“જો તમને ઉચ્ચ જીવન જીવવાની ઉત્કંઠા હોય,
જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઈચ્છતા હોવ,
જો તમારું ધ્યેય વસુધૈવ કુટુમ્બકમ હોય, તો..
ગુજરાત તમારા માટે જ છે.”
ખરેખર, જેણે આ પંક્તિઓની રચના કરી છે, તે યથાર્થ છે. કલ્પનામાં વિહરવાનું કોને ન ગમે? અને તે પણ મારી માતૃભૂમિ – મારી જનની ગુજરાતની કલ્પના! ગુજરાત રાજ્યને એક ઉજ્જવળ ભવિષ્ય છે, સ્વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે. ગુજરાત ઉત્કૃષ્ટતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના શિખરો સર કરશે અને સામાન્ય માનવીનું જીવનધોરણ એ જ રીતે ઉંચુ આવશે.
સાક્ષરતા દર વિશે કલ્પના કરું તો મારા ગુજરાતનો સાક્ષરતા દર ૧૦૦% હોવો જોઈશે. આ પ્રમાણ સુધી પહોંચવામાં હજી ઘણાં શિખરો સર કરવાનાં બાકી છે, કારણકે વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના અંકો મુજબ ગુજરાતનો સાક્ષરતા દર ૭૯.૩૧% છે જે સતત વધતો જ રહ્યો છે. ખાસ કરીને સ્ત્રી સાક્ષરતા દર કે જે ૭૦.૭૩% છે એ તો ૧૦૦% હોવો જ જોઈએ. કારણકે સ્ત્રીઓનો સમાજ ઘડતરમાં અમૂલ્ય એવો ફાળો હોય છે. મારા ગુજરાતના તમામ લોકો સાક્ષરતાને એક માનવીય અધિકાર સમજતા હોવા જોઈએ. દરેક લોકોને એ જ્ઞાન હોવું જોઈએ કે સાક્ષરતા એ ભણતરના હાર્દ સમાન છે અને જે ગરીબી દૂર કરવામાં, સ્ત્રી ભૃણ હત્યા રોકવામાં, વસ્તી વધારાને કાબૂમાં રાખવામાં, જાતીય સમાનતા મેળવવામાં, શાંતિ માટે અને આ સિવાયના ઘણાં બધાં સામાજીક દૂષણોનો એક જ ઈલાજ છે. ગુજરાતમાં સ્ત્રી અને પુરુષ સાક્ષરતા દરને સમાન મહત્વ અપાતું હોવું જોઈએ. જ્યારે મારા રાજ્ય એ આ સિદ્ધિ હાંસલ કરી લીધી હશે ત્યારે તેની કાયાપલટ થતાં કોઈ રોકી નહીં શકે.
સ્ત્રી એ સમાજનું ચાલકબળ છે, આ બાબત ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ લોકો સ્ત્રીઓનું માન સન્માન જાળવવા માટે તત્પર હોવા જોઈએ. વર્ષ ૨૦૧૧ના વસ્તી ગણતરીનાં આંકડાઓ મુજબ દર ૧૦૦૦ પુરુષોએ ૯૧૯ સ્ત્રીઓ છે, જે પ્રમાણ બદલીને ખોરવાયેલા એવા આ પ્રમાણને સુધારવા લોકો કટિબદ્ધ હોવા જોઈએ અને સમાજમાં સ્ત્રી અને પુરુષોની સંખ્યા સમાન હોવી જોઈએ. દુનિયાના માત્ર ૩ દેશો, ભારત, પાકિસ્તાન અને ચીનમાં સ્ત્રી ભૃણ હત્યાના વ્યાપના કારણૅ આ પ્રમાણ ખોરવાયેલું છે. મારું ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં એક નમૂનારૂપ રાજ્ય હશે કે જ્યાં સ્ત્રી ભૃણ હત્યાનો એક પણ કિસ્સો નહીં નોંધાતો હોય અને આખી દુનિયાની સરેરાશ ૧૦૧ પુરુષોએ ૧૦૦ સ્ત્રીઓ જેવો જ સમાનતા દર હશે.
ગુજરાતની જનશક્તિની કલ્પના કરું તો રાજ્યના વિકાસના કાર્યોમાં પ્રજાનો સહયોગ લેવામાં આવવો જોઈએ. એનાથી પ્રજામાં માલિકીપણાનો ભાવ જાગૃત થાય અને લોકભાગીદારીથી કામ કરવામાં આવે. ગુજરાતના ગ્રામ્ય સ્તરે, ગ્રામસભાઓ દ્વારા આયોજન કરી અસરકારક કામગીરી થવી જોઈએ અને વિકાસના કાર્યો અને વિવાદોના નિરાકરણ આવવા જોઈએ. પંચાયતી રાજની સંસ્થાઓમાં હરિફાઈમુક્ત સર્વ સંમત ચૂંટણીનાં આયોજન થવા જોઈએ. ગામની પંચાયતોના તમામ કામકાજમાં કોમ્પ્યુટર પ્રણાલીઓનો ઉપયોગ થવો જોઈએ. રાજ્યના પ્રચલિત તહેવારો પ્રજાની ભાગીદારીથી ઉજવાતા હોવા જોઈએ. પોતાની આર્થિક પ્રવૃત્તિઓનું સંચાલન મહીલાઓ સ્વયંભૂ રીતે સંગઠીત થઈ કરી શક્તી હોવી જોઈએ. તેમના પ્રશ્નોનું નારી અદાલતો દ્વારા નિવારણ થતું હોવું જોઈએ.
ગુજરાતની જ્ઞાન શક્તિની કલ્પના કરું તો શિક્ષણની માળખાકીય સુવિધાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શિક્ષકોને તાલીમ આપી સક્અમ બનાવવા જોઈશે કે જેઓ સુઘડ સમાજનો પાયો એવા વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યાં છે. રાજ્યની તમામ શાળાઓમાં કોમ્પ્યૂટર પ્રણાલીનો ઉપયોગ થતો હોવો જોઈએ. આ સાથે જ સતત બદલાતી તકનીકી પ્રણાલીઓને ધ્યાનમાં રાખીને સમયની માંગ મુજબ નવા અભ્યાસક્રમો બનતા હોવા જોઈએ. ગુજરાતનાં તમામ બાળકોની શાળામાં ભરતી થતી હોવી જોઈએ અને વધુમાં વધુ સ્તરે બાળકોના ઘડતર માટે ધ્યાન અપાતું હોવું જોઈએ. આ સાથે જ છોકરીઓનાં શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન અપાતું હોવું જોઈએ. ગ્રામ્ય સ્તરે વૈશ્વિક જ્ઞાન મળી રહે તે ધ્યાનમાં રાખીને ભણતર અપાતું હોવું જોઈએ.
ગુજરાતની ઊર્જા શક્તિ વિષે કલ્પના કરું તો દેશની ઈંધણ રાજધાની તરીકે ગુજરાત રાજ્ય ઊભરતું હોવું જોઈએ. તમામ ગામડાઓમાં લોકોની જરૂરત માટે વીજળી ઉપલબ્ધ હોવી જોઈએ. તેલ અને કુદરતી વાયુમાં સંશોધનમાં મોટા પાયે સાહસો ખોલવા જોઈએ. ગુજરાતને હરિયાળુ અને સુંદર બનાવવા માટે લોકો પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડીને સીએનજી ગેસનો ઉપયોગ વધારે એમ થવું જોઈએ. વડાપ્રધાનશ્રીની હાલકને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં તમામ લોકો અઠવાડીયામાં એક દિવસ માટે સાયકલનો ઉપયોગ કરવા લાગ્યા હોય એમ થાય અને એ દ્વારા પર્યાવરણ જાળવણીમાં પોતાનો ફાળો આપતા હોવા જોઈએ.
ગુજરાતની જળશક્તિની કલ્પના કરું તો રાજ્યના તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધી હોવી જોઈએ. રાજ્ય સરકાર ભૂમિગત જળભંડાર અને વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક અભિગમથી કાર્ય કરતા હોવા જોઈએ. રાજ્યના ખેડૂત ભાઈઓ અદ્યતન સિંચાઈ તકનીકનો ઉપયોગ કરી મબલખ પાક રળતા હોવા જોઈએ. રાજ્યની મુખ્ય નહેરો સાથે તમામ ગામડાઓનું જોડાણ થવું જરૂરી છે. ખેડૂતો જળસંચય માટે રાજ્યમાં ખેતતલાવડીઓનું નિર્માણ કરે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ આ સંચય કરેલા જળનો ઉપયોગ કરી મબલખ ઉત્પાદન મેળવતા હોવા જોઈએ.
ગુજરાતી પ્રજાના રક્ષણ બાબતે વિચારું તો કુદરતી અને માનવસર્જિત આફતોની પ્રજા પર અસર ઓછી થાય એ પ્રમાણેનું આયોજન થવું જોઈએ. મારું રાજ્ય પોલીયોમુક્ત રાજ્ય હોવું જોઈએ, ગુજરાત રક્તપીત મુક્ત હોવું જોઈએ એ સાથે જ એચઆઈવીના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો પણ નોંધાવો જોઈએ. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા નવી યોજનાઓ બનાવીને બાળકો અને માતાઓનો મૃત્યુદર ઘટાડવો જોઈએ. ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓની અસર ઘટાડવા માટે ભૂકંપશાસ્ત્ર વિશે સંશોધન વિદ્યાલયની સ્થાપના થવી જોઈએ.
ભાષા એ આપણી લાગણીને જીવંત રાખતું પરિબળ છે. ગુજરાતની મુખ્ય ભાષા ગુજરાતી છે, ગુજરાતના તમામ બાળકોને માતૃભાષા લખતા, વાંચતા અને બોલતા આવડવી જ જોઈએ. મારા ગુજરાતમાં માતૃભાષાનું મહત્વ સૌ સમજતા હોવા જોઈએ અને એને માન આપતા હોવા જોઈએ. વ્યવસાયી સ્તરે અંગ્રેજી ભાષાને સ્વીકૃતિ મળેલી છે તેને વ્યવસાય પૂરતી જ મર્યાદિત રાખવા પ્રજા કટિબદ્ધ હોવી જોઈએ ઉપરાંત ગુજરાતમાં ‘બાર ગાઉએ બોલી બદલાય’ ઉક્તિને પ્રમાણ માનીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ મધ્ય ગુજરાતમાં ગુજરાતી ભાષાની બોલી ધર્મ, જ્ઞાતિ, રિવાજ મુજબ બોલાય છે, તે સંસ્કૃતિ જળવાઈ રહેવી જોઈએ. વડીલો કુટુંબમાં ગુજરાતી ભાષાની જાળવણી અને પ્રસાર માટે કાર્યરત હોવા જોઈએ. ગુજરાતની સંસ્કૃતિ સમાન ગુજરાતી ભાષાનું આપણે સૌ માન સન્માન જાળવીએ.
મારા ગુજરાતમાં રમતો દ્વારા સ્વાસ્થ્ય સુધારણા અને મનોરંજન થતું રહેવું જોઈએ. રમતગમત, યોગ અને મનોરંજન આ ત્રણેય પ્રવૃત્તિઓ સ્વસ્થ સમાજ માટે પ્રેરણારૂપ છે એમ ગુજરાતના તમામ નાગરીકો જાણે એ જરૂરી છે. ગુજરાતમાં રમતો માટેના સ્વતંત્ર સંગઠનો તેમજ રાષ્ટ્રીય સંગઠનો કાર્ય કરે કે જે રમતોની હરિફાઈઓનું આયોજન કરી તેના પ્રશિક્ષણમાં પણ કાર્ય કરે એમ થવું જોઈએ. રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ હરીફાઈઓમાં ગુજરાતના ખેલાડીઓ શ્રેષ્ઠ કૌશલ દર્શાવી શકે તે માટે તેમને તાલીમ આપવાના કાર્યક્રમોનો અમલ થવો જોઈએ. શાળા સ્તરે પણ ખેલાડીઓને રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા જોઈએ. મહિલાઓને સ્વરક્ષણ પ્રશિક્ષણ અને છાત્રવૃત્તિ આપીને તેમના કૌશલ્યને પ્રોત્સાહન આપવું જોઈએ. રમતો માટે ઇન્ડોર અને આ ઉટડોર સુવિધાઓ ઉભી કરવી જોઈએ.
મારા ગુજરાતમાંથી વૈજ્ઞાનિકો, તબીબો, ઈજનેરો અને અન્ય ટેકનીકલી શિક્ષિત લોકો પરદેશમાં વસવાનું સ્વપ્ન ન સેવતા પોતાના ભણતરનો લાભ રાજ્ય તથા રાષ્ટ્રને જ આપે એ ઇચ્છનીય છે. રાજ્ય પણ આ નિષ્ણાંતો માટે પૂરતી તકો અને મહેનતાણાં આપવા સક્ષમ વાતાવરણ પૂરા પાડતાં હોવા જોઈએ. આપણે બીજા કોઈને પરદેશ સ્થાયી ન થવા સમજાવીને નહીં પણ પોતે જ આ નિર્ણય પર અડગ રહીને આપણાં રાજ્યને અને અંતે રાષ્ટ્રને વિકસિત દેશોની હરોળમાં લાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોવા જોઈએ. ભારત જેવા વિકાસશીલ દેશોને નડતી બ્રેઈન ડ્રેઈનની મુશ્કેલીઓમાં રસ્તો બતાવતું નમૂનારૂપ હશે મારું ગુજરાત કે જ્યાં ભણેલાગણેલા લોકો રાજ્યની તમામ પ્રકારે ઉન્નતિ કરવામાં કાર્યરત હોવા જોઈએ. અમેરિકામાં ૭૦% તબીબો ભારતીય છે, જેમાં મારા ગુજરાતમાંથી એક પણ તબીબ નહીં હોય! નાસામા ૪૦% ભારતીયો છે કે જેઓ વૈજ્ઞાનિક તરીકે ફરજ બનાવે છે જેમાંથી મારા ગુજરાતમાંથી એક પણ વૈજ્ઞાનિક આર્થિક લાલસાનો ભોગ બનીને રાજ્યને પોતાની સેવાઓથી વંચિત નહીં રાખે. સરકારશ્રી પણ આ બાબતે સચેત રહીને ગુજરાતના યુવાધનને સાચવી રાખી નમૂનારૂપ કામગીરી બનાવતા હોવા જોઈએ.
ઇન્ટરનેશનલ કા ઉન્સિલ ઑફ યુએનના મત મુજબ ગુજરાત સરકાર દુનિયાની બીજી સૌથી સારી રાજ્ય સરકાર છે જે નંબર એક રાજ્ય સરકાર હોવી જોઈએ. એ કલ્પના હું નકારી શક્તિ નથી. ગુજરાત એ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં શ્રેષ્ઠ હોવું જોઈએ.
કવિશ્રી નર્મદે ગુજરાતની ગાથા ગાતા ખૂબ જ સુંદર પંક્તિઓની રચના કરી છે,
જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત!
દીપે અરુણું પ્રભાત, જય! જય! ગરવી ગુજરાત!
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. –
ઊંચી તુજ સુંદર જાત, જય! જય! ગરવી ગુજરાત!
તો આવો, સાથે કદમ મેળવી, શ્રેષ્ઠતમ કામ કરી, ગુજરાતને સમૃદ્ધિના શિખર પર લઈ જઈએ, અને તેને માટે આપને સહિયારા પ્રયાસોથી કામ કરીએ!
– નેહા પંચાલ
‘મારી કલ્પનાનું ગુજરાત’ વિઅય પર ગુજરાત દિને યોજાયેલ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર નેહાબેન પંચાલની આ ગુજરાતની સમૃદ્ધિ, અમાપ તકો અને વિકાસના શિખરો સર કરવાની મહેચ્છાની આ સુંદર વાત લઈને આવ્યા છે. ગુજરાતની પ્રગતિ અને વિકાસનો નકશો મૂકી આપનાર નેહાબેનને આ સુંદર કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ આભાર, અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે એ માટે તેમનું સ્વાગત તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ..
બિલિપત્ર
Once upon a time, Gujarat was the Gateway to the Globe from India. Now it is becoming the Global Gateway to India.
– Narendra Modi:
kavi shri narmad nu gujarat ,jai jai garvi gujarat . aje nehaben na lekh thi dipe arunu prabhat ugu che. ugtu rahe che. stree=men equal th che tyare Gujarat -gurjari zd hakshe fari, vishv ma vag che gujarat no danko, nice lekh
Superb…
Thank you so much!
તથાસ્તુ .
ઉત્તમ વિચારો જ્યારે દેશના ભવિષ્યરૂપી યુવાનો તરફથી પ્રગટ થાય ત્યારે મનને સાંત્વન જરૂર મળે છે.
Thank u so much!
સ્ત્રી સાક્ષરતા દર સાથે સાથે ગામડાઓનો વિકસ જરુરી છે જો ગુજરાતને આદર્શ બનાવવુ હોય તો. હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાય ગામડા ૧૫મી સદીની માનસીકતામા જીવે છે. જ્યા સુધી ટેક્નોલોજી અને શિક્ષણ દરેક ગામડે નહી પહોંચે ત્યા સુધી શહેર – ગામડુ વચ્ચેની ખાઈ મોટી થતી રહેવાની છે.
Thank u so much!
થેન્ક યુ બેટા, બહુ સરસ ભાષા વાપરી અને ઉમદા વિચારો દર્શાવ્યા છે. નવી પેઢી તારા જેવી નિકળે તો જરુર સોનાનો સૂરજ ઉગશે.
પરંતુ આ પોલિટીશીયનો બધા હરામી છે. પોતાના ખિસ્સા ભરે છે અને લોકોના પેટ નથી ભરવા દેતા. હિંમત રાખજે, નિરાશ ન થતી. હિ.મત રખને વાલોં કી કભી હાર નહીં હોતી. ધન્યવાદ. તારા દાદા.
Thank u so much!
નેહાબેન જો તમે કલ્પનાઓ કરવી ગમતી હોય તો http://www.trenetram.wordpress.com ની મુલાક્ત લો અને મારો લખેલો નવ્યસર્વોદય વાદ પણ વાંચો.
Thank you so much!
બહુ સરસ આર્ટિકલ
Thank you so much!
બહુ સરસ અને સુંદર લખ્યું છે. સાચે વાંચી ને આંનદ થયો. ઘણા સારા વિચાર છે. જરૂર થી ભારત ને આગળ લાવવા મા એક દી ગુજરાત આગળ હશે.મારી શુભેચછાઓ.
Thank you so much!
વાહ ખુબજ સરસ વિચાર છે
Thank you so much Jay!
Excellent article. Congrates Nehaben for giving such article. Jay Jay Garigujarat.
Thank you very much, jaswantbhai shah!
નેહા બેન ને અભિનન્દન્….સુન્દર અને સચોટ લેખ બદલ
પ્રભુ, બેન નેી કલ્પના મુજબ નુ ગુજરાત જેમ બને તેમ જલ્દેી બનાવે તેવેી પ્રાર્થના.
દુશ્યન્ત દલાલ્.
Thank you very much Dushyantbhai.
There was limitation on no of words in the essay, otherwise I have so many dreams for my Gujarat!
It is said that everything happens twice, once in our dreams and second time in reality!
Thank u so much Jigneshbhai! It’s an honor to have my essay on your website!
બહુ જ સરસ લેખ.
Thank u so much Pravinbhai Shah for reading the essay and sharing your feedback!