જીવનમાં વણી લેવા જેવા નીતિસૂત્રો (૫) – સુમિત્રાબેન નિરંકારી 2
શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો પાંચમો ભાગ.