રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૬) – નેહા રાવલ 3
કશુંક પણ જોવું હોય તો અટકી જજો. જોઈ લેજો. પછી આગળ ચાલજો. ચાલતા રહીને જોવાની લાલચ ન કરતા. આગળ વધવાનું કદાચ થોડું મોડું થશે..
કશુંક પણ જોવું હોય તો અટકી જજો. જોઈ લેજો. પછી આગળ ચાલજો. ચાલતા રહીને જોવાની લાલચ ન કરતા. આગળ વધવાનું કદાચ થોડું મોડું થશે..
સોનેરી લાઇટમાં એ ખૂબ જ સુંદર લાગતું હતું. સોનાનું મંદિર અને એના ચોગાનમાં માર્બલની કારીગરી- જાણે કોઈ સુવર્ણ નગરી
ઝરુખે બેઠેલી રાણી યુદ્ધથી પાછા ફરતા પોતાના ભરથારની રાહ જોતી હશે ત્યારે શું આ સુંદરતા કે આ પ્રકૃતિ એને બહેલાવી શકતી હશે! આવા અગણિત વિચારોનું ભાથું બંધાતું જાય
આગળ ચાલવું, ચાલતા રહેવું એ જ જાણે એ સમયે જીવનનું એક માત્ર કાર્ય હતું. બીજું કશું જ મનમાં આવતું ન હતું. ચાલો. ચાલતા રહો. ખૂબ થાકો ત્યારે જરાક થોભો. બેસી જવાથી થાક બેવડાઈ જતો હતો.
એક જ મોટા હૉલમાં પડદા કરી લેડીઝ-જેન્ટ્સના અલગ રોકાણની સગવડ કરી હતી પણ લેડીઝના વિભાગમાં લાઇટ ન હતી. થાક એવો હતો કે લાઈટ-પાવરની પરવા કર્યા વગર બધાં આડા પડ્યા.
ટ્રેકિંગ કથાનો આરંભ થાય છે એક ફોન કોલથી. મારી દીકરી શૈલીને ટ્રેકિંગના બેઝકેમ્પ પર મુકવા જવાની ઇન્ક્વાયરી માટે મેં કરેલો એક કોલ..
એક વાતે હું ગર્વ લઈ શકું કે મારા અસ્તિત્વ વિશે અને એને દૂર કરવાના ઉપાય વિશે લોકો હજુ પણ ડોકટરો, ડાયેટીશીયનો કે પછી જીમ સુપરવાઈઝર્સ પર વિશ્વાસ કરે છે. પણ હજુ સુધી કોઈ બાબા કે તાંત્રિકે એવી જાહેરાતો નથી કરી કે ‘વર્ષો જૂની ફાંદથી છુટકારો મેળવો. પંદર દિવસમાં ઉકેલ નહિ તો પૈસા પરત.’
મારા પાગલ સપના અને ઘેલી કલ્પનાઓમાં તને વિચારીને જે પળો જીવી લઉં છું એ લંબાવી શકું એના પ્રયત્નોમાં તને લખતી રહું છું. મને ખબર છે, તું લખતો ભલે નથી પણ વિરહની આ બધી જ પળો તને પણ એટલી જ તીવ્રતાથી ઘેરી વળતી હશે ને!
જો ભગવાન કશુંક માંગવાનું કહે તો હું અઢળક મોહ માંગુ. મોક્ષ લઈને શું કરીશું? તારી આંખોના સાત દરિયામાં મારી નાવ વહેતી મૂકું પછી એ જ્યાં પહોંચે એ જ મોક્ષ ન કહેવાય?
બે વ્યક્તિ ભેટે એ પહેલા એમની ફાંદ ભેટી લેતી હોય છે ને! તકલીફ એ પણ ખરી કે તારા માલિકોને નાડાંવાળાં કપડાંનું નાડુ ક્યાં બાંધવું એ મૂંઝવણ યક્ષપ્રશ્ન જેવી જ હોય છે.
ઘરની અને પપ્પાની વાર્તાઓની દુનિયા અને બહારની સંઘર્ષોથી ભરેલી દુનિયા વચ્ચે તું હંમેશા સેતુ બની રહી છે. સેતુ જ કેમ, તું બારી જ છે.
જમનાદાસની ઘારી જેવી મીઠ્ઠી, સુરતીના લોચા જેવી તીખી, બાબુભાઈની ભેલ જેવી ચટપટી, લશ્કરીના ભજીયા જેવી ગરમાગરમ, સુરતી પોંક જેવી અનોખી, તાપી જેવી વહેતી અને દરિયાને પણ ખારામાંથી મીઠો કરતી આપણી દોસ્તીની વાતો સાથે ફરી મળીશું.
તારા પત્રો એકસામટા ખોલીને બેઠો છું. એવું લાગે છે કે આસપાસનું બધું જ રંગાઈ ગયું. તું ભલે મને પ્રિઝમ કહે, અત્યારે તો તારા શબ્દો રંગોનું વાદળ બની મારી હોળીની કસર પૂરી કરી રહ્યા છે. વધુ નથી લખતો. તારા માટે એક મુઠ્ઠીમાં કેસુડાંનો રંગ અને બીજામાં મારો કલબલાટ ભરી બહુ જલદી તને રંગવા આવીશ.
થોડી મારા ગાલની ગુલાબી સુરખી મોકલું છું,
થોડું તારું ભૂખરી આંખોમાં ડૂબેલું મારી આંખોનું અજવાળું મોકલું છું,
તારું નામ લેતા, બોલતા, લખતા કે શ્વસતા નીચી ઝૂકેલી પાંપણોની શરમ મોકલું છું,
મારા સૂકાભઠ્ઠ ખાખરા પર ઉગેલા તારા અસ્તિત્વના કેસૂડાં મોકલું છું.
આથી વિશેષ તે શું હોળી હોય, અસ્તિત્વને રંગી દે એવી!
ચૉકલેટ તરફ જોતી બાળકની આંખને ઓળખવાનો, પાંચ પૈસાની ચૉકલેટ પહેલીવાર ઉધાર મળે ત્યારે બાળક વ્હેત ઊંચું ચાલે એ જોવા માણવાનો મોકો તમને કેવો મળ્યો હશે? આંસુને સ્મિતમાં પલટાવતી કેટલીય પળો તમે માણી હશે ને!
उस किताब में
एक ऐसा सूरज उगे,
जिसकी चिनगारी तुम्हारी फूंकी हुई सिगारेट को जिन्दा कर दे
और मेरे भीतर जल रही आग को हवा दे कर सूरज बना दे,
जिसके उजाले में हम हमारे सारे ख्वाबो को हकीकत में तबदील होते देख सके।
‘फिर हाथ की कलम से, कागजों पर सरसराहट होने लगी, और जाने कितनी नज़्मे – पानी में बहेते हुए पेड़ो के पत्तो की तरह कागज़ों पर झड़ने लगी…’ આવું વાંચતા એમ થાય કે આ તો જાણે આપણી જ વાત કહી રહ્યા છે. જગતના દરેક સમયના દરેક પ્રેમીઓનાં DNA એકસરખા હોતા હશે?
તને આ પત્ર લખું છું એ દરેક ક્ષણે હું ફરીફરીને એ સમય જ તો જીવી રહી છું, લખવું તો બસ એક બહાનું છે!તું માત્ર કોઈ મકાન કે જગ્યા નથી, મારા બાળપણનો એક ટુકડો છે. જે નાનીનાની યાદોથી સિવાઈ સિવાઈને મારી ગોદડી બની ગયું છે. હું જયારે પણ એને ઓઢી લઉં… એ સમયની હુંફ મને ઘેરી વળે છે!
એ ય… સાંભળને,
તને કશુંક કહેવું છે.
તને ઘણુંબધું કહેવું છે.
તને કહેવું છે કે જયારે પણ તને કશુંક કહેવા જાઉં ત્યારે તારો ચહેરો મારી આંખો સામે આવે અને મારે જે કહેવું હોય એ જ વાત એ પૂછે!
ના,આ શબ્દથી સામાન્ય રીતે પ્રેમપત્રો શરુ નથી થતા. તમે જેવો વિચાર્યો હતો એવો આ પત્ર પણ નથી. પણ આજે હું તમને સહુને લખી રહી છું. આ પ્રેમ પત્ર જ છે, પણ મારા પ્રેમ વિશે છે, પ્રેમીને સંબોધીને નહિ! પછી તમે નક્કી કરજો, એ પ્રેમપત્ર છે કે નહિ?
એવું સાંભળ્યું હતું કે દરેકને પોતાના કર્મો અહીં જ ભોગવવા પડે છે. કદાચ એ ન્યાયે જ અમારા લમણે આ અંગ્રેજી માધ્યમની શાળાના ગુજરાતી ભાષાના શિક્ષક બનવાનું લખાયું હશે. બાળપણમાં કરેલી અનેક લેખન ભૂલો, ભાષા પ્રત્યેની બેદરકારી અને જોડણી વિષે કરેલા આંખ આડા કાન… બધાયનો હિસાબ સરવાળે અહીં જ થશે એવી ત્યારે ક્યાં ખબર હતી? પણ ઉફ્ફ…. આ વિદ્યાર્થીઓ! આટલી ખરાબ ભાષા? આ લોકોનું લેખન જોતા અમુક અક્ષરો તો નામશેષ થઇ ગયાનો ભ્રમ જ થયો? ક્યા છે પેલો ‘ણ..’ ફેણનો અણઅ….. જે લહેકાથી ગાતા હતા? હવે તો ‘આપણે’ માં પણ ‘આપડે’ થઈને ‘ણ’ નો ‘ડ’ થઇ ચાલ્યો? અને પેલો ‘નળ’ નો ‘અળઅ..?’ એ તો જાણે ગાયબ જ થઇ ગયો? નળ દમયંતીના આખ્યાનમાં ઉડી જતા હંસોની માફક એ જાણે ક્યાં ઉડી ગયો? આ પરીક્ષાના પેપર તપાસતા તપાસતા આંખે અંધારા છવાઈ ચાલ્યા. વિદ્યાર્થીઓ આ શું લખી રહ્યા છે? અમે શું આટલું ખરાબ શીખવ્યું હતું? શું આ લાંછન વિદ્યાર્થીઓ પરનું છે કે એક શિક્ષક પર? તો દૂર કાઢવાનો ઉપાય ? હે પ્રભુ? શું કરું?
We use cookies to improve your experience on our site. By using our site, you consent to cookies.
Manage your cookie preferences below:
Essential cookies enable basic functions and are necessary for the proper function of the website.
These cookies are needed for adding comments on this website.
Statistics cookies collect information anonymously. This information helps us understand how visitors use our website.
Google Analytics is a powerful tool that tracks and analyzes website traffic for informed marketing decisions.
Service URL: policies.google.com (opens in a new window)
Marketing cookies are used to follow visitors to websites. The intention is to show ads that are relevant and engaging to the individual user.
Pinterest Tag is a web analytics service that tracks and reports website traffic.
Service URL: policy.pinterest.com (opens in a new window)
X Pixel enables businesses to track user interactions and optimize ad performance on the X platform effectively.
Service URL: x.com (opens in a new window)