તરસ : હુકમસિંહ જાડેજા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 2
ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પરિવેશ અને લેખકના ભાષા ઉપરના કાબૂ વિશે મજબૂત છાપ ઊભી કરે છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે.
ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પરિવેશ અને લેખકના ભાષા ઉપરના કાબૂ વિશે મજબૂત છાપ ઊભી કરે છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે.
એક આધેડ સ્ત્રી, બે પુરુષો અને એમની બે પત્નીઓ એમ પાંચ જણનો કાફલો ધીમેધીમે પંથ કાપી રહ્યો છે. વાંઝણી માની કુખ જેમ રણ અનંત રીતે ફેલાયેલ છે.
Read this article on aksharnaad here.. https://www.aksharnaad.com/2020/12/16/lagnionu-gullak-1/ માનવ! કદાચ આપણે ક્યારેય એટલું ઊંડાણમાં નહીં વિચાર્યું હોય કે કેમ આપણે મનુષ્ય, હ્યુમન, ઇન્સાન કે માનવી કહેવાતાં આ સ્કેવર બોક્સમાં પેક છીએ. જો આપણે માનવ સહિત ઉપરનાં એકપણ શબ્દનું થોડું પોસ્ટમોર્ટમ કરીએ તો કદાચ એવાં તારણ પર અટકીશું કે એ એવું સજીવ છે જે તેની આસપાસનાં સમાજ સાથે અવિનાભાવે સંકળાયેલું છે; કે સમાજ એની પર અહર્નિશ અને ઉંડી અસર કરે છે. કેવો સમાજ? કયો સમાજ? આપણી આસપાસનાં પ્રાણીઓ કે પક્ષીઓનાં કલબલાટ કે ઘોંઘાટવાળો સમાજ? આપણી આસપાસનાં સિમેન્ટ અને કપચીનાં બનેલાં મકાનો, ઓફિસો અને ગાર્ડનની દિવાલોનો સમાજ? અગણિત ટોળાંની ભીડથી અંજાઈ ગયેલો સમાજ? કે પછી આજનાં કોમ્પ્યુટર યુગનાં કોપી-પેસ્ટ કે કટ-પેસ્ટ કે છેવટે રિપ્લેસ કીનો ઉપયોગ કરતો સમાજ?