ઘણો લાંબો સમય રાહ જોવડાવ્યા પછી વરસાદ બસ તૂટી જ પડ્યો. મોડો થયાનું વટક વાળવું હોય એમ એ આજે ધોધમાર વરસતો હતો. એકાએક ઊભો થઈને રાકેશ ભાગ્યો ઘરની બહાર..ને….
‘વહુ…તારા દીકરાને પાછો બોલાવ. આવા મુશળધાર વરસાદમાં પલળવા ભાગી ગયો ! શરદી થાશે કે માંદો પાડી જશે. આજકાલના છોકરાંવ.. માળા પૂછવાય નથી રોકાતા. એને બૂમ પાડ.’
પણ આરતીને એનું બચપણ યાદ આવી ગયું. વરસાદનું એને બહુ ઘેલું, ને એમાંય પહેલાં વરસાદે તો એ બહેનપણીઓ હારે ઘેલા કાઢતી. વરસાદ પડે ને એ ઉપડે ઘરની બહાર. જલદી ઘરમાં પાછી આવે તો એ આરતી નહીં. બધા એની માને સમજાવવા મથતા કે આ છોરીને જરા રોકો, ડારો દ્યો. બહુ ભીંજાઈ જશે તો ક્યાંક… પણ એની મા જવા દેતી. કહેતી, ‘વરસાદ તો પ્રસાદ કહેવાય. ને પ્રસાદ ક્યારેય માંદા ન પાડે. તું તારે જા દીકરી..’ આરતી બારીમાંથી વરસાદ અને પલળતો એનો દીકરો સાનંદ નીરખી રહી.
વરસાદ તો બરાબરનો જામ્યો. સાસુમાએ ફરી કડક સૂચના આપી. ને ‘ઊભો ‘રે તારો વારો કાઢું. એય..સાંભળે છે કે નહીં ?’ એવી બુમ પાડી આરતી ખુલ્લા પગે દોડી. મા-દીકરા વચ્ચે લાંબો સમય પકડાપકડી ચાલી. માએ ઘણી કોશીશ કરી પણ હાથમાં આવે તો એ રાકેશ શાનો !
‘એ છે જ એવો. હું એને ઓળખું ને ? એ એમ સાંભળે ? એને પકડવા જતાં હું…’ એવું સાસુમાને કહેતાં આરતી ઘરમાં પ્રવેશી. સાસુમા બોલ્યાં, ‘એટલે તું ખાલી હાથે પાછી ફરી.. એમ જ ને ? પણ તારે છેક ત્યાં સુધી જવાની શી જરૂર હતી ? ને ગઈ તો હારે છત્રી ન લઇ જવાય ?’
…..પાણીથી લથબથ ભીંજાયેલી આરતી એટલું તો ધીરે દોડતી ને બોલતી હતી કે રાકેશ પકડાય જ નહીં અને…. આરતી ખાલી હાથે પાછી નહોતી ફરી.
– દુર્ગેશ ઓઝા.
૧ જલારામનગર, નરસંગ ટેકરી, હિરોહોન્ડા શો-રૂમ પાછળ, પોરબંદર ૩૬૦૫૭૫
મો-૯૮૯૮૧૬૪૯૮૮ ઇ-મેઈલ-durgeshart@yahoo.in
કુમાર સામયિકના ડિસેમ્બર 2012ના અંકમાં પ્રસિદ્ધ થયેલી લેખક શ્રી દુર્ગેશભાઈ ઓઝાની પ્રસ્તુત લઘુકથા ‘વરસાદ’ મર્મસભર છે, ટૂંકી છે અને ખરેખર માઈક્રોફિક્શન અને લઘુકથાની વચ્ચેની લંબાઈ ધરાવતી અનોખી કૃતિ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.
NOW THIS IS WHAT I WILL CALL A CLASSIC “LAGHU KATHA”. THANKS, DURGESH BHAI FOR WONDERFUL STORY.
વાર્તા વાચતા વાંચતા વરસાદ માં ભિજાતા હોઈએ એવું લાગ્યું આભાર
અદભુત..!આપના શબ્દોરૂપી વરસાદમાઁ હુઁ પણ ભીઁજાય ગયો….
ભાઈ દુર્ગેશ ઓઝાએ ‘ લઘુ – કથાના ફોર્મ ઉપર જબ્બર
પકદ હસ્ત્ગત કરિ લિધિ ચ્હે તેનો હુ સાક્ષિ ચ્હુ
અશ્વિન દેસાઈ , ઓત્રેલિયા
દુર્ગશ્ભૈ તમ્ને અભિન્દનન ૈગ્નેશ્ભૈ તમે કુમાર મન્થિ વર્ત લિધિ બહુ જ સુન્દર્
‘વરસાદ’ એ દુર્ગેશભાઈની અદભૂત કૃતિ છે..નાયકા આરતીની ધોધમાર લાગણીમાં વાચક પણ અનરાધાર આનંદે છે. ખૂબ સરસ લઘુકથા..
અદ ભુત ! મનના ઉંડાણે ધરબાયેલી યાદોને પાંખો મળી, ને મન ઉડી આવ્યું એ ઘનઘોર આકાશમાં..અભિનંદન..
અદ ભુત ! મનના ઉંડાણે ધરબાયેલી યાદોને પાંખો મળી, ને મન ઉડી આવ્યું એ ઘનઘોર આકાશમાં..
વાંચકોને ય અભિનંદન મારી લઘુકથા વરસાદમાં ભીંજાવા બદલ.શ્રી જીજ્ઞેશભાઈ,અક્ષરનાદ.કોમ બ્લોગનોઆ કૃતિ મૂકી સંવાદ-અભિપ્રાયના વાદળાં વરસાવવા બદલ આભાર.-દુર્ગેશ ઓઝા પોરબંદર
વરસાદમા ભીંજાવાની મઝા જેણે માણી હોય તેને આ વાર્તા જરુર આનદ આપી જાય, લેખકને અભિનદન, આપનો આભાર………………………..
બહુ સરસ, બચપણ માં લઇ જતી વાર્તા!!
બાળકો ને રમતા જોઈને તેમની જોડે રમવાનું મન થવું સ્વાભાવિક છે અને મોકો મળે તો ક્રિકેટ રમતા બાળકો જોડે બે બોલ રમી લઈએ છીએ.
સરસ વાર્તા દુર્ગેશભાઈ અભિનદન
સુંદર વાર્તા. ટૂંકી વાર્તાઓ તો મોહનભાઈ પટેલની પણ ક્યારેક મૂકજો.
આ વાર્તા થી જુની કહેવત યાદ આવી ગઇ કે “વહુ અને વરસાદ ને કદી જશ ન મળે”
વાહ્. અદભૂત.. ખૂબજ સુંદર.. મજા આવી ગઈ દુર્ગેશભાઈ …
આભાર નિમિષાજી. લાગણીશીલ સુજ્ઞ વાંચકો એ બેનમુન મૂડી છે.
Beutiful.. the last setence.. quit meaningful…
બહુ બહુ બહુ સુંદર વારતા……..વાઆઆઅહ…….!!!!!