પ્રસંગ એક
હું છું દિલ્હીના એક પોશ વિસ્તારમાં, અહીં ઘણા બધા એમપી અને રાજનેતાઓ રહે છે. હું અહીં છું કારણકે મારી ઓફીસ આ વિસ્તારમાં છે અને કંપનીએ આપેલુ મકાન પણ આ વિસ્તારમાં છે. રોજ ઘરેથી ઓફીસ ચાલીને જતા અડધો કલાક જાય છે. સાંજે એ જ રસ્તો પાછો ઘરે જવા માટે વાપરૂં છું.
એક દિવસ બે કાઠીયાવાડી વસ્ત્રોમાં સજ્જ યુગલ મને દેખાય છે. તેઓ વૃધ્ધાવસ્થાના ઉંબરે છે. મને જોઈને તે પહેલા પૂછે છે કે મને ગુજરાતી આવડે છે કે નહીં. અને મારા હા પાડ્યા પછી મને કહે છે કે તેઓ સૂરતના છે અને તેમનો સામાન અને બધા પૈસા અહીં કોઈ ઉપાડી ગયુ છે કે ચોરી ગયું છે. બંનેની આંખમાં આંસુ છે, મને પણ એમ થાય છે કે મારા લોકો આ અજાણી જગ્યાએ પોતાના ધરથી હજારો કિલોમીટર દૂર મુસીબતમાં હોય તો મારે મદદ કરવી જ જોઈએ.મેં તેમને બસો રૂપીયા આપ્યા અને ત્યાંથિ ઘરે જવા નીકળ્યો.
બીજા દિવસે ફરી એ લોકો ત્યાં તે જ સમયે, તે જ અવસ્થામાં ઉભા હતા. આજે મને તેમણે ન બોલાવ્યો, આ વિસ્તારમાં ગુજરાત ભવન આવેલુ છે, તે અન્ય ગુજરાતીઓને શોધતા હતા, અને થોડાક વખત પછી તે બંને ત્યાં પાસેના કાર પાર્કિંગની પાછળથી જુગાર – પત્તા રમતા ઝડપાયા.
પ્રસંગ બે
હું પીપાવાવ હાઈવે ક્રોસિંગ પર છું. એક મિત્ર ત્યાં ગાડી લઈને આવવાના છે, તેથી તેમની રાહ જોઈ રહ્યો છું. એક મહારાષ્ટ્રીયન ભાઈ ત્યાં આવે છે. તે મને પૂછે છે કે હું મરાઠી સમજું છું કે નહીં? અને મેં હા પાડી એટલે તે કહે છે કે તે સોમનાથ ગયા હતા, જ્યાં તેમનો સામાન અને પાકીટ ચોરાઈ ગયું.
એક ટ્રકવાળા પાસે મદદ લઈ તે પોતાના પરિવારને લઈને માંડ માંડ અહીં સુધી પહોંચ્યા, હવે આગળ જવાનું ભાડું નથી, આંખમાં આંસુ સાથે તે કહે છે કે કઈ રીતે માંગું એ ખબર નથી પડતી પણ મારી પત્ની અને માં, નાનો ભાઈ અને પુત્ર, આ બધાને લઈને કઈ રીતે ઘરે જવું? તેમણે ચોખ્ખી રીતે મારી પાસે પૈસા ના માંગ્યા, પણ મેં પૈસા આપવાની વાત કરી તો કહે મને પૈસા ના આપો, ક્યાંક મારાથી કોઈ દુરૂપયોગ થઈ જાય, આપવુ જ હોય તો મારી પાસે ચારસો છે, બીજા બસો તેમાં નાખી મને બસ ની ટીકીટ લઈ આપજો ….
ખબર નહીં કેમ પણ હવે મને છેતરાવાનો અફસોસ નથી કારણકે એક ખરાબ અનુભવ ભોગવ્યા પછીય મને લાગે છે કે આપણે આપણો સ્વભાવ ન છોડવો જોઈએ……….શું કહો છો?
Nice one
mare na kahe vu joie ,parantu amare England ma
pan amuk aawa dhutara aave chhe .mara par vitelo prang kahu chhu. Ek sadarji ande sathe
aapno amdawad thi aavel banne mane same malya
ane puchhyu ke tame gujarati chho ? me ha kahi
etle sardarji aankhma pani lavine bolya ke amo
beu lutai gaya ,amara passport ane paisa chorai
gaya chhe,amone £ 80/- bus ni ticket mate joichhe,me mara mitro sathe maline paisa bhaga karya ???????>trije diwase teo baju na gam ma
pan aaj bahanu aapine £ pounds magta hata.
MARA ANUBHAV MUJAB KOIE BHIKARINE PAISA HATH MA AAP-WA NAHI .BHOJAN AAPO PET BHARAI JAASE ETLE KAHESHE .HAAS PET BHARAI GYU.
commentby:
Chandra
“દૂધથી દાઝેલા, છાશ ફૂંકી, ફૂંકીને પીએ” આવા અનભુવ પછી..આપણું દાન કે મદદ યોગ્ય જગ્યા, અને યોગ્ય વ્યક્તિ ને જાય તે ચકાશવું જરૂરી બને…
કોની પર વિશ્વાસ કરવો? સાચું કોણ? પારખવું મુશ્કેલ તો ખરુજ!!
hu tamne pehla mari vaat kahu pachi ek story kahis,ena pachi decide karjo k koi no bharosho karvo k nahi…..jo tame aa vancho to mane chintannaik21@rediff.com upar mail karjo….hu ek chokri ne prem karto hato jene cancer hatu…ane e pan mane prem kare che…ek divas e mrutyu pame che….thoda divaso pachi mane khabar pade che k e mari friend nu kam hatu…matlab k hu ullu banyo….to pan aaj ni ghadi e hu ene maaf karine eni jode vaat karu chu..aje pan lage che k e mane ullu banavti hase pan have bau farak nathi padto….karan k apto swabhavaj evo che……………………..
Dear sir,
I am your fan. now i want to read Zaverchand meghani’s saurastra ni rasdhar.
Should u guide me when should i get it on net? or should u please post it if u have.
Regards,
Nirav Kundaria
મારી સાથે પણ આવો જ એક અનુભવ થયો તો, ન્યુ યોર્કની ૪૨મી સ્ટ્રીટ પર એક માણસ આવ્યો, સારા ઘરનો દેખાતો, ઇન્ડીયન અને અંગ્રેજીમાં જ વાત કરી કે ‘તમે ઇન્ડીયન છો? મને પાછુ બોસ્ટન જવુ છે અને મારુ પાકીટ ચોરાઇ ગયું, ટીકીટ લેવાની છે” મારી પાસે કેશ ન હતા, તો એણે કીધુ કે નજીકમાં જ એ.ટી.એમ. છે. પછી ત્યાં જતા જતા હિન્દીમાં વાત કરી અને એના કહેવા પ્રમાણે એનો બિઝનેસ છે અને પંજાબ નો છે etc etc… પછી મેં એ.ટી.એમ.માંથી કાઢીને આપ્યા, અને ઘરે જઇને મારા મિત્રો ને આ કીધુ…અને પછી લગભગ મહિના પછી એક મારા મિત્ર એ એ જ જગ્યાએ આ માણસને બીજા પાસે આવી રીતે વાત કરતા જોયો.
બોધ – આ વાત અને ઉપરની બધી વાત પરથી એવો બોધ લઇ શકાય કે જો છેતરાવુ ના હોય તો સચેત રહીને મદદ કરવી. દા.ત. કોઇને ક્યાંય જવુ હોય તો ટિકિટ અપાવી ને છોડવો, કોઇને ભુખ લાગી હોય અને રુપિયા માગતો હોય તો ખવડાવીને છોડવો…એમ જ રુપિયા આપવા નહિ.
આ તો છેતરપીંડી છે.
http://www.yogaeast.net
નવા અને બહુ જ જરુરી વીષય ઉપરના સ્વાનુભવ ..
કોઈ પણ રીતની ભીખને ઉત્તેજન ન જ આપવું જોઈએ. અને આ તો છેતરપીંડી છે.
This is new way of begging now a days.
this had happen to me in vile parle east, maharashtrian couple in dhoti looked like from villege
asked to pay for the ticket fare as they had no money.i had a similiar experience in oman in oma so i told i will come up to station and get u ticket but they insisted for cash,i refused and they quitely left!!
pl dont fall in the trape, even dont give any money to pepole on signals
Khabar nathi padti ke vishvas karvo ke na karvo pan aapna pehla anubhav pachi lagbhag koi pan vyakti madad na karvaj preray pan ha aava samay ma paisa apva badal je vastu joiti hoy e apavi devi vadhu hitavah che. Evu maru potanu manvu che. Bhukhya vyakti ne bhojan aapvu vadhare hitavah che na ke paisa karenke paisa haath ma avta ghana loko na man bagadta vaar nathi lagti
Sandeep Thakkar
mane mari saathe banela aava j 2 prasangoni yaad aavi gai.
pehli vakhat chetraya pachi, biji vakhat sabhan bani madad nahi kari
ane, joshimath ma aasha thi mandayeli chhar aakho ne dubhavavni,bhul kari !
je, aaje pan adadhi raate jagadi jaay chhe!
jo me thodi madad kari hot, to maru shu jaat ? 200 /500 rupiya?
pan e 2 manavi nu shu gayu?
khub badho samay,manasai pratye no vishvash,ane ghare paacha pohchi sakashe aevi aasha ! ! !