Daily Archives: July 27, 2019


જોડણી માતાની કથા – નેહા રાવલ 9

એવું સાંભળ્યું હતું કે દરેકને પોતાના કર્મો અહીં જ ભોગવવા પડે છે. કદાચ એ ન્યાયે જ અમારા લમણે આ અંગ્રેજી માધ્યમની શાળાના ગુજરાતી ભાષાના શિક્ષક બનવાનું લખાયું હશે. બાળપણમાં કરેલી અનેક લેખન ભૂલો, ભાષા પ્રત્યેની બેદરકારી અને જોડણી વિષે કરેલા આંખ આડા કાન… બધાયનો હિસાબ સરવાળે અહીં જ થશે એવી ત્યારે ક્યાં ખબર હતી? પણ ઉફ્ફ…. આ વિદ્યાર્થીઓ! આટલી ખરાબ ભાષા? આ લોકોનું લેખન જોતા અમુક અક્ષરો તો નામશેષ થઇ ગયાનો ભ્રમ જ થયો? ક્યા છે પેલો ‘ણ..’ ફેણનો અણઅ….. જે લહેકાથી ગાતા હતા? હવે તો ‘આપણે’ માં પણ ‘આપડે’ થઈને ‘ણ’ નો ‘ડ’ થઇ ચાલ્યો? અને પેલો ‘નળ’ નો ‘અળઅ..?’ એ તો જાણે ગાયબ જ થઇ ગયો? નળ દમયંતીના આખ્યાનમાં ઉડી જતા હંસોની માફક એ જાણે ક્યાં ઉડી ગયો? આ પરીક્ષાના પેપર તપાસતા તપાસતા આંખે અંધારા છવાઈ ચાલ્યા. વિદ્યાર્થીઓ આ શું લખી રહ્યા છે? અમે શું આટલું ખરાબ શીખવ્યું હતું? શું આ લાંછન વિદ્યાર્થીઓ પરનું છે કે એક શિક્ષક પર? તો દૂર કાઢવાનો ઉપાય ? હે પ્રભુ? શું કરું?