Daily Archives: December 19, 2020


seaside

ખારાં આંસુ (મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ વિજેતા) – વિષ્ણુ ભાલિયા

“હા, પણ હવે ઈ તારુય નીં માને કે મારુય નીં માને.”  આખરે રામજીના કસાયેલા કંઠમાંથી થાકેલો અવાજ સરી પડ્યો. સહેજ લૂખું હાસ્ય એના મોં પર ક્ષણિક ફરક્યું. ત્યાં વળી હૈયામાં ઊઠેલા શબ્દો છેક મોં સુધી આવીને ઊભા રહ્યા: ‘ગમે એમ તોય પણ ઈની રગમાં તો દરિયાનો જ રંગ ભર્યોશને. ઈ ખારું પાણી થોડું ઈને જંપીને રે’વા દીયે!’ વલોવાતી નજરે સામી તાકી રહેલી પત્નીને જોતા શબ્દો જોકે હોઠમાં જ કેદ રહી ગયા.