Daily Archives: November 19, 2012


આયુર્વેદ ચિકિત્સાના 50 સફળ કેસ.. – વૈદ્ય શોભન વસાણી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 4

અક્ષરનાદ પર અનેકવિધ વિષયોને લઈને મૂકાઈ રહેલા ઈ-પુસ્તકોની શ્રેણીમાં આજે શ્રી શોભન વસાણી કૃત પુસ્તક ‘આયુર્વેદ ચિકિત્સાના ૫૦ કેસ’ નો પ્રથમ ભાગ નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવતા અત્યંત આનંદ થાય છે. પ્રાચીન યુગથી આયુર્વેદની અનેક શાખાઓ એટલે કે નિષ્ણાતપદ્ધતિ – (સ્પેશ્યલાઈઝેશન)નો વિકાસ થયો છે. ચરકની કાયચિકિત્સા (મેડિસિન) અને ભગવાન ધન્વન્તરી અને સુશ્રૃતની શલ્યચિકિત્સા (શસ્ત્રક્રિયા-સર્જરી) તો મુખ્ય છે જ. ભગવાન શ્રીરામના પૂર્વજ નિમિરાજાએ ‘નિમિતંત્ર’ નામે નેત્રચિકિત્સાની શાખા ખીલવી હતી. દંતવેદકની શાખા આજે આયુર્વેદમાં હયાત છે. સૌથી પહેલી ‘કાશ્યપસંહિતા’ લખી કશ્યપઋષિએ બાળ આરોગ્ય અને બાળ ચિકિત્સા માટે; આયુર્વેદ દ્વારા સ્ત્રીચિકિત્સા અલગ દરજ્જો આપી સ્ત્રીરોગો, સગર્ભાપરિચર્યા, પ્રસૂતાચર્યા, પુંસવન પ્રયોગ દ્વારા ઉત્તમ ઈચ્છિત સંતાનપ્રાપ્તિ એ આયુર્વેદની વિશિષ્ઠ દેન છે. હજારો હાડવૈદો આપણે ત્યાં થયેલા, વ્રણચિકિત્સામાંથી મલમપટ્ટાની યુનાની મિશ્રિત શાખાના ગઈ પેઢી સુધી ઠેરઠેર દવાખાનાં હતાં. દેવવ્યયાશ્રય ચિકિત્સા મંત્રચિકિત્સાનું ઘણું મહત્ત્વ હતું. તે ચક્રદત્ત જેવા વૈદ્યોએ પણ સ્વીકાર્યુ હતું. સત્ત્વવજય–ચિકિત્સા દ્વારા માનસિક સારવારની શાખા વિકસી હતી. અક્ષરનાદને આ પુસ્તક પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આયુ ટ્રસ્ટ, શ્રી શોભન તથા શ્રી જુગલકિશોર વ્યાસનો ખૂબ ખૂબ આભાર.