જોતજોતામાં જીવનમાંથી એક વધુ વર્ષ વીતી ગયું, સંવત ૨૦૬૮નું વર્ષ પૂર્ણ થયું અને ૨૦૬૯ દરવાજે આવી ઉભું છે, આવતીકાલે એ પ્રવેશ કરશે ત્યારે એ નવા વર્ષને વધાવવા, તેનું સ્વાગત કરવા અને વીતેલા વર્ષને પાછળ મૂકી એક નવી શરૂઆત કરવા થનગનતા મનથી આપ સર્વેને દિપાવલીના આ શુભ પર્વની, નવા વર્ષની અને આવનારા સૌહાર્દપૂર્ણ, સંતોષપ્રદ અને સુખમય એવા સમયની અનેક શુભકામનાઓ. ઈશ્વર આપની મનોકામનાઓ અને જરૂરતો એમ બધી ઈચ્છાઓ પૂર્ણ કરે તેવી અક્ષરનાદ તરફથી સર્વેને અનેક શુભકામનાઓ.
ઓગસ્ટમાં પ્રસિદ્ધ કરવા માંગતો હતો એ પુસ્તક, સપ્ટેમ્બરમાં જેને પ્રોડ્યૂસ-ડાયરેક્ટ કરવા માંગતો હતો એ ડૉક્યુમેન્ટ્રી, ગીરમાં નવા સ્થળોએ વિચરણ અને મોડી રાતના નેસના ડાયરા – એવા જ અનેક અપૂર્ણ વિચારોને સાકાર કરવાનો એક સંકલ્પ આ નવા વર્ષે કરવો છે. કમાવાનું અને એ માટે મહેનત તો સદાય નસીબમાં લખાયેલા જ છે, પરંતુ એ સિવાયનું જીવન જે આન્ંદ આપે છે એ ગત વર્ષમાં સહેજ પણ મેળવી શક્યો નથી. એક વર્ષનો આ થાક ઉતારવાની મહેનત પણ આ વર્ષે કરવી છે.
ગત વર્ષ અક્ષરનાદ માટે, મારા માટે ખેંચાખેંચી ભર્યુ બની રહ્યું, ગમે તેટલી ઈચ્છા હોય પણ દિવસ ચોવીસ કલાકથી વધુનો થઈ શક્તો નથી અને પ્રાથમિક જવાબદારી એવી નોકરીને અવગણવાનું શક્ય ન હોવાથી એના માઠા ફળ અક્ષરનાદને વેઠવાના થયા છે, ઘણા દિવસ એવા થયા જેમાં પોસ્ટ મૂકી શકાઈ નહોતી અને અફસોસ સિવાય બીજુ કાંઈ કરી શકાય એવી શક્યતાઓ પણ નહીવત. ખૂબ ઈચ્છા હોવા છતાં અનેક મિત્રોના ઈ-મેલ, ફોન અને મેસેજનો જવાબ આપી શકાયો નથી, એ બદલ ક્ષમા. બે થી ત્રણ પ્રસંગ એવા થયા કે જ્યારે સળંગ ત્રણ કે તેથી વધુ દિવસ પોસ્ટ મૂકી શકાઈ નહોતી, એ અનિયમિતતા બદલ ઠપકો આપતા વાચકમિત્રોના અને વડીલોના અધધધ ફોન અને ઈ-મેલ અક્ષરનાદ પ્રત્યે જવાબદારીનું ભાન કરાવે છે, અને ગોપાલભાઈ પારેખ કહે છે તેમ, બે છોકરાઓ હોય તો એમાં વહાલા-દવલા ન હોય, એટલે હવે નોકરી=વેબસાઈટ એ સમીકરણ માટે મહેનત કરવાની થશે.
પણ તેમ છતાં અક્ષરનાદના સબસ્ક્રાઈબર્સનો, વાચકોનો અને શુભેચ્છકોનો આંક વધતો જ રહ્યો એ પાછળ કદાચ હેતુ જ કામ કરતો હશે. ખૂબ શરૂઆતથી અક્ષરનાદનો હેતુ ગમતાનો ગુલાલ કરવાનો જ રહ્યો છે અને એ જ સદાય રહેશે. પંદર લાખથી વધુ ક્લિક્સ, દોઢ લાખથી વધુ ઈ-પુસ્તક ડાઊનલોડ, બે હજારથી વધુ સબસ્ક્રાઈબર્સ અને હજારથી વધુ ફેસબુક લાઈક્સ…. વાચકોનો પ્રેમ અનેક સ્વરૂપે અને વિવિધ માધ્યમો દ્વારા મળતો રહ્યો છે, રહેશે એવી ખાત્રી છે. કયા શબ્દો એ પ્રેમનું ઋણ ચૂકવી શકે? એ વહાલને, એ સ્નેહને અને વિશ્વાસને સદાય નતમસ્તક, આપ સૌની એ લાગણીને સાદર પ્રણામ. પ્રભુ આવનારા વર્ષમાં આ વેબસાઈટને પૂરતો સમય આપી શકાય એવી ક્ષમતા અને સગવડ બક્ષે એ અભ્યર્થના.
આગામી ચાર દિવસોમાં આપના માટે રોજ એક એમ કુલ ચાર ઈ-પુસ્તકો પ્રસ્તુત કરી રહ્યા છીએ. જેમાંનું સૌપ્રથમ ઈ-પુસ્તક, શ્રી ઉમાશંકર જોશી રચિત ‘મારા ગાંધીબાપુ’ની લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સંકલિત આવૃત્તિ આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે. આશા છે દિવાળીની આ ચાર વૈવિદ્યપૂર્ણ મિઠાઈઓ આપનું મોં મીઠું કરાવશે અને અક્ષરનાદના ચોપડે નવા વર્ષના શ્રી ૧l અવતરશે.
સર્વેને દિવાળી તથા નવા વર્ષની અનેક શુભેચ્છાઓ તથા સૌની સમૃદ્ધિ, શાંતિ, સ્વસ્થતા તથા સંતુષ્ટિ માટે પ્રભુને પ્રાર્થના.
આભાર
પ્રતિભા તથા જીજ્ઞેશ અધ્યારૂ / ગોપાલ પારેખ
ઈ પુસ્તક માટે આભાર અને તહેવારોની શુભેચ્છાઓ……
નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ સાથે આવનાર નવું વર્ષ આપણું ગુજરાતી સમાજ વધુને વધુ વાંચનપ્રીય બને તેવી ઇશ્વર પાસે અભ્યાર્થના સહ, સહુ કોઇને નુતન વર્ષાભિનંદન
વિપુલ રવજીભાઇ સોંદરવા તથા સોંદરવા પરીવાર તરફથી
નૂતન વર્ષની શુભેચ્છાઓ. નવી પોસ્ટની રાહ જોઈશું.
આપણા અક્ષર નાદ પરિવાર ને નવા વષ’ ના સાલ-મુબારક.
નુતન વર્શાભિનન્દન
Jigneshbhai ,
Happy Diwali and Prosperous new year to you, your family and Aksharnaad team (including all readers). You doing really great job appraciates always. Wish you all the best for brighten and colorful days.Hoping for more literature from diffrent writers.
જિગ્નેશભેઇ,
ખૂબ સુંદર ધન્યવાદ
આપ અમારા દિલ આ રીતે જીતતા રાખો તેવી ઇશવર આપને તાકાત આપે
જિજ્ઞેશભાઈ તેમજ અક્ષરનાદ ના તમામ વાચકોને દીપાવલિ અને નવું વર્ષ મુબારક.. અને અક્ષરનાદ.કોમ્ ખૂબ ખૂબ પ્રગતિ કરે અને મારા જેવા અનેક વાચકો ને લાભદાઈ થાય એજ પ્રભુ પ્રાર્થના…
અક્ષરનાદનાં માધ્યમ વતી આપ જે ઉમદા કાર્ય કરી રહ્યા છો તે ખરેખર ઉદાહરણીય છે.
આપણે નિશ્ચિત કરેલ ધ્યેય આપણે થોડા ખેંચાઇએ તો જ સિધ્ધ થઇ શકે તેવાં હોવાં જોઇએ, તે વિષે કોઇ બેમત ન હોઇ શકે. સંજોગવશાત્ કદિ તે લક્ષ્યને ન પણ પહોછી શકીએ તો તેનો અફસોસ પણ ન હોવો જોઇએ, કારણકે આપણા પ્રયત્નો અને સંનિષ્ઠામાં ક્યાય ઊણપ નથી.
અને એક સાથે ચાર પુસ્તકોના થાળથી વર્ષની સરૂઆત કરીને તમે ઊણપને તો ક્યાંય વીસરાવી પણ દીધી છે.
માટે, આ શુભ અવસરે, આનંદો, અને માત્ર, આનંદો.
અક્ષરનાદ અને તેના સહુ સક્રિય, અને અ-સક્રિય, વાચકોને નવા વર્ષનાં હાર્દિક અભિનંદન્.
‘કુછ મીઠા હો જાય’ ની જેમ દિપાવલીની ભેટ બદલ ધન્યવાદ !
આપ સૌ ને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ !
ભઈ જિગ્નેશ , બહેન પ્રતિભા ,
જિવન – પર્વ કેવિ રિતે ઉજવવુ જોઇએ , તે આ દિવાલિએ મને ૬૫ વરસે તમારિ પાસેથિ શિખવા મલ્યુ , સલામ !
તમારિ નાનકદિ બાલા કેતલિ નસિબ્દાર કે એને તો એનિ
જિન્દગિના પહેલા જ દિવસ્થિ ગુરુવર્ય માબાપ મલિ ગયા
દરેક નવ -દમ્પતિને પ્રેરનારુપ થવા માતે ઇશ્વર તમારા દામ્પત્ય્ને અને અક્ષરનાદ ને ચિરન્જિવ રાખે એવિ શુભેચ્ચ્હા
ashvin . desai 47 @gmail .com
Jignesh Bhai:
Happy Dipawali to you,your family and extended family of Aksharnaad. You have done wonderful job within last few years through this web site. Only through your web site ,we USA based readers came across some new but very talented writers.
I am wishing you lots of luck for future ventures and thanks again from the bottom of my heart.
દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ. ગીર પ્રવાસ વર્ણન અને ડોક્યુમેન્ટરીની અમે રાહ જોઇએ છીએ.
ઈ-પુસ્તકો માટે અભિનંદન.આપની ધગશ ને ભાવનાને નમન. શુભેચ્છા. મુશ્કેલી ૯-૨-૧૧ થઇ જાય. પ્રયત્નોનો લાલીમાં સામે વિરોધ,આફતોની કાલિમાની ૧-૨ ને ત્રણ.એવી દિવ્યતા જાગે,નિરાશાના ૧૨ વાગી જાય,,આનંદનું ડમરુ નાચે એવી શ્રદ્ધા અને લાગણી સાથે દિવાળી અને નવા વર્ષોની શુભકામનાઓ.-દુર્ગેશ ઓઝા પોરબંદર
દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી, ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહો એવી સર્વ મીત્રોને દીલી શુભેચ્છાઓ… નુતન વર્ષાભીનંદન…