પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ 7


મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું
‘મમ્મી’ બોલતા તો હું શીખ્યો છેક પાંચમાં ધોરણમાં

તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી-
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડમાંડ લખી શક્તી.

બા બે ન્કમાં સર્વિસ કરવા ક્યારેય ગઇ નહોતી
અને
રાત્રે ‘લાયન્સ’ની પાર્ટીમાં ગઇ હોય એવું પણ યાદ નથી
બા નવી નવી ડીશ શીખવા ‘ કુકીંગ ક્લાસ’ માં ગઇ નહોતી

છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધુંજ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ