૧. છે ને મળતું નથી
મને આ કળતું નથી;
સામે છે ને મળતું નથી.
ગમે જે ફળતું નથી;
સાથે છે તે ભળતું નથી.
વાતથી કંઈ વળતું નથી;
મૌનમાં કંઈ બળતું નથી.
નિરાશાને જે દળતું નથી;
આશાએ અંગ ગળતું નથી.
વિયોગે જે ચળતું નથી;
મિલન એનું ટળતું નથી.
સપનું આંખેથી ઢળતું નથી;
મૃગજળ સદા છળતું નથી.
– સંજય ગુંદલાવકર
૨. મથું છું..
શબ્દો મળતા નથી છતાં લખવા મથું છું.
તિરસ્કાર મળે છે ત્યાં પ્યાર શોધવા મથું છું.
વૈશાખ મહિના ના નિ:શબ્દ નીરવ બપોરે હું
વરસાદ વિનાની વાદળી માં વરસાદ શોધું છું.
નદીઓ, કૂવાઓ ભરાયેલ છે , ભરપુર છતાં.
સુકાયેલા સરોવર માં પ્યાસ છીપવવા મથું છું.
મધુવન છોડી દઈ વગડા માં જઈ હું
કરમાયેલા પુષ્પ માં સુવાસ શોધવા મથું છું.
જીવતા લોકો તો પ્યાર કરવાના જ નથી
મૃતદેહો ની કબર માં હું પ્યાર શોધવા મથું છું.
૩. નથી સમજાતું…
મારા જીવનપથ માં તો તું ફૂલો જ પાથરે છે.
કંટક બની જાય છે કેમ ? તે નથી સમજાતું.
ક્યારેક સ્મિત વેરે છે, ક્યારેક મૌનના શિખરો
પ્યાર કરે છે કે ધિક્કાર તે નથી સમજાતું
રોજ આપું છું તને પુષ્પ ખીલેલા બધા
કરમાય જાય છે હર એક નથી સમજાતું
થાય છે ઘણી વાર પૂછી લઉં તને
શાને તડપાવે છે ? આમ નથી સમજાતું.
નિરાશા ના ઢગ માં એવો તો છું દબાયેલો
જીવી રહ્યો છું કેમ ? નથી સમજાતું
હોઠ સુધી આવેલો અમી કટોરો છેવટે
થંભી જાય છે કેમ ? નથી સમજાતું
સ્વપન માં ચણાયેલ મહેલ કલ્પનાના
તૂટી પડે છે વિના પવન નથી સમજાતું.
તારી આંખો માં હું જોઉં છું રોજ અશ્રુઓ
દુ:ખ ના છે કે સુખ ના ? ફક્ત એજ નથી સમજાતું
– ટી . સી. મકવાણા.
૪. આત્મખોજ
લોકો જ્યારે તમારી વાહ વાહ કરે
દિલોના બાદશાહ તમને બનાવે
તમારા વિના અંધારું છે એમ કહે
સીધું નિશાન તાક્નારા તમને કહે
પ્રસંસાનાં ફૂલોથી તમને ઢાંકી દે
તમે ફૂલીને ફાળકા થઇ જાઓ
અને જો મનમાં સહેજ પણ શંકા જાગે
દોડી ઉભા રહી જાઓ અરીસા સામે
જે સામે દેખાય છે એ તમારો મિત્ર
જેને તમે જન્મથી જ ઓળખો છો
બધી ઝીણી વાતોથી એ જ્ઞાત છે
ખાંખારી પૂછો એને એ શું કહે છે ?
દુનિયાને મુર્ખ બનાવી હશે તમે કદાચ
પણ તમે જાણો છો એ મિત્રને નહિ
એ મિત્ર કદી જુઠ્ઠું નહી બોલે, કેમ કે ,
અરીસો કદી જુઠ્ઠું બોલ્યો છે ખરો ?
– વિનોદ પટેલ
૫. ૧૦ હાઈકુ
આથમે જ્યારે
રવિ ત્યારે દેખાય
નિર્મળ ચંદ્ર.
—
આ ભારતથી
કંટાળ્યું સત્ય, ગયું
ગાંધીચરણે
—
કપોત ઊડે
મુક્ત વિહરે, પડ્યું
પારધી બાણે.
—
અસ્ખલિત છે
કાવ્ય જીવનું, જાણે
જળપ્રવાહ.
—
ઊડે વિહંગ
નભમાં, ઓછાયો તો
ધરતી પર.
—
નાના કરમાં
ઊગી નીકળ્યું, વૃક્ષ
મૃત્યુરેખાનું.
—
શંકરે પીધું
ઝેર, વિશ્વ હજીય
એમનું એમ.
—
ફૂલ ચુંથાયું,
કરમાયું, ત્યાં ખીલી
નવી કુંપળ.
—
દુનિયા આખી
ચાલે, બનીને કાંટો
ઘડિયાળનો.
—
સાગરતટે
પોઢ્યો સૂર્ય, જાણે કે
મહાપુરુષ.
– આશિષ આચાર્ય
૬. હવે કોઈ તરસ બાકી નથી મારામાં…
હવે કોઈ તરસ બાકી નથી મારામાં
શ્વાસ કેમ શોધી રહ્યા આશરો હજી મારામાં,
લાગણીઓનું તાંડવ જોઈ ચૂકી મારામાં
એકને ધકેલી બીજીનું આવવું, પતી ગયું મારામાં,
પહેલાં કુતૂહલ આવ્યું,પછી નવાઈ વધી મારામાં
થોડી બીક આવી, ને મારાપણાની ભાવના જાગી મારામાં,
‘હું’કાર વધ્યો, ને માલિકી ઉછળી મારામાં
લાવો, આપો, આ છે મારું – એવું બધું વધ્યું મારામાં,
પછી વહેંચવાની ઘડી આવી, ને ઉદાસી વધી મારામાં
છોડવા,ભૂલવાની પળો પછી તો વધતી ચાલી મારામાં,
‘સ્વ’ની ઓળખ ભુલાતી ગઈ, ‘હું’ ખોવાઈ ગઈ મારામાં
સહુને ખુશ,સંતુષ્ટ કરવાની કળા પાંગરી, મ્હોરી મારામાં,
સહુ થયા ખુશ, ને પછી સંચર્યા પોત પોતાની વાટે
ને રહી જવાયું એકલા, શોધું હવે હું ‘મને’ મારામાં.
– હંસા રાઠોડ ‘અનુભૂતિ’
અક્ષરનાદ માટે અનેક મિત્રોની રચનાઓ મળતી રહે છે જેમાં ૯૦% પદ્યરચનાઓ હોય છે, કેટલીક સુંદર અને માણવાલાયક કૃતિઓ પ્રસ્તુતિ માટે મળે છે અને સાથે એમાં કેટલીક રચનાઓ એવી પણ હોય છે જે ભૂલો સાથે પણ, કોઈ બંધારણમાં બેસી શકે એવી કદાચ જ હોય. જે મિત્રો પ્રથમ વખત કાવ્યરચના કરતા હોય તેમની ભૂલ થવી સ્વભાવિક છે, તેમની રચનાઓમાં વિચારના પ્રાધન્યને લીધે અને શાસ્ત્રીય સર્જનની જાણકારીના અભાવને લીધે પ્રસ્તુતિ માટે પસંદ ન થાય એવો ભય પણ રહે છે. પણ ત્યારબાદ વધુ સર્જન કરતી વખતે તેઓ જે તે પદ્યપ્રકારની જાણકારી મેળવી સર્જનરત થાય તે ઇચ્છનીય છે. લગભગ બંને પ્રકારની રચનાઓનો સમન્વય કરીને સમયાંતરે આ પદ્યરચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થાય જ છે, એ જ શ્રેણીમાં પસંદ કરીને આજે પાંચ મિત્રોની કૃતિઓ પ્રસ્તુત કરી છે. સંજય ગુંદલાવકર, ટી.સી. મકવાણા, વિનોદ પટેલ, આશિષ આચાર્ય અને હંસા રાઠોડ ‘અનુભૂતિ’ ની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. બધાંય મિત્રોનો અક્ષરનાદને આ કૃતિઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આભાર અને તેમની સર્જનયાત્રા માટે શુભેચ્છાઓ.
કળયુગનું યથાર્થ ચિત્રણ ..આ ભારતથી કંટાળી સત્ય ગયું ગાંધી ચરણે….અને , શંકરે પીધું ઝેર વિશ્વ હજીય એમનું એમ..
જીવનનું સત્ય ..ફૂલ ચુંથાયું કરમાયું ત્યાં ખીલી કુંપળ ..
સહજ છતાં ગહન રચના..
અક્ષરનાદ વડે મારી કવિતા ને પ્લેટફોર્મ મળ્યુ તે માટૅ સૌનો આભાર .
દિલથિ લખાયલિ રચનાવો મા ભુલો ના હોય. બહુજ સરસ રચનાવો અને લખનારાવો ને અભિનન્દન
Kub saras rachanao vanchava Mali
Thank to all & thank to akaharnaad
કવિ એ ક્યા ભુલ કરિ તે સમ્જાવ્શો તો મરા જેવાને માર્ગ્દર્શન
મલ્શે
ત્મારિ નિસ્થા બદલ અભિનન્દન્
You might have many good verses from new poets congrats for encouraging them. ca you put them under some heading live loe, silence, life struggle and universe cosmicworld etc
અક્ષરનાદ….
તક આપવા બદ્દલ આપનો આભાર…
ખુબ સરસ
nace web nice