પુસ્તક સમીક્ષા : ‘અર્થના આકાશમાં’ – તરૂણ મહેતા 2
સંવેદનનો સૂરીલો તાર જ્યારે રણઝણે ત્યારે હદય કોઇ ભાવપ્રદેશનું સહયાત્રી થતું હોય છે, ત્યારે માણસ વિશેષણમુક્ત વિહાર કરી શકે. આ સંવેદનાની પ્રબળતા માણસને એક જ ચમત્કારે જાતિ, વય અને ભૌતિક આવરણોથી અનાવૃત કરે છે ભાવનગર ગઝલકારોની ભૂમિ છે અહીં અનેક ગઝલકારો – ગુજરાતી સાહિત્યમાં જેમનું આદરથી નામ લેવાય તેવાં કેટ્લાંક અસ્તિત્વ થયાં છે. આ સુવર્ણરેખા આજે પણ તેટલી જ પ્રબળતાથી આગળ વધી રહી છે. લગભગ 2010 – 2011ના ગાળામાં એક એવું જ નામ આપણી સમક્ષ આવે છે.. શ્રી જીજ્ઞા ત્રિવેદી…!
વ્યવસાયે શિક્ષક એવાં જીજ્ઞાબેન ત્રિવેદી એ 2010 થી સર્જનયાત્રાનો આરંભ કર્યો અને ત્યારબાદ ગઝલના પરીક્ષણ માટે ભાવનગર સ્થિત એકમાત્ર ગઝલ સ્કુલમાં સંવેદનતંત્રને ઘાટીલું બનાવવાનો પ્રયત્ન કર્યો. વરિષ્ઠ અધ્યાપકો અને સર્જક ચેતનાની વચ્ચે આ કવયિત્રીનું સર્જન વધુ ખીલતું ગયું, એના પરિપાક રૂપે ભાવકપક્ષે એક ગઝલસંગ્રહ મળ્યો છે :’અર્થના આકાશમાં’ આજે માણીએ શ્રી તરૂણ મહેતા દ્વારા આ સંગ્રહનો રસલક્ષી અભ્યાસ.