સાસુ તારા વહેતા પાણી… – રમેશભાઈ ચાંપાનેરી 11
કંપનીવાળાઓ તો હમણાં હમણાં ઊંઘમાંથી ઉઠ્યા, કે અમારે ત્યાંથી અમૂક વસ્તુ ખરીદો તો ફલાણી વસ્તુ ફ્રી. બાકી આ આઈડિયા એમણે આપણી લગ્ન વ્યવસ્થામાંથી જ તફડાવેલો છે. લગ્ન કરીએ એટલે એમાં પણ એક પર એક નહિ, ઢગલાબંધ ફ્રી ની સ્કીમ છે. સાસુ – સસરા – દિયર – જેઠ – જેઠાણી વગેરે વહુને ફ્રી માં જ મળે છે ને? પણ એક વાત છે કે લગ્ન વખતે બંને ઘરે એનો સ્ટોક હોવો જોઈએ. નાટકની માફક લગનના આ આખા મામલામાં પણ અનેક પાત્રો આવે છે. એમાં જે નાયક છે એ લગન પછી ખલનાયક લાગે. તેમાં નણંદ અને સાસુ એટલે તો જાણે ભીંત ઉપર ઉગેલો પીપળો. નહિ તો એનું વટવૃક્ષ થાય કે નહિ એની છોડવામાં ગણતરી થાય. હકીકતમાં સાસુ ક્યારેય ખરાબ નથી હોતી. અરે ફળ સારું હતું, એટલે તો ભવ ભવના બંધને બંધાયા. તો એનું ઝાડ તો ક્યાંથી ખરાબ હોય ? પણ આ ‘સાસુ’ શબ્દ જ ખતરનાક છે. ‘સાસુ’ વિશેની કેટલીક વિશેષ વાત લઈને રમેશભાઈ ચાંપાનેરી આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.