સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ઑડીયો


પતઈ રાજાની સંગીતમય લોકવાર્તા – ભાગ ૧ અને ૨ (Audiocast) 5

ગુજરાતનું પોતીકું અને માતાજીની શક્તિપીઠોમાંથી એક એવું પ્રવાસનધામ પાવાગઢ મહાકાળી માતાના ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે કાયમ એક આકર્ષણ રહ્યું છે. આ સાથે હવે વર્લ્ડ હેરીટેજ જાહેર થયેલા ચાંપાનેરની પણ વાયકાઓ અને વાતો આપણી લોકવાણીમાં સચવાયેલી છે. અનેક ઘટનાઓ અને લોકવાર્તાઓનું સુંદર રેકોર્ડિંગ અનેક ભાગોમાં એમ. કે. આર્ટ્સ પ્રા. લી. અને એમ કે પ્રોડક્શન્સના માર્કંડભાઈ દવે તરફથી અક્ષરનાદને મળ્યો છે. આ લુપ્ત થતી લોકકળાને – લોકવાર્તાને જીવંત રાખી શકાય અને દૂર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડી શકાય તેવી સુંદર ભાવના સહ અક્ષરનાદને આ ઑડીયો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.


શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન – ભજન (Audiocast) 7

“શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન…” હોય કે “આંખ મારી ઉઘડે…” કે પછી “મારી ઝૂંપડીએ રામ…” નાનપણમાં માસી અને નાનીના મુખે ક્યારેક વેકેશનના સમયમાં મામાને ઘરે રાત્રે સૂતા પહેલા આ ભજનો સાંભળવાનો લહાવો મળેલો, અને પછી નાની બહેનને હીંચકાવતા એ ગાવાનો લહાવો પણ લીધો હતો એ વાત યાદ આવે છે. સમયની સાથે ઘણી વસ્તુઓ સ્મૃતિપટ પર સદાયને માટે છાપ મૂકી જાય છે, આ ભજનો તેમાંનાં જ છે. આજે તેમાંથી જ સાંભળીએ “શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન…”. શ્રી માર્કંડભાઇ દવેના સહયોગથી તેમના કોપીરાઈટ એવા આ રેકોર્ડિંગ અક્ષરનાદને મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


શ્રી જશવંત મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૧ (Audiocast) 2

શ્રી જશવંતભાઈ સાથે સંપર્ક કરાવી આપવાનું સંપૂર્ણ શ્રેય શ્રી સૉલિડ મહેતાને જાય છે. જેટલી સબળ અને સુઘડ ગઝલ તેમણે પ્રસ્તુત કરી છે એટલું જ અર્થગાંભીર્ય તેમના શે’રમાં ઝળકે છે. અક્ષરપર્વમાં કવિ સંમેલનને શોભાવવા ઉપસ્થિત રહીને સૌને તેમના ગઝલરસમાં તરબોળ કરી મૂકવા બદલ શ્રી જશવંત મહેતાનો ખૂબ ખૂબ આભાર. આવો, આજે વાંચીએ અને સાંભળીએ તેમની એ ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં


શ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast) 16

આમંત્રણને માન આપીને અક્ષરપર્વને શોભાવવા ઉપસ્થિત થયેલ તાહાભાઈ સરસ રચનઓ લઈને છવાઈ ગયેલા. હાર્દિકભાઈએ જેમને પોતાના સંચાલન દરમ્યાન શ્રી આદિલ મન્સૂરી સાહેબના કાવ્યવંશજ કહ્યા છે તેવા તાહાભાઈ શ્રી આદિલ મન્સૂરી સાહેબના ભત્રીજા છે. તેમણે શુદ્ધ ઉર્દુમાં રણકતા સ્વરમાં સંભળાવેલી બે સુંદર ગઝલો હોય કે પરીક્ષા વખતની હાલતની બયાન કરતી કૃતિ, તાહાભાઈને ખૂબ દાદ મળી. અક્ષરપર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને આવી સુંદર રચનાઓ પ્રસ્તુત કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે અનેક જાનદાર રચનાઓ આપણને મળતી રહે તેવી આશા સાથે આવો સાંભળીએ અક્ષરપર્વમાં તેમણે રજૂ કરેલી ત્રણેય રચનાઓ તેમના જ સ્વરમાં.


શ્રી વિમલ અગ્રાવત દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૯ (Audiocast) 10

શ્રી વિમલભાઈ અગ્રાવત સાથે સંપર્ક આમ તો ઘણા સમયથી, ફોન પર ક્યારેક વાતો પણ થયેલી અને રાજુલા અને પીપાવાવ વચ્ચે પચીસેક કિલોમીટરનું અંતર હોવા છતાં રૂબરૂ મળવાનો પ્રસંગ અક્ષરપર્વને લીધે મળ્યો. પીપાવાવ ચોકડીથી વડોદરા સુધીની અમારી સફર અનેરી મજા કરાવી યાદગાર થઈ તો અક્ષરપર્વમાં તેમની એક્કેક રચનાઓને શ્રોતાઓએ ખૂબ દાદ આપી. સ્વભાવે તદ્દન સરળ, રચનાઓની રીતે પૂરેપૂરા સબળ અને નિખાલસ એવા વિમલભાઈને મળ્યા પછી આટલો વખત ન મળ્યાનો અફસોસ થયો. રાજુલા – જાફરાબાદ – મહુવા વિસ્તારમાં સમયાંતરે કાવ્યપઠન અથવા ફક્ત સમરસીયા મિત્રોના મિલનનો કાર્યક્રમ ગોઠવવાની ઈચ્છાનો પડઘો પણ તેમણે એ સફર દરમ્યાન જ પાડ્યો. આજે પ્રસ્તુત છે તેમની જ ત્રણ રચનાઓ તેમના અવાજમાં.


શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast) 8

શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે આ સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે, અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય. પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ, ત્યારે એક સુઘડ, અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો. અક્ષરનાદ પર આ પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી જ રહી છે. પણ અક્ષરપર્વમાં તેમની ઉપસ્થિતિ એક અનોખો પ્રસંગ ઉભો કરી ગઈ છે. તા. ૨૦ મે ના રોજ તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા. તેમની પ્રેમભરી ગઝલોને એક નવું પ્રેરકબળ મળે, તથા તેમના બંનેના જીવનમાં પ્રેમ, આનંદ તથા ઉલ્લાસની છોળો ઉડે તેવી શુભેચ્છાઓ સાથે અક્ષરનાદના સર્વે વાચકો તરફથી બંનેને સહજીવનની અનેક શુભેચ્છાઓ. અનેક સીમાડાઓને અવગણીને અક્ષરપર્વને તેમની ગઝલરચનાઓથી શોભાવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.


શ્રી સૉલિડ મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૭ (Audiocast) 1

અક્ષરપર્વમાં ગઝલસંધ્યા આયોજનમાં ઉત્સાહભેર ભાગ લેવાની હા પાડ્યા પછી શ્રી જશવંતભાઈ મહેતા અને શ્રી દીનાબેન શાહને પણ સાદર શામેલ કરનાર અને અક્ષરપર્વને ઘરના જ ઉત્સવની જેમ પોતીકી રીતે ભાગ લઈને ચાર ચાંદ લગાવનાર શ્રી સૉલિડભાઈ મહેતાની ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં આજે માણીએ. અક્ષરપર્વમાં આટલા સરસ અને ઉમદા સહયોગ બદલ સૉલિડભાઈને આભારના કયા શબ્દો વડે નવાજવા? શબ્દો એ અભિવ્યક્તિમાં કાયમ ઓછા જ પડવાના. અક્ષરપર્વના કવિસંમેલનમાં ઉપસ્થિત રહીને આ રચનાઓ પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારવા બદલ શ્રી સૉલિડભાઈ મહેતાનો ખૂબ ખૂબ વંદન.


ડૉ. દીના શાહ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૬ (Audiocast) 7

વડોદરામાં ગાયનેકોલોજીસ્ટ એવા ડૉ. શ્રી દીનાબેન શાહ અક્ષરપર્વમાં આમ તો શ્રી સોલિડ મહેતા સાહેબને મળવા આવ્યા હતાં પણ અમારા સૌના આગ્રહે તેમણે તેમની રચના પ્રસ્તુત કરવાની સહર્ષ સંમતિ આપી. આજે પ્રસ્તુત છે તેમના જ સ્વરમાં તેમની ત્રણ રચનાઓ, જેમાં બે ગઝલ તથા એક ગીતનો સમાવેશ થાય છે. અક્ષરપર્વના કવિસંમેલનમાં ઉપસ્થિત રહીને આ રચનાઓ પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારવા બદલ ડૉ. દીનાબેનનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૫ (Audiocast) વાંસળીવાદન 7

અક્ષરપર્વમાં ‘નાદ’ સ્વરૂપને તેમના સુંદર વાંસળીવાદન વડે પ્રસ્થાપિત કરવાની વિનંતિ મેં શ્રી પ્રસાદભાઈ સાઠેને કરી અને તેમણે એ માટેની સહર્ષ સંમતિ આપી. સમગ્ર સંગીતસંધ્યા દરમ્યાન તો તેમણે સુંદર વાંસળીવાદન વડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા જ હતાં, પણ દસેક મિનિટની તેમની આ વિશેષ પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને ઉલ્લાસમય કરી દીધું. તેમણે ઉલ્લાસ અને ઉમંગના પ્રતીક સ્વરૂપ ‘દેશ રાગ’ પ્રસ્તુત કર્યો. – સાંભળીએ શ્રી પ્રસાદભાઈ સાઠેનું વાંસળીવાદન.


આજ પધારે હરિ – ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ (Audiocast) 8

શ્રી ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ની ‘સકલ કવિતા’ માંથી શ્રી માધવ રામાનુજ, સંગીત નિર્દેશક સ્વ. શ્રી છીપા તથા શ્રી સ્નેહરશ્મિના પુત્ર શ્રી સિદ્ધાર્થભાઈ દ્વારા પસંદ કરાયેલી રચનાઓ ‘સ્નેહનિકેતન’ દ્વારા સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરીને સુંદર રીતે પ્રસ્તુત કરાઈ છે. સંગીત નિર્દેશન સ્વ. શ્રી એફ. આર. છીપા દ્વારા તથા સંગીત સંચાલન શ્રી અમિત ઠક્કર દ્વારા કરાયું છે. અક્ષરનાદને આ આખુંય આલ્બમ મોકલવા બદલ શ્રી સિદ્ધાર્થ દેસાઈનો ખૂબ ખૂબ આભાર. આ સંગ્રહની બધી રચનાઓ સમયાંતરે આપણે માણીશું. આજે એ જ સંગ્રહમાંથી માણીએ એક સુંદર રચના …. ‘આજ પધારે હરિ’ ઑડીયો સ્વરૂપે.


પરિચય છે મંદિરમાં દેવોને મારો… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 21

આજે પ્રસ્તુત છે એક ખૂબ જ સુંદર ગઝલપઠન, “પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે….” ચાલો સાંભળીએ આ ગઝલ શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના પોતાના સ્વરમાં. ગુજરાતીના એક અદના બ્લોગર શ્રી માવજીભાઈને તેમના મિત્ર શ્રી ભાવેશભાઈ પટ્ટણી પાસેથી મળેલ આ દુર્લભ ક્લિપ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની ગઝલોના પઠનની આ તથા આવી અનેક ઑડીયો ક્લિપ અક્ષરનાદને તેમણે પાઠવી છે. આપણે તેમને સમયાંતરે માણતા રહીશું.


મંદિર તારું વિશ્વ રૂપાળુ – જયંતીલાલ આચાર્ય (Audiocast) 38

શાળા સમયની કેટલીક પ્રાર્થનાઓ મનમાં ઘર જમાવીને કાયમ બેઠી હોય છે, અને વર્ષો પછી જ્યારે તેમને ફરી સાંભળવાનો અવસર મળે ત્યારે એ જૂના દિવસો અચૂક યાદ આવી જ જાય. અમારી શાળામાં રોજ સવારે વિદ્યાર્થિઓનું આગમન થતું હોય એ સમયે દેશભક્તિના ગીતો વગાડાતાં, અને આવી સુંદર પ્રાર્થનાઓ પણ વાગતી. એ સમયની યાદોમાંથી જ એક પ્રાર્થના આજે આપ સૌ સાથે વહેંચી છે. સંગીત આયોજન તથા રેકોર્ડિંગ શ્રી માર્કંડભાઈ દવે દ્વારા કરાયું છે. અક્ષરનાદ સાથે આવી સુંદર ઑડીયો રચનાઓ વહેંચવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


માં બાપને ભૂલશો નહીં – સંત પુનિત (Audiocast) 23

માં બાપને ભૂલશો નહીં; સંત પુનિતની આ રચના જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે એક અનોખી લાગણી ઉભરાઈ આવે. આજના અતિઆધુનિક ઝડપી યુગમાં ઘરથી, માતાપિતા અને સગાવહાલાઓથી કેટલાય જોજનો દૂર, ભલેને એ મજબૂરીને લીધે હોય, છતાંય વસતાં આપણે આ ગીતની શીખને કેટલી પચાવી શકીએ છીએ, અને એ પચાવીએ તોય તેને કેટલી અમલમાં મૂકી શકીએ છીએ એ સમજવાનો અને વિચારવાનો વિષય છે. એવામાં આપણા સાહિત્યરત્નોમાં રહેલો આવો જ કોઈક ‘નાદ’ મનને ક્યાંક ઝંઝોળતો હશે, શું કહેતો હશે ? સાંભળો ……


શ્યામ તમે આવો શમણાંમાં – માર્કંડ દવે (Audiocast) 6

વિચારપ્રેરક અને પ્રસંગોચિત બ્લોગપોસ્ટ – ઇમેલ માટે આપણા સૌના માનીતા એવા માર્કંડભાઈ ભટ્ટ દ્વારા લખાયેલી ‘રાધાશ્યામ’ એ શિર્ષકની રચના તેમના દ્વારા જ સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરાઈ છે. ભક્તિ રચના હકિકતમાં કોઈપણ શાળા અથવા સોસાયટીના કાર્યક્રમમાં ભજવી શકાય તે માટે આ “રાધાકૃષ્ણ નૃત્યનાટિકા” તૈયાર કરેલી. અગાઉ આ બૅલે બાળકો દ્વારા ભજવાયેલ પણ છે. ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારબાદ જશોદા મૈયા – રાધા – ગાયો તથા ગોપ-ગોપીના વિરહભાવનું આ ગીતમાં વર્ણન છે.અક્ષરનાદ તથા સર્વે ભાવકો સાથે આ ગીત વહેંચવા બદલ માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરનાદ ‘સિગ્નેચર ટ્યૂન’ – જયેશભાઈ પરમાર 21

અક્ષરનાદના ‘નાદ’ એટલે કે ઑડીયોકાસ્ટ વિભાગની શરૂઆત કરી ત્યારથી એક ઈચ્છા હતી કે અક્ષરનાદની પોતાની એક ઓળખ આપતી સૂરાવલી / ધૂન બને, ‘સિગ્નેચર ટ્યૂન’ હોય. આ જ આશા સાથે ધૂળેટીના દિવસે શ્રી જયેશભાઈ પરમારના સહયોગથી નડીયાદના ડી-સ્ક્વેર સાઊન્ડ રેકોર્ડિંગ સ્ટૂડીઓ ખાતે એક ધૂન સ્વરબદ્ધ, સૂરબદ્ધ – રેકોર્ડ કરવામાં આવી, સ્વર આપ્યો છે નડીયાદના શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકે.


નરસિઁહ મહેતાનું જીવન અને કવન – તરુણ મહેતા (Audiocast) 20

શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ વિસ્તૃત લેખ એક ખૂબ સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટ….


જય સોમનાથ – હાર્દિક યાજ્ઞિક (First audiocast) 28

અક્ષરનાદના ઑડીયો વિભાગની શરૂઆત માટે ‘જય સોમનાથ… !’ થી વિશેષ શું હોય ? સોમનાથ દાદાની આ કૃપા જ છે કે વિશેષ રૂપે મેં હાર્દિકભાઈને આ નાટકની એક નાનકડી પરિચય કડી આપવા વિનંતિ કરી અને તેમણે હોંશે હોંશે એ મોકલી આપી છે, અને બીજી કોઈ પણ રીતે આ સાંભળવાનો અવસર કદાચ ન મળે પણ અહીં તેનો પરિચય, ક. મા. મુનશીનું વર્ણન, કેટલાક સંવાદો અને એ રીતે આ નાટકની ઝાંખી આપવાનો આ પ્રયત્ન આપ સૌને પસંદ આવશે એવી આશા છે.