ્ય શ્રી મોરારિબાપુ અને ગુજરાતના જાણીતા હાસ્યકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીના વરદહસ્તે થયું. આ પ્રસંગે એક કાવ્યગોષ્ઠિનું પણ આયોજન થયું હતું. અક્ષરનાદને આ સંગ્રહ ભેટ આપવા બદલ શ્રી અલ્પ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. શ્રી હરેશભાઈની સર્જનાત્મકતા આમજ વિકસતી – મહોરતી રહે તેવી અમારા અને અક્ષરનાદના અનેક વાંચકો વતી શુભકામનાઓ. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહનો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે. શ્રી હરેશભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે (પહેલાની રચનાઓ માટે અહીં ક્લિક કરો). આશા રાખીએ કે આ કાવ્યસંગ્રહના નામમાં છૂપાયેલા પ્રશ્ન ‘પછી..’ નો ઉત્તર તેમની કલમ આવા વધુ સુંદર સંગ્રહો વડે આપતી રહે.


ચાલો ગઝલ શીખીએ (ભાગ ૧) – તરૂણ મહેતા (ગઝલની પૃષ્ઠભૂમી) 14

અક્ષરનાદ પર ગઝલ કેમ રચાય, તેની વિગતવાર સમજ આપતા લેખો મૂકવાની ઈચ્છા લાંબા સમયથી હતી. દરેકે દરેક વિગતનો ઝીણવટથી અભ્યાસ કરવા મળે, લઘુ ગુરૂ અક્ષરોની સમજ અને વિવિધ નિયમો તથા અપવાદોથી શરૂ કરીને ગઝલના વિવિધ અંગો જેમ કે રદીફ, કાફિયા, મત્લા, મક્તા, વિવિધ છંદો અને તેમનું ગણવિભાજન, છંદોના નિરૂપણની વિગતવાર સમજ, ગઝલમાં આવતા દોષો વગેરે વિશે વિગતવાર લખી શકાય અને તેની સાથે સાથે સર્જનના વિવિધ તબક્કાઓનું ઉદાહરણો દ્વારા નિદર્શન કરી સમજ મેળવી શકાય તેવો હેતુ ધ્યાનમાં રાખીને આ લેખમાળા શરૂ કરી રહ્યાં છીએ. ગઝલરચનાનાં વિવિધ વિષયો પરત્વે જાણકાર અને અધિકારી વ્યક્તિઓ દ્વારા માર્ગદર્શન મળે તો સોનામાં સુગંધ ભળે. આ વિષય પરત્વે પ્રાથમિક ચર્ચા કરતા ઘણાં આદરણીય પ્રસ્થાપિત ગઝલકારોએ પ્રોત્સાહન આપ્યું અને માર્ગદર્શન આપવાની સંમતિ આપી તેના લીધે જ આ લેખમાળા શરૂ કરી શકાઈ છે.


પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવી આશાનું કિરણ : તોતો ચાન – તરૂણ મહેતા 4

મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. તોતો ચાન પુસ્તકનું બાળમાનસ પરિચય અને બાળ શિક્ષણ ક્ષેત્રે એક આગવું સ્થાન છે અને એ પુસ્તક વિશે, તેના મુખ્ય પાત્ર એવી તોત્સુકો કુરોયાનગી ની અનુભવની સચ્ચાઈ વિશે અહીં સુંદર વિવરણ છે. તેને પ્રાથમિક શિક્ષણના સંસ્મરણોનો સાચો ગ્રાફ પ્રસ્તુત કર્યો છે. તેણીને જગતભરનાં માતા પિતાને તેના બાળકોને અપાતા શિક્ષણની પધ્ધતિ અંગે ઘણું કહેવું છે. તેણે કેટલુંક બહુંજ અગત્યનું ખૂબ સહજભાવે કહી દીધું છે. આ નવલકથામાં ભાષા પ્રપંચ નહીં, પરંતુ અનુભવની સચ્ચાઈનો રણકો છે. આ સુંદર પુસ્તક્ની સમીક્ષા બદલ શ્રી તરૂણભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર. આશા છે આવા સુંદર લેખો તેમની કલમથી આગળ પણ મળતા રહેશે.

તોતો ચાન

નરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) – તરૂણ મહેતા 10

આજથી સાડાપાંચસો વર્ષ પૂર્વે ભાવનગર મુકામે એક દિવ્ય ચેતનાનો પ્રાદુર્ભાવ થયો. સામાન્ય બ્રાહ્મણ કુંટુંબમાં જન્મેલાં નરસિંહ મહેતા જુદાજુદા સ્વરૂપે આપણી વચ્ચે વિદ્યમાન હતાં. જીવનના સંદર્ભે તો નરસિંહ સાથે અનેક કિવદંતીઓ જોડાયેલી છે પરંતુ ખરા અર્થમાં નરસિંહ તો ભક્ત- કવિ તરીકે પોતાની અમર છાપ મૂકી ગયા છે. શ્રી તરૂણ મહેતા દ્વારા રચાયેલ “નરસૈયાં” નરસિંહ મહેતા વિશેનો આ ચરિત્રાત્મક નિબંધ આજે આપ સૌ માટે પ્રસ્તુત છે.


સવાલ મુઠ્ઠીભર અજવાળાનો – તરૂણ મહેતા 12

તરુણભાઇ મહેતાની કલમે આજે માણો કવિ શ્રી ગૌરાંગ ઠાકરના ગઝલ સંગ્રહ ‘મારા હિસ્સાનો સૂરજ’ નો આસ્વાદ. શ્રી ગૌરાંગ ઠાકર વ્યવસાયે સિવિલ ઇજનેર છે, પરંતુ એક ઇજનેરના વ્યવસાય સાથે તેમણે જે રીતે ગઝલના બાંધકામ કર્યા છે તે કાબિલેદાદ છે. માણો આજે આ સૂરજની પ્રતિભા.


વિદ્યા સહાયકોને – તરૂણભાઈ મહેતા 9

( વિદ્યા સહાયકોને ) વટ જાય છે પડી, – ટૂંકા પગાર માં ! નોકરી એવી મળી – ટૂંકા પગાર માં ! આજે નહીં તો કાલે જશે નક્કી વધી એ જ આશા ફળી  – ટુંકા પગાર માં ! કરીયાણા કરતા કટલરીનું બીલ ગ્યું વધી એવી જ શ્રીમતી મળી, – ટૂંકા પગાર માં ! એક સાંધો ત્યાં તેર તૂટી જાય છે, આફત એવી પડી, – ટૂંકા પગાર માં ! સરકાર અમને સાચવે એટલું ઘણું, બીજાની અમને શી પડી, – ટુંકા પગાર માં !  – તરૂણભાઈ મહેતા


કવિ થવું એટલે – તરુણભાઈ મહેતા 5

દરેકના જીવનમાં ધારેલી બધીજ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એવું કાંઈ નથી. દરેકને કોઈક વાતનો અભાવ તો રહેવાનોજ. પરંતુ કવિ બનવું તે નાની સૂની વાત નથી. આમ તો દરેક વત્તા ઓછા અંશે કવિ તો હોય જ પરંતુ તેની કલ્પનાશક્તિ કુંઠિત કરી દેવામાં સમાજનો ખૂબ મોટો ફાળો છે. એમ છતાં નીવડેલા કવિને સમાજ ઈનામ અકરામોથી નવાજે છે. કવિને પ્રથમ ઈનામ તો દર્દ – ઝખ્મો અને સહનશક્તિનું મળે છે. સમાજ, ગામ અને ઘરનાં સભ્યો ખુદ ઘરવાળી પણ તેને છટકેલ મગજનો ગણે છે. ઘણી વખત તેના મગજ હોવા અંગેની અફવા પણ તે ફેલાવે છે. પણ એ જ ઘરવાળી જ્યારે પરણી ન હોય ત્યારે કવિને “કવિ” બનાવવાના મૂળમાં રહેલી હોય છે. એથીજ કવિઓ પોતાના સંગ્રહમાં કોપીરાઈટના હક્કો ઘરવાળીના નામે જ કરી દેતા હોય છે. આમ તો માણસ માત્રમાં ઉદારતા રહેલી હોય છે. સામાન્ય માણસ બેન્ક બેલેન્સ, મકાન કે મીટર ઘરવાળીના નામે કરે છે, જ્યારે કવિ તો પોતાની વિચારોની મૂડી પણ ઘરવાળીના નામે કરી તેના નિર્દંભ વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. કવિ હોવા માટે કવિ કહેવડાવવું આવશ્યક છે. જેમ કે તેમાં પ્રેમિકા અને પત્નિ કવિ તરીકે ઓળખે તેમજ પ્રસ્થાપિત કવિ થઈ શકાય. મારા ઘણા મિત્રો કવિ છે પરંતુ જાતને કવિ તરીકે ઓળખાવવા જેટલા અપલક્ષણોના અભાવે તેની કવિતા ડાયરીના પાનાની શોભા વધારી બાળમરણ પામી છે અથવા તો પોતે અગરબત્તીની જેમ બળીને અન્યની નાસિકા સુધી ગાંઠીયા અને ચટણી જેવા નયનરમ્ય અને મનોહર ફરસાણની સુવાસ પાથરનાર બની રહે છે. આમ તો સહન કરે તે સંત, રાજી થાય તે ઋષિ. કવિને સંસ્કૃતમાં कविभीः परिभू स्वयंभू मनीषी કહીને ઋષિ સમાન ગણાવ્યા છે, કારણકે મોહ માયા ન મળવાથી સહજ ત્યાગ વૃત્તિ સાધ્ય બની […]


ગુજરાતી સામયિકો, સાહિત્ય અને સંપાદકો – તરૂણ મહેતા 10

( મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. અધ્યારૂ નું જગત માટે ગુજરાતી સામયિકો વિશે આ લેખ તૈયાર કરી આપવા બદલ તેમનો ખૂબ આભાર. આશા છે આમ જ આપના લેખો આગળ પણ મળતા રહેશે.) કોઈપણ ભાષાનું સામયિક તે ભાષાનું ઐતિહાસીક દસ્તાવેજ બની રહે છે. સાહિત્ય સામયિકની આપણે ત્યાં એક ઉજ્જવળ પરંપરા છે. તેમાંથી આપણને સાંપ્રત અને જીવંત સાહિત્યના સંપર્કમાં જે વૈચારિક સ્પંદનો ઝીલાયા હોય તેનો હિસાબ મળી રહે છે. સાહિત્ય સામયિક બહુઆયામી ફાયદો આપનાર છે. જેમાં સંપાદકની રસ રુચી, જીવંતતા અને પસંદગીને મોકળુ મેદાન મળે છે. આપણે ત્યાં ચાલતા સંપાદકોના અહમને પોષતા અને કવિત્વને જાણ્યા વિના જ કવિ બનાવી દેતાં સામયિકોની સંખ્યા વધારે છે. નિસ્બતથી એક વૈચારિક આંદોલન જન્માવતા સામયિકોને સ્પર્ધામાં ટકી રહેવા માટે નવા કીમિયાગરને શોધવો રહ્યો. તો બીજી તરફ ઈશ્વર પેટલીકર કહે છે કે “હું “સંસાર” નો તંત્રી થયો ત્યારે કેટલાક લેખકો મને લખતા કે અમારૂ લખાણ તમે નહીં છાપો તો અમને પ્રોત્સાહન શી રીતે મળે? હું એમને લખતો કે તમને પ્રોત્સાહન મળે એ માટે હું માસિક નથી ચલાવતો. હું વાચકો માટે માસિક ચલાવું છું. જો વાચકોને અનુકૂળ આવે એવું તમે લખતા હો તો તમારા કરતાં મને ગરજ વધારે છે. ” (સમાજધર્મ પૃ. ૧૯) ગુજરાતી સાહિત્યમાં ચાલતા સામયિકોને માટે ક્યાંક મધ્યાહને સૂર્ય તપે છે તો ક્યાંક ઢળતી સાંજ છે. આ બધાનું મુખ્ય કારણ કોઈ એક ન હોય પણ સંપાદકના વ્યવહારો સામે ગુજરાતી વાચકોની મફત અને માનભેર સામયિક મેળવવાની વૃત્તિ જવાબદાર છે. […]