ગાંધીજી અને જન્મદિવસની દિનચર્યા.. – સંકલન: હરેશ દવે, પ્રસ્તુતિ: હર્ષદ દવે 12
૧૯૧૫ થી ૧૯૪૭ સુધી તેમનાં જન્મદિવસે ૨ જી ઓક્ટોબરે તેઓ ક્યાં હતા અને જન્મદિવસ કેવી રીતે ઉજવતા તેની ઉપરોક્ત વિગતો શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ સંપાદિત, ‘ગાંધીજીની દિનવારી’ અને ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ઉપરથી હરેશ દવે અને હર્ષદ દવેએ અહીઁ સંકલિત કરી પ્રસ્તુત કરી છે. હર્ષદભાઈ કહે છે, ‘જેઓ સંપન્ન છે તેમને પણ રાષ્ટ્રીય સંપત્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ અને કરોડો વંચિત લોકોની વેદનાનું કારણ ન બનવાનો સંદેશ અહીં સૂક્ષ્મપણે વ્યક્ત થયો છે. ‘હું શ્રીમંત છું તેથી પાણીના ટીપા માટે ટળવળતા લોકોનું ટીપું છીનવીને હું બેફામપણે પાણીનો દુરુપયોગ કરું કારણ કે મને તે પરવડે છે’ આવી ભાવના સ્વીકાર્ય ન બનવી જોઈએ. વિશ્વબંધુત્વની ભાવનાની પરવા ન કરતાં લોકો જન્મ દિવસે આડંબર, ભપકા, ખોટાં ખર્ચા, ગિફ્ટ અને રીટર્ન ગિફ્ટ! કદાચ તેમાં વ્યક્ત થતી ભાવના ઉત્તમ હોય પણ કરકસરની વાતને પણ ઉવેખી શકાય નહીં એવું મારું માનવું છે. વિવેકબુદ્ધિ શબ્દ અહીં મદદે આવી શકે અને ‘અતિની ગતિ નહીં’ એ વાત પણ અહીં વિસ્મૃત કરવા જેવી નથી જ. ત્યાગ, સાદગી, સરળતા સુખ સાથે અને મનની શાંતિ સાથે સાચું સગપણ ધરાવે છે તેમ શું તમને નથી લાગતું? ત્રસ્ત, અશાંત, દુખી, ભાગતા, હફ્તા અને અને બે છેડા ભેગા ન કરી શકતા માનવોની વચ્ચે આપણે રહીએ છીએ એ કેમ ભૂલી શકાય? બાપુની વેદનાને વ્યક્ત થઇ જોઈએ તેમનાં જન્મ દિવસે…’