સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કરસનદાસ માણેક


ત્રણ પ્રેરક કાવ્યરચનાઓ.. – કરસનદાસ માણેક 5

કરસનદાસ માણેક કેવળ કવિ નહોતા, તેમણે અનેક નવલિકા અને નાટકો પણ લખ્યાં છે. આખ્યાન ને વ્યાખ્યાન એમને હાથવગાં. ‘સારથિ’ અને ‘નચિકેતા’ના તેઓ તંત્રી હતા. માણેક એટલે શબ્દોનો ધોધ. ગાંધીયુગના કવિ. આજે પ્રસ્તુત છે શ્રી કરસનદાસ માણેકની ત્રણ સુંદર પદ્યરચનાઓ. જાનારાને જાવા દેજે.., હે જીવનદાતા આવો, તથા ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો ! ત્રણેય રચનાઓ સુંદર અને મનનીય છે.


ધીરે ધીરે પધારો, નાથ ! – કરસનદાસ માણેક 3

અંગ્રેજી શબ્દકોષ મુજબ પ્રાર્થનાના મુખ્યત્વે બે અર્થ જોવા મળે છે, પહેલી તે ઈશ્વર પાસેથી ઐચ્છિક વસ્તુની, વાતની નમ્ર માંગણી અને બીજી તે વિનંતિ કે માંગણી સ્વીકારાઈ જાય તે પછી ઈશ્વરનો આભાર માનતી પ્રાર્થના. પણ અમુક પ્રાર્થનાઓ આવા આલંબનોથી પાર હોય છે. ક્યારેક જવલ્લે જ આપણી પ્રાર્થનાઓ દ્વારા અંતરના અજ્ઞાનને દૂર કરીને પ્રકાશને પામવાની, મુક્તિની, પ્રભુનો સાક્ષાત્કાર પામવાની ઈચ્છા વ્યક્ત થાય છે. શ્રી કરસનદાસ માણેકની પ્રસ્તુત ભાવકવિતા આવી જ અનુભૂતિ કરાવી જાય છે.


જ્યોતિધામ – કરસનદાસ માણેક

જીવનપથ પર ચાલવાનું માર્ગદર્શન મેળવવા, અંધારામાં આશાનું એકાદ કિરણ પામવા, પોતાની ઓળખાણ મેળવવા કવિએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ આ બધું કર્યા છતાં તેમનો હેતુ સિધ્ધ ન થયો. તેમને અંતે સમજ આવી કે માતાથી વધુ મહાન માર્ગદર્શક કે ગુરૂ અન્ય કોઇ હોઇ શકે નહીં, માતાના હૈયે સદાય પોતાના સંતાનને સનાતન માર્ગદર્શક જ્યોતિ મળે અને જીવનપથ પર તે સફળતાથી ચાલી શકે તેથી વધુ કોઇ મહેચ્છા હોતી નથી તે વર્ણવતી શ્રી કરસનદાસ માણેકની આ સુંદર રચના ખૂબ હ્રદયસ્પર્શી છે.


મને એ સમજાતું નથી – કરસનદાસ માણેક 6

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે ! ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર, ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે ! દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે ! કામધેનું ને મળે ના એક સુકું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ! છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું, ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!! – કરસનદાસ માણેક