મૃત્યુ વિષે ઘણું વાંચ્યું છે, ઘણું જોયું છે અને ખૂબ ઓછું સમજ્યું કે મેળવ્યું છે. મેં અહીં મૃત્યુ વખતનો અનુભવ કેવો હશે તે લખવાનો પ્રયત્ન કર્યો છે, મને લાગે છે કે જે સંજોગો વિષે બીજા કોઈ વિચારવા ન માંગતા હોય તેના વિષે આપણે વિચારવું જોઈએ….મારા મૃત્યુ પહેલાનો અને પછીનો સમય અહીં કલ્પ્યો છે……કદાચ આવું જ હોય અને કદાચ આવુંન ય હોય પણ આ તો એક કલ્પના છે……ભવિષ્યની ……અને ભવિષ્ય પછીના ભવિષ્યની……
મારા ઘણા અખતરાઓને આપે વાંચ્યા અને વખાણ્યા કે મૂલવ્યા છે…આશા છે આ પણ ગમશે…
E@@@@@——>
શ્વાસો ધીમા થઈ ગયા છે, આંખો અર્ધ બીડાયેલી છે, દીકરા, દીકરી, વહુ, જમાઈ, પૌત્રો અને પૌત્રીઓ વગેરે બધા વીંટળાઈ વળ્યા છે. જીવનભર સાથ આપનાર જીવનસાથી આ સફરમાં મને એકલા જ પ્રયાણ કરતા જોઈને વ્યથિત છે પણ તેની વ્યથા હવે ‘મેચ્યોરીટી’ પામી ચૂકી છે, જાણે કે સંજોગોને આવતા જોઈને તે પહેલાથી જ શોકમાં ડૂબી ગઈ છે….આસપાસ ઉભેલા બીજા બધા એમ્બ્યુલન્સ બોલાવવાની તૈયારી કરે છે જેથી ઉંચકીને ન લઈ જવો પડે, કેટલાક ફોન કરવામાં પડ્યા છે કે આ જીવ નો આ અંતિમ અવસર છે, કેટલાક શાંત ચિતે ઉભા તેમના સફેદ લેંઘા ઝભ્ભા ક્યાં પડ્યા હશે તે વિચારે છે…..અને હું…..
જીવનના આ અંતિમ મુકામે….અને એક નવી તૈયારી વખતે મને લાગે છે કે હું ગભરાઈશ નહીં…….પણ દુઃખી અવશ્ય હોઈશ, આસક્તિઓ હજીય મને છોડીને ગઈ નથી એટલે પરસેવો અને લોહી એક કરી બનાવેલુ આ મકાન જેમાંથી મને કાઢવા લોકો તલાપાપડ થઈ રહ્યા છે તેને હું શૂન્યમનસ્ક પણે જોઈ રહ્યો છું, યાદ આવે છે એ કરકસર અને વેઠેલી તકલીફો જેના પ્રતાપે આ મકાનના હપ્તા ભરાયા છે……યાદ આવે છે એ બેન્ક બેલેન્સ જે વહેંચાવા માટે તૈયાર છે, યાદ આવે છે એ વાહન જે હવે કદીય મરો સ્પર્શ નહીં પામે……મને ખૂબ ગમતો સ્ટ્રીપ્સનો શર્ટ જે મેં ખાસ દુબઈના એક મોલ માંથી લીધો હતો….અને એક જ વાર પહેરી શક્યો…..મારા પુસ્તકો….મારી એકલતાના સાથી એજ હવે મારો સાથ છોડી રહ્યા છે…મને ભાવતા ભોજન, મારો કેમેરો, મારું લેપટોપ…….યાદ આવે છે એ નાનામાં નાની વાત જે મારા જીવન સાથે સંકળાયેલી છે…..એ બધૂંય મારૂં જે હવે મારું મટી બીજાનું થઈ જશે……અને એ નિર્જીવ વસ્તુઓને મારા જવાનું જરાય દુઃખ નથી
મન કહે છે કે હવે તો આ માયા છોડ….ખબર છે કે આ બધુંય ક્યાંય ભેગુ નથી આવવાનું તો પછી એના વિશે શું કામ વિચારવું. ભગવાનને હવે તો યાદ કર … કોઈક તો મને ગીતાનો પંદરમો અધ્યાય વાંચી સંભળાવો…..પણ મનનો અવાજ બહાર આવતો નથી, હું સળવળું છું તો લોકોને થાય છે કે હવે છેલ્લો ઝાટકો અને ખેલ ખતમ……પણ હજીય તૃષ્ણાઓ છુટતી નથી, કાંઈક હજીય મને બાંધી રાખે છે
કોઈક કહે છે કે ગંગાજળનાં ટીપાં એના મોંમાં નાખો તો કદાચ છૂટે, પણ હું તલસું છું, મોહ માયા છૂટતી નથી, આગળનો સફર દેખાતો નથી, …..મૃત્યુ પછી શું થશે એ ખબર નથી…..ટોળામાં કોઈક ગણગણે છે…..તેમની દીકરીને કહો કે માથે હાથ ફેરવે અને કાનમાં મંત્રજાપ કરે….તો તેમનું મૃત્યુ સુધરે…..મારી દીકરી મારા માથે વહાલભર્યો હાથ ફેરવે છે……એની આંખમાંથી આંસુ મારા ગાલ પર પડે છે અને મારા આંસુ સાથે તે મળી જાય છે….જાણે સાગરમાં મળતી નદી…..મને મારી માંનો વહાલભર્યો હાથ યાદ આવે છે….જીવનની શરૂઆતમાં માં અને અંતમાં દીકરી….હા હવે કાંઈક ટાઢક વળી રહી છે…..હા હવે હાશકારો થઈ રહ્યો છે……જાણે હજારો સૂર્યો ચળકી રહ્યા છે…કોઈક મારો હાથ ખેંચે છે…મારી અંદર રહેલા હું ને કોઈક અદ્રશ્ય હાથો ખેંચે છે….આનંદ આનંદ અને પરમાનંદ છવાઈ જાય છે….હું હવે તદ્દન હલકો થઈ ગયો છું…જાણે કે પક્ષી…ઉડવાનું શરૂ કર્યું છે…..નીચે રોક્કળ મચી ગઈ છે…મારી પત્ની, પુત્રી અને બધાં રડી રહ્યાં છે….અને આ શું….હું હજીય નીચે પડ્યો છું….જાણે ચાવી વગરનું રમકડું…..સ્પ્રીંગ ખલાસ તો ખેલ ખલાસ
તમે શું વિચારો છો? તમને મૃત્યુ પહેલા કેવી ક્ષણો જોઈએ છે?
બહુ સરસ,
મૃત્યુની ક્ષણ સંભારતા લોકોને ડર લાગે છે. જ્યારે જીજ્ઞેશભાઇએ તે સાહસ સહજતાથી કરી બતાવ્યું છે. મૃત્યુ સુધારવા માટે અંત સમયે આપણી આસપાસનું વાતાવરણ કેવું હોવું જોઇએ તથા કેવું ન હોવું જોઇએ તે કવીશ્વર દલપતરામની આ પંક્તિઓમાં સુંદર રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યું છે…
રાગ : શાર્દૂલવિક્રિડીત
આવે અંત સમો સુભક્તજનને, સંતો સમીપે રહે, કોઇ કીર્તન ગાય થાય સુમતી, વાર્તા પ્રભુની કહે
પ્રિતી દેહ સુગેહમાં નવ રહે, વૃત્તિ પ્રભુમાં ઠરે, એવાનું અતી ધન્ય ધન્ય મરવું, સદ્ધામમાં સંચરે. ૧
આવે અંતસમે ઉદાસ કરવા, સ્વાર્થી સગા સૈ મળી, પાડે આંસુ સમીપ આવી પત્નિ સંતાન સાથે વળી
તે દેખી તન વાસના અતી વધે ક્યાં કષ્ટનો પાર છે, એવું અંત સમે મુંઝાઇ મરવું ધીક્કાર ધીક્કાર છે. ૨
એક જન્મે ને એક મરે છે , સ્થિર નથિ કોઇ ઠરવા જી,
મરિ ગયા તે જન્મ ધરે ને, જન્મ ધરે તે મરવા જી.
પ્રભાતે ફુલડિયા ફુલે સાજે તે કરમાશે જી,
નિત્ય બાગ મા નવિન કલિઓ ખિલી ને ખરી જાશે જી.
જિગ્નેશ્ભાઇ, Hu pan Mrutiyu vishe avuj viharu 6u. ke mrutiyu na bija divase chhapa o ma mrutiyu nondh ma avshe. jivan jivta to nahi pan mariya pachhi chhappa ma apdu nam avshe. 12divas badhaj yad rakshe pachi barma na divase jami ne pa6i kon rajesh badhaj bhuli jashe. jene sachi koth hashe tene hu ghadi ye ghadi yad avish. ghana vicharshe ke saru thaiu mari gayo have hu mari jindgi shanti thi jivishakish. jigneshbhai hu jindi gi thi hari gayo 6u. hu roj mrutiyu ni rah ma jivu 6u. mari pase badhi j khushiyo o 6. maru ankhu family 6. pan jivan na je varsho me jena sangathe pasar kariya 6 tene hu aje khoi betho 6u. tamari a vicharo ne vanchi man ne bahuj gamiyu 6. thankyu very much
khub saras
અતિ ગહન વિષયને શબ્દોનો ચિતાર આપવો મૂશ્કેલ હોવા છતાં તેનો સહજ સ્વીકાર તેને કેવુ સરળ બનાવી શકે તેવુ વંચાય છે. મૃત્યુ પૂર્વેનુ જીવન જેટલુ ઇશ્વરમય બનાવીએ તેટલુ તે સર્વ કાળ સહજ બને છે તે જ સત્ય છે.
આપને ખુબ ખુબ ધન્યવાદ…
Jigneshbhai tamaro blog bahuj saras chhe.Jigneshbhai mane tamari thodi madad ni jaroor chhe. Maro Blogger ma English blod chhe.
Have Hu pan maro Gujarati blog banavava ichhchhu chhu, pan mara gana prayatno chhata pan hu blog banavi sakyo nahi. WordPress na option ma mote bhage mane jankakari nathi.
to maherbani kari mane janavaso ke gujarati blog banavavana Steps kaya chhe ane Khas Gujarati Bhasha kevi rite lakhay te mane janavaso. maro e-mail ID dhmalvi@gmail.com Chhe.
તમે જરા આ ટેસ્ટ આપજો, http://www.quizgalaxy.com/quiz.php?id=114
khub saras creativity
મને તમારી વાતો રસપ્રદ લાગી છે તેથીતમારું ઇ-મૈલ આય.દી કે ફોન નંબર જણાવો તો આપણે તે રીતે મળી શકીએ
ગોપાલ
મૃત્યુ પછી સ્વજનોએ શું કરવું એ બાબત નાની પાલખીવાલાની નોંધ www,gopalparekh.wordpress.com પર મૂકી છે, વાંચીને તમારો મૂલ્યવાન અભિપ્રાય જણાવજો મનેને સૌને આનંદ થશે.
જે વિષયથી લોકો સત્તર ગાઉ આઘા ભાગે તે બાબત લખવાની હિંમત કરી તે માટે જ તમને સલામ,લગે રહો જિજ્ઞેશભાઇ
http://rutmandal.info/parimiti/2008/07/08/mrutyupaa/
it is very true but one has to face and has go for make a place for new comer to welcome thisworld
comment by hemant doshi from houston u.s.a.
halato chaalato maanasa foTo thai javaani prakriyaa etale mot
હું તો છું પીછું કાળના પંખીની પાંખનું,
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
એ વખતે જો પ્રભુ યાદ ના આવે તો ધ્યેય ચુકાઈ ગયું.
nice to read.
મેં તો મારી શ્રધ્ધાંજલિ પણ કયારની લખીને જાહેરમાં મૂકી દીધી છે. અને ઘણાં મિત્રો એ એમાં પોતાનું નામ મૂક મૂકવાની સંમતિ પણ આપી દીધી છે.