અક્ષર – હિંમત ખાટસૂરિયા 8


હવે આકાશ માગે છે નવેસર આગના અક્ષર,
નવા તોફાનથી સજ્જિત જીવનના રાગના અક્ષર.

બદલતી આ હવાના રંગ પારખજો તમે દોસ્તો,
અગનફૂલ રોજ ખીલવે આજ બાગી બાગના અક્ષર.

કદમ કદમે હવે આંધીનાં એંધાણો ઉંબરમાં છે,
દફન થાશે આ દુનિયાના સીનેથી દાગના અક્ષર.

રહો બેસી ન દોસ્તો, જ્યાં કશે મોકો જરા જુઓ
લગાવો ઘાવ આખરના, ન હો અવ ફાગના અક્ષર.

ઝબોળી જિંદગીને લો તમે તેજાબની લહરે
પ્રગટશે તો જ ત્યારે સૌમ્ય નવ સોહાગના અક્ષર.

– હિંમત ખાટસૂરિયા

‘અક્ષર’ રદીફની પ્રસ્તુત સુંદર અને સાંગોપાંગ અર્થપૂર્ણ ગઝલ શ્રી હિંમત ખાટસૂરિયા દ્વારા સર્જન પામેલી છે. શબ્દસૃષ્ટિ સામયિકના દલિતસાહિત્ય વિશેષાંક (નવેમ્બર ૨૦૦૩) માંથી અહીં સાભાર લીધી છે. ગઝલના અર્થ, પ્રત્યેક શે’રની વાત સમજવા અને તેના અર્થને સમજાવવા આજે વાચકોને ઈજન છે. જાણે કે આજે વાચકો માટે ગઝલનો આસ્વાદ કરાવવાનું ઈજન છે. પ્રતિભાવમાં આવો શક્યતઃ આસ્વાદ, વાચકોના વિચારો સાથે જાણવાની ઈચ્છા ‘ચાલો ગઝલ શીખીએ…’ શૃંખલા વખતે જ થઈ હતી પરંતુ સંજોગોવશાત એ શક્ય ન બન્યું નહોતું. આજે આ નવીન ઉપક્રમ મૂક્યો છે. આશા છે દરેક નવા અખતરાની જેમ પ્રસ્તુત પહેલને પણ પ્રતિભાવો સાંપડશે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “અક્ષર – હિંમત ખાટસૂરિયા

  • Bharat Gandhi

    મારિ ભુલ ના હોય તો શ્રિ હિમત ભાય ભાવનગર ના ખરુ કે? જો એમજ હોય તો મારિ મુલાકાત તેઓ સાથે લગ્ભગ ૩૮ કે ૪૦ વરસ પહેલા થયેલિ. ભાવ્નગર મુખ્ય ન્યાયાલય પાસે બેસ્તા જુનિ બુક વાલા પાસે થિ હુ ગઝલ અને કવિતા નિ બુક ખરિદ્તો. એક દિવસ હિમત ભાય ત્યા હતા, મારો શોખ જાનિ ને પોતાનિ ઓલ્ખાન આપિ વાત ચિત નો દોર બાન્ધો, તેમ્ના ઘરે લૈ ગયા અમે ખુબ વાતો કરિ. ૧૯૭૧ મા મુમ્બય આવ્યા બાદ સમ્પર્ક ચ્હુતિ ગયો. એ દિલ્ગિરિ થાય ચ્હે.,

  • Bharat Gandhi

    શ્રિ હિમતભાય ભાવ્નગર ના હોય તેમ માનિ આગલ લખવાનુ કે ભાવ્નગર મા એક બિજા પન ગઝલ લખ્નાર શ્રિ નાઝિર દેખૈયા નિ ગઝલ ધાર દાર હોય ચ્હે. શ્રિ નાઝિર્ભા યે, ઓતોગ્રફ સાથે પોતા ના હાથે તેમ્નો પહેલો ગઝલ સન્ગ્રહ મને આપેલો! આ વાત ને લગ્ભગ ૪૦ વરસ થૈ ગયા, તેથિ આ બુક જોકે સાચવિ ચ્હે પન ક્યા મુકાય ગૈ ચ્હે તે યાદ આવ્તુ નથિ. કોઇ પાસે શ્રિ નાઝિર દેખિયા નિ ગઝલ હોય્ તો આ અક્શર્નાદ પર રજુ કર્વા વિનન્તિ.

  • Bharat Gandhi

    If I am not doing mistake, is this Shri Himatbhai Khatsuriya of Bhavnagar? If yes, some where in 1967-68; I had an accidental but pleasure meeting with him! I was searching old Gazal and Poetry books being sold on foot path near the Court in center of the city. Shri Himatbhai was also talking with the vendor. Having seen me interested in Gazal books, he introduced him self and invited his home for cup of Tea! I was very much impressed with his simple life and depth of voice he talk.

  • Maheshchandra Naik (Canada)

    સરસ ગઝલ આપવા માટે શ્રી હિંમતભાઈને અભિનદન્……

  • Rajesh Vyas "JAM"

    મર્મ સ્પર્શી ગઝલ જે સાંપ્રત સમયમાં એકદમ યથાર્થ છે.

  • ashvin desai

    ખુબ જ સુન્દર ગઝલ
    વરસો પચ્હિ હિમ્મતભાઈનિ રચના જોઇને સાનન્દાશર્ય થયુ .
    ચ્હેલ્લે માર્તિન લુથર કિન્ગ વિશેનુ એમનુ અન્જલિકાવ્ય દેશમા હતો ત્યારે વાન્ચેલુ તે પચ્હિ આજે તમે એમનિ સમ્પુર્ન ગઝલ ‘ અક્ષરના ‘ અઘરા કાફિયા સાથે પ્રસ્તુત કરિ અત્યન્ત પ્રભાવિત કરિ નાખ્યો
    ખાતસુરિયા સાહેબને સલામ સાથે ધન્યવાદ
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા