માણસ કદી…
સંજોગની સાથે જ ફંગોળાય છે માણસ કદી,
દુર્ભાગ્યની રજમાંય રગદોળાય છે માણસ કદી.
વિશ્વાસની ખુલ્લી હથેળી પર તરોતાજા રહે,
સંદેહની મુઠ્ઠી મહીં ચોળાય છે માણસ કદી.
કાયમ ક્ષિતિજો આંબવા તત્પર રહે પંખી બની,
કિન્તુ પ્રથાના પીંજરે અકળાય છે માણસ કદી.
આઘાત-પ્રત્યાઘાતથી જ્યારે હ્રદય આળું બને,
આંસુ બનીને આંખથી રોળાય છે માણસ કદી.
જે ત્રાજવે તોળાય છે સંસારના સગપણ ઘણાં,
એ સગપણોના ત્રાજવે તોળાય છે માણસ કદી.
– જીજ્ઞા ત્રિવેદી
ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક વધુ ગઝલ. આશા – નિરાશા, સંભવ – અસંભવ જેવા અંતિમોની વચ્ચે ઝૂલતી જિંદગીની વાત તેઓ અહીં સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે.
અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી સુંદર, બળુકી અને અર્થસભર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.
જીજ્ઞા બહેન ખુબ સુંદર શબ્દો ના માલિક છો તમે તમારા
કાવ્યો માં માનવી ની સંવેદનાઓ નો ખજાનો છે
આભાર ….કે બી
nice one.
if you try you do best in your creation. heartly congrate.
ખુબજ સુંદર રચના જીગ્નાબેન ખુબ ખુબ અભિનંદન
સગપણો ના ત્રાજ વેતોળાય છે માણસ કદી
નિકળ્યો હતો પૈસાથી દુનિયાને ખરીદવા
કિન્તુ ખુદજ હાટડીએ વહેચાય છે માણસ કદી
Jignyaji very super heartly to men quotes
આપ સર્વેનો અભાર ,વસંત પંચમીની શુભેચ્છા સાથે.
ગુજરાતિ મા સુદર્ ગઝલ હોયે ચ્હે તે ખબર આજે પદિ
ધન્યવાદ
Very good ghazal, indeed.
It is very touchy GAZAL.
I think everybody must see life through this GAZAL
PANKAK
અતિ સુન્દર ગઝ્લ્….
હથેળીની હુંફ છોડી હે નસીબ,
જિવી તો બતાવ બની માણસ કદી….વિજય જોશી
અર્થપૂર્ણ ગઝલ -અંતિમ શેર માટે ખાસ અલગથી અભિનંદન.
http://www.drmahesh.rawal.us
ગુજરાતિ સ્કુલ ઓફ ગઝલ વિશે જાનિ જેતલુ અચરજ થયુ
તેથિ બમનુ અચરજ બહેન જિગ્નાનિ ગઝલ મમલાવિને થયુ
ગુજરાતિ ગઝ્લ્નો આ વિકાસ થયેલો જોઇને ગદગદિત થૈ
જવાય ચ્હે . ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા
ગઝલ્નો વિશય ચેીલાચાલુ ચ્હે અને પ્રાસ પન ખોતો લાગે ચ્હે.
કદેી ન હોય ને જો સતત હોત તો વધારે યોગ્ય સબિત થાત્ . આ તો મારો અન્ગત મત થ્યો. બાકેી all the best.
સુંદર અને સંવેદનાપૂર્ણ રચના – જીજ્ઞાબેનને હાર્દિક અભિનંદન.
વાસ્તવિક્તા નો સચોટ ચિતાર રજુ કર્યો છે. શ્રીમતિ જીજ્ઞાબેન દવે ને ખુબ ખુબ અભિનંદન અને નિયમીત લખતાં રહે એવી હાર્દિક શુભેચ્છા.
મજાની રચના !
Excellent
Very nice “Gazal” really it’s heart touching..
જીગ્નાબેનનો નવો પરિચય થયો એક ગઝલકાર તરીકે.
પ્રથાના પિંજરે અકળાય છે ….
રોજબરોજ ના જીવન અને નામ પૂરતા સંબંધ, સગપણ વચ્ચે અટવાયેલઑ આ માણસ ….
આવી અકળામણ ને શબ્દો આપી રજૂ કરવા બદલ અભિનંદન.
આસ્વાદ કરાવવા માટે આભાર.
– સુરેશ શાહ, સિંગાપોર
કવિયત્રિને અભિનદન ……………..