Daily Archives: September 25, 2008


મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧) 17

મૃત્યુ વિષે ઘણું વાંચ્યું છે, ઘણું જોયું છે અને ખૂબ ઓછું સમજ્યું કે મેળવ્યું છે. મેં અહીં મૃત્યુ વખતનો અનુભવ કેવો હશે તે લખવાનો પ્રયત્ન કર્યો છે, મને લાગે છે કે જે સંજોગો વિષે બીજા કોઈ વિચારવા ન માંગતા હોય તેના વિષે આપણે વિચારવું જોઈએ….મારા મૃત્યુ પહેલાનો અને પછીનો સમય અહીં કલ્પ્યો છે……કદાચ આવું જ હોય અને કદાચ આવુંન ય હોય પણ આ તો એક કલ્પના છે……ભવિષ્યની ……અને ભવિષ્ય પછીના ભવિષ્યની…… મારા ઘણા અખતરાઓને આપે વાંચ્યા અને વખાણ્યા કે મૂલવ્યા છે…આશા છે આ પણ ગમશે… E@@@@@——> શ્વાસો ધીમા થઈ ગયા છે, આંખો અર્ધ બીડાયેલી છે, દીકરા, દીકરી, વહુ, જમાઈ, પૌત્રો અને પૌત્રીઓ વગેરે બધા વીંટળાઈ વળ્યા છે. જીવનભર સાથ આપનાર જીવનસાથી આ સફરમાં મને એકલા જ પ્રયાણ કરતા જોઈને વ્યથિત છે પણ તેની વ્યથા હવે ‘મેચ્યોરીટી’ પામી ચૂકી છે, જાણે કે સંજોગોને આવતા જોઈને તે પહેલાથી જ શોકમાં ડૂબી ગઈ છે….આસપાસ ઉભેલા બીજા બધા એમ્બ્યુલન્સ બોલાવવાની તૈયારી કરે છે જેથી ઉંચકીને ન લઈ જવો પડે, કેટલાક ફોન કરવામાં પડ્યા છે કે આ જીવ નો આ અંતિમ અવસર છે, કેટલાક શાંત ચિતે ઉભા તેમના સફેદ લેંઘા ઝભ્ભા ક્યાં પડ્યા હશે તે વિચારે છે…..અને હું….. જીવનના આ અંતિમ મુકામે….અને એક નવી તૈયારી વખતે મને લાગે છે કે હું ગભરાઈશ નહીં…….પણ દુઃખી અવશ્ય હોઈશ, આસક્તિઓ હજીય મને છોડીને ગઈ નથી એટલે પરસેવો અને લોહી એક કરી બનાવેલુ આ મકાન જેમાંથી મને કાઢવા લોકો તલાપાપડ થઈ રહ્યા છે તેને હું શૂન્યમનસ્ક પણે જોઈ રહ્યો છું, યાદ આવે છે એ કરકસર અને વેઠેલી તકલીફો જેના પ્રતાપે આ મકાનના હપ્તા ભરાયા છે……યાદ આવે છે એ બેન્ક […]