અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૫ (Audiocast) વાંસળીવાદન 7


શ્રી પ્રસાદભાઈ સાઠે આમ તો વડોદરામાં રિલાયન્સ (આઈપીસીએલ) માં ફરજ બજાવે છે, પણ સાથે સાથે તેમનો વાંસળીવાદનમાં ગજબની હથોટી છે. અક્ષરપર્વમાં ‘નાદ’ સ્વરૂપને તેમના સુંદર વાંસળીવાદન વડે પ્રસ્થાપિત કરવાની વિનંતિ મેં તેમને કરી અને તેમણે એ માટેની સહર્ષ સંમતિ આપી. સમગ્ર સંગીતસંધ્યા દરમ્યાન તો તેમણે સુંદર વાંસળીવાદન વડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા જ હતાં, પણ દસેક મિનિટની તેમની આ વિશેષ પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને ઉલ્લાસમય કરી દીધું.

તેમણે ઉલ્લાસ અને ઉમંગના પ્રતીક સ્વરૂપ ‘દેશ રાગ’ પ્રસ્તુત કર્યો. દેશરાગમાં આરોહમાં પાંચ અને અવરોહમાં સાતેય સૂરોને ઉપયોગમાં લેવાય છે, આરોહમાં શુદ્ધ ‘નિ’ અને અવરોહમાં કોમળ ‘નિ’ વપરાય છે, એ સિવાય બધા સ્વરો શુદ્ધ છે. દેશ રાગ વિશેની આ પ્રાથમિક માહિતિ સાથે આવો માણીએ – સાંભળીએ શ્રી પ્રસાદભાઈ સાઠેનું વાંસળીવાદન.

[audio:http://aksharnaad.com/images/idpd/flute%20by%20prasad%20sathe.mp3]

દેશ રાગ સામાન્ય રીતે રાત્રીના પ્રથમ પ્રહરનો રાગ છે. આ જ રાગમાં પ્રસિદ્ધ કેટલાક ગીતોમાં વંદેમાતરમનું જૂનું સ્વરૂપ, શ્રી અનુપ જલોટા દ્વારા ગવાયેલ કબીર ભજન, “ચદરીયા ઝીની રે ઝીની”, ૧૯૩૬ની ફિલ્મ દેવદાસનું “દુઃખ કે અબ દિન બીતત નાહી” અને મને ખૂબ ગમતુ એવું ૧૯૬૫ની ફિલ્મ આરઝૂનું “અજી રૂઠ કર અબ કહાં જાઈયેગા” મુખ્ય છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૫ (Audiocast) વાંસળીવાદન