મારી કલ્પનાનું ગુજરાત.. – નેહા પંચાલ 24
“જો તમને ઉચ્ચ જીવન જીવવાની ઉત્કંઠા હોય,
જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઈચ્છતા હોવ,
જો તમારું ધ્યેય વસુધૈવ કુટુમ્બકમ હોય, તો..
ગુજરાત તમારા માટે જ છે.”
ખરેખર, જેણે આ પંક્તિઓની રચના કરી છે, તે યથાર્થ છે. કલ્પનામાં વિહરવાનું કોને ન ગમે? અને તે પણ મારી માતૃભૂમિ – મારી જનની ગુજરાતની કલ્પના! ગુજરાત રાજ્યને એક ઉજ્જવળ ભવિષ્ય છે, સ્વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે. ગુજરાત ઉત્કૃષ્ટતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના શિખરો સર કરશે અને સામાન્ય માનવીનું જીવનધોરણ એ જ રીતે ઉંચુ આવશે.