માનસીક તાણથી બચવાના વીસ ઉપાય – એ. બી. મહેતા, અનુ. મંજરી મેઘાણી 12


૧. એક વખતે એક જ કામ કરો.

૨. મીત્રો, સગાંઓની મંડળીને મળતા રહો. શક્ય હોય ત્યારે બાળકો સાથે સમય વીતાવો.

૩. શરીર સુડોળ રાખો – સ્થૂળપણું ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

૪. બીજા લોકો તમારાથી જુદું વિચારે તો તે સ્વીકારો – ખાસ કરીને તમારા જીવનસાથી.

૫. સંભવિત ઘટના માટે તૈયાર રહો.

૬. દરેક ચીજ તેની યોગ્ય જગ્યાએ મૂકો. કરવાનાં કામો, સરનામાં, ફોન નંબર વગેરેની નોંધ કરી રાખો.

૭. દરેક બાબતમાં માથું ન મારો તથા અગત્યની ન હોય તેવી બાબત વિશે ચિંતા ન કરો.

૮. વધુ પડતા સેવાભાવી ન બનો.

૯. સ્થાનીક લાગણીપ્રધાન સમાચાર વધુ પડતા વાંચો કે જુઓ નહીં. સામયીકોને બદલે સારાં પુસ્તકો વાંચો.

૧૦. દિવસ દરમીયાન એક નાનકડું ઝોકું ખાઈ લ્યો, કંટાળાજનક રૂટીનમાંથી છુટ્ટી લેતા રહો. ફોનનો જવાબ ન આપવા ઈચ્છતા હો, તો ન આપો.

૧૧. ભારે ટ્રાફીકવાળા સમયે બહાર જવાનું ટાળો.

૧૨. તમારી પાસે જે છે જ, અથવા જરૂરી નથી, એવી વસ્તુ ન ખરીદો.

૧૩. ભૂતકાળના બનાવોની નકલ ન કરો. બીજાને સાંભળો. જે સાંભળવા ઉત્સુક હોય એની સામે જ ભૂતકાળના અનુભવોની વાત કરો.

૧૪. ધીમે ખાઓ, અને ભોજનને આનંદથી માણતા શીખો. ઈચ્છા ન હોય ત્યારે ન ખાવ.

૧૫. બીજાને ક્ષમા કરતા રહો. ગુસ્સાને બદલે સમજદારીથી તમારી વાત રજૂ કરો. શિસ્તને વળગી રહો.

૧૬. બીલોની ચૂકવણીના કાર્યને હકારાત્મક ભાવથી પૂરાં કરો.

૧૭. વાતાવરણને અનુકૂળ કપડાં પહેરો.

૧૮. તમારા જીવન માટે ખુદને જ જવાબદાર ગણો.

૧૯. વિચારપૂર્વક અને સ્પષ્ટ બોલો.

૨૦. દરેક બાબતમાં હાસ્ય જુઓ, હસતાં શીખો–ખાસ કરીને તમારી જાત પ્રત્યે.

ભોપાલના સીનીયર સીટીઝન્સ ફોરમના ઉપ–પ્રમુખ શ્રી. એ. બી. મહેતાના અંગ્રેજી લખાણનો અનુવાદ. અનુવાદક : મંજરી મેઘાણી

નોકરીમાં હોય કે અંગત જીવનમાં, એક અથવા બીજી રીતે આપણે ઘણી વખત તાણ અને માનસિક પરિતાપમાં જીવીએ છીએ. ભોપાલના સીનીયર સીટીઝન્સ ફોરમના ઉપપ્રમુખ શ્રી એ. બી. મહેતાના અંગ્રેજી લખાણનો અનુવાદ ‘માનસીક તાણથી બચવાના વીસ ઉપાય’ એ શીર્ષક હેઠળ મંજરીબેન મેઘાણીએ કર્યો છે. સ્પષ્ટ, ચોક્કસ દિશાનિર્દેશ સાથેના અને અચૂક એવા આ ઉપાયો એક વખત અજમાવી જવા જેવા ખરાં. સન્ડે ઈ-મહેફિલ દ્વારા પ્રસિદ્ધ થયેલ આ કૃતિ અક્ષરનાદને પ્રગટ કરવાની તક આપવા બદલ શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “માનસીક તાણથી બચવાના વીસ ઉપાય – એ. બી. મહેતા, અનુ. મંજરી મેઘાણી