તૂફાન મેલ – રાજુલ ભાનુશાલી 16
ઓહો.. આજે તો ‘તૂફાન મેલ’ આવે છે..!
આ તૂફાન મેલ એટલે અમારા એક કૌટુંબિક સગાનો સાત વર્ષનો પુત્ર. નામ એનું ‘દેવ’. આ ‘દેવ’નું દિમાગ કઈ ઘડીએ કઈ દિશામાં દોડશે એ તો ફક્ત ‘દેવ’ જ જાણે. એ આજે શું ઉથલપાથલ મચાવશે એનો વરતારો કોઈ ન કરી શકે! મને એની અમુક પાછલી મુલાકાતો યાદ આવી ગઈ અને એ સાથે જ યાદ આવ્યું પેલું ફ્લાવરવાઝ જે દિકરી કોલેજની ટ્રીપમાં દિલ્હી ગયેલી ત્યાંથી લઈ આવેલી. બિચારું તૂફાન મેલની અડફેટે ચડી ગયેલું!