આવો વાર્તા લખીએ.. – શરૂઆત (૧) 18


વાર્તાલેખન માટે સહીયારૂ સર્જન અને માર્ગદર્શન…

થોડાક વખત પર અક્ષરનાદ પર ચાલો ગઝલ શીખીએ અંતર્ગત ૧૪ લેખની માળા થઈ હતી અને એ પ્રયાસને વાચકો અને પ્રસ્થાપિત સર્જકોએ વખાણ્યો હતો. આજે ફરીથી ગુજરાતી સર્જકોની સાથે જોડાઈને સહિયારા સર્જનની સાથે વાર્તાલેખનના ક્ષેત્રમાં પોતાનો પહેલું પગથીયું મૂકવા માંગતા મિત્રો માટે મદદરૂપ થઈ રહે એવો એક પ્રયત્ન કરવાનું મન છે. આ પ્રક્રિયા માટે કોઈ નક્કી કરેલી પદ્ધતિ કે આયોજન વિચાર્યું નથી. સમય જ તેનો રસ્તો નક્કી કરશે પણ આજે પ્રથમ ભાગમાં ચાલો વાર્તા લખીએ..

ટ્વિટર પર એક અંગ્રેજી સામયિકની આવી પહેલ જોઈ હતી, જે એક વાક્ય આપવામાં આવે તેના આધારે વાચકો વાર્તા લખે, જો કે આપણે થોડુંક અલગ કરી રહ્યા છીએ. એટલે આપણે નીચે જે શરૂઆત આપી છે તેના અનુસંધાને વાર્તા શરૂ કરીએ. પ્રતિભાવમાં આપ એ વાર્તાને આગળ વધારી શક્શો, બીજો પ્રતિભાવ પહેલા પ્રતિભાવને ધ્યાનમાં રાખી વાર્તાને આગળ વધારશે અને ત્રીજો પ્રતિભાવ બીજા પ્રતિભાવથી વાર્તાને આગળ લઈ જશે એમ પ્રતિભાવોની સાથે વાર્તા વધતી રહેશે. આપણે વાર્તાને એક સુંદર શરૂઆત પણ આપવી છે, તેને યોગ્ય માળખામાં પ્રવાહી અને વહેતી પણ રાખવી છે અને સાથે સાથે એક સુંદર અંત તરફ પણ લઈ જવી છે એ વાત યાદ રાખીને આપ લખશો. પ્રતિભાવમાં વાર્તાનો આપનો ભાગ આપ ચાલીસેક શબ્દો સુધી જ લખશો જેથી દરેક પ્રતિભાવકને અવસર મળી રહે. આપણે અનેક પ્રતિભાવોથી વાર્તા પૂર્ણ કરવાની છે એ ધ્યાનમાં રાખશો.

તો ચાલો એક નવી સફરની શરૂઆત કરીએ…. વાર્તાની શરૂઆત મેં નીચે આપી છે, પ્રતિભાવોમાં તેને આગળ વધારશો…

આવો વાર્તા લખીએ…

* * * *

હા, એને ખબર હતી કે જે કરી રહ્યો છે એ ખોટું છે, પણ મનોજને પોતાની મજબૂરીનો પૂરેપૂરો ખ્યાલ હતો. તેના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું, એને ડર લાગ્યો, હાથમાં પરસેવો થવા લાગ્યો, છતાંય એણે દરવાજો ખોલ્યો. પણ આ શું?


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “આવો વાર્તા લખીએ.. – શરૂઆત (૧)

  • ATUL APTEL

    દરવાજો ઉઘડતા જ સામે વનરાજભાઈ ને જોતા જ મનોજ થરથરેી ગયો. સાથે મિતેશ પણ હતો. વનરાજભાઈ બોલ્યા, શુ ધાર્યુ હતુ તમે? કોઈ જાણે તો શુ થાય? મિતેશ બોલ્યોઃ કાકા, કેમ સમજતા નથેી? અમે કઈજ ખોટુ નથેી કર્યુ. આજના જમાના મા પણ તમે આવુ વિચારો ચ્હો? દુનિયામા બધા દેશોમા આ સ્વેીકારવા મા આવે ચ્હે. ભલે અમારા સમ્બન્ધ ને કોઇ નામ નથેી આપેી શકાતુ, પણ અમારેી લાગણેી નુ શુ? ભગવાને અમને જુદા તરાહ ના બનાવ્યા તો અમે શુ કરિયે? હવે તો કાયદો પણ અમારો હક માને ચ્હે.

  • hansa rathore

    મગજ ઠેકાણે નથી રહેતું હમણાં હમણાં..શીલા યાદ ન જ રાખે, પણ દીકરા તરીકે મારે તો યાદ રાખવું જ જોઈએ ને , હું ચુક્યો . મને જરીક ઠોકર વાગે તો ય ડોક્ટર પાસે દોડનારા બાપુજી નો આત્મા કેટલો કકળતો હશે! પહેલેથી નક્કી હોવા છતાં દીકરો સાથે આવવાને બદલે, મોઢે થવા ય ના રહે ? ને ૧૨ વરસનો દીકરો નજર સામે આવી ગયો.કાલ એ ય મોટો થશે, ને પોતે વૃદ્ધ. આ જ કથા ફરી બનશે ?

  • Hema

    ત્યાંજ તેને યાદ આવ્યુ કે આજે સવારે ગામડે થી બાપુજી અહીં આવવા ના હતા. બાપુજી આમ તો નજીક ના ગામ માં રેહેતા હતા. બા જીવતા હતા ત્યાં સુધી તો સમજાય તેવુ હતુ પણ હવે બાપુજી ના ગામમા એક્લા રેહવા નું કરાણ મને સમજાતું નથી. મારા લગ્ન થયા બાદ બા અને બાપુજી મારા અાગ્રહ ને કારણે અમારી સાથે રહેવા આવેલા પણ બા ને અને શીલા ને ખાસ બનતુ નહીં તેથી તેઓ ગામમા પાછા ચાલ્યા ગયા હતા.
    આજે બાપુજી ની ડોક્ટર રાજેશ સાથે એપોઇન્ટ્મેન્ટ હતી. દર વખતે એપોઇન્ટ્મેન્ટ વખતે તેઓ સવારે આવી સાંજે પાછા ચાલ્યા જતા. આવે ત્યારે બાળકો ને મળવા અચુક ઘેર આવતા. આજે પણ આવ્યા જ હશે. ક્યાંક, બાપુજી તો ઝેર નો પ્યાલો … ના, ના, ના. હે ભગવાન આજે બાપુજી ના આવ્યા હોય તો સારુ. લાવ શીલા ને ફોન કરી ને પુછવા દે. એનો ફોન આવ્યો પણ આ વાત જ રહી ગઈ. કોણ જાણે આજકાલ મને કેમ કંઇ યાદ નથી રહેતું.

  • gopal khetani

    અને ફરી મનોજ દિવસ ની શુરુઆત ને યાદ કરી રહ્યો. ફ્રીજ મા રાખેલા ઝેર ભેરવેલા શરબત નુ શુ થયુ? મારો દિકરો અને દિકરી તો અહીં જ છે અને શિલા જોડે તો હમણા જ ફોન પર વાત કરી. તો શરબત ગયુ ક્યા?

  • geeta shukla

    નાનકડેી સ્રુતેી એ નાનકડા હાથ થેી તેને ખેઁચેી બહાર લઈ ગઈ. બાજુમાઁ નવા રહેવા આવેલા પડોસેી ને ત્યાઁ લઈ જઈ બોલેી, પપ્પા મને મારો નવો ફ્રેન્ડ મળેી ગયો…! આ આઁટેી મને અને મનન ને સારેી સારેી ગેમ રમાડે ચ્હે. તમે અમારેી સાથે રમોને….

  • Kirangi Kansara

    Dikri ni aknho ma joyu ne pachho bhutkal yaad avyo! Taddan avi j ankho hati Vandana ni! Ne mari aa Dikri Shruti! Jane Vandana ni pratikruti! Vandana sathe ketla sapna joya hata Shruti mate! Parmeshwar pan ketlo nirdayi chhe ke mari nanakdi dikri same pan na joyu ane mari vandana ne bolavi lidhi! Kem kari ne sachvish aa dikri ne? Man chitkari uthyu, Vandana, maro pehlo prem, aam mane adhvachche mukine kem jati rahi?

  • Lata Bhatt

    તેનો ડર સાવ ખોટો નીકળ્યો સામે કામવાળી બાઇ સરલા ઊભી હતી સરલાને પણ આ સમયે સાહેબને ઘેર જોઇ આશ્ચર્ય થયું હજુ તો એ કાંઇ પૂછવા જાય અને અંદર આવે એ પહેલા જ મનોજે દ્વાર અધખૂલુ રાખી કહી દીધુ આજે કશું કામ નથી

  • Harshad Dave

    સારી, પ્રશંસનીય શરૂઆત છે. પ્રતિભાવોની ૪૦ શબ્દની મર્યાદામાં વિકસતી વાર્તામાં કસોટીની એરણે ચડેલી કથા કેવી રીતે આગળ વધે છે તે જોવાની મઝા પડશે. અભિનંદન…(મારો પ્રતિભાવ – આ શરૂઆત સિવાયનો(!)…ઇમેલથી મોકલ્યો છે…) – હદ.

    • અક્ષરનાદ Post author

      harshadbhai no pratibhav…

      તેણે જોયું કે દરવાજા સામે જે વ્યક્તિ ઊભી હતી તે તેના થોડી મીનીટોમાં પૂરા થનારા જીવનમાં ક્યારેય ભૂલી ન શકે તેવી હતી. વંદનાને જોઇને તે અવાચક થઇ ગયો. તેને પાંચ વર્ષ પહેલાનો એ સમય યાદ આવી ગયો, વંદના સાથેની તેની પહેલી મુલાકાત!”

  • અક્ષરનાદ Post author

    મિત્રો,

    આ માઈક્રોફિક્શન સર્જન નથી, વાર્તાને પૂર્ણ કરવાનો કે તેને તરત વળાક આપવાનો પ્રયત્ન કરવાને બદલે આગળના પ્રતિભાવથી વાર્તાને આગળ લઈ જઈએ… વિકસાવીએ..

  • mitsu mehta

    Potane sapna bhara jevi lagti dikri ghodiyama hati and ek sundar nanakdu smit ena chehra per hatu….koik alulokik bal ene roki rahyu hatu…ane j hath ene marva updela hata e hathethi ene laine potane hriday sarsi chapi lidhi….ane asu sathe udgar sari padya ” Hu tame dikro banavis dikri nahi” ( sorry 4 English..mobile is nt supporting guj fonts)

  • Chandrakant Lodhavia

    મનોજ મન મારી બેઠો હતો. તે તેની બિમારીથી ખુબ જ ત્રાસી ગયો હતો. તેણે આત્મહત્યા કરવાની બધી તૈયારી કરી લીધી હતી. બહારથી દરવાજો કોઈએ ઠોક્યો, સાથે બાળકના રડવાનો અવાજે હતો, દરવાજો ખોલ્યો, પપ્પાને જોઇ તેનો બે વર્ષનો પુત્ર પપ્પા પપ્પા કરતો રડતો હતો, પત્નિ બોલી લ્યો આને સાચવો, મરેલું મન જાવ્યું ને મનોજે બાળક ખાતર તેની મજબુરીને જ મારી ને હસતાં હસતાં માનસ ને તેડી લીધો.

  • નિમિષા દલાલ

    ખૂબ જ સરસ અને સરાહનીય પ્રયાસ.. જિજ્ઞેશભાઈ અભિનન્દન… આપના આ પ્રયાસને મેં શેર તો કર્યોજ છે પણ આપને અહીં એ માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ..

  • Sakshar

    હા, એને ખબર હતી કે જે કરી રહ્યો છે એ ખોટું છે, પણ મનોજને પોતાની મજબૂરીનો પૂરેપૂરો ખ્યાલ હતો. તેના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું, એને ડર લાગ્યો, હાથમાં પરસેવો થવા લાગ્યો, છતાંય એણે દરવાજો ખોલ્યો. પણ આ શું?

    ફ્રીજની અંદર ખાલી ગ્લાસ પડ્યો હતો. જે ગ્લાસમાં એણે ઝેર ભેળવીને શરબત બનાવીને એની પત્ની શીલાને આપવા માટે રાખ્યું હતું, એ ગ્લાસ ખાલી હતો. આ શરબત એનો ૧૨ વર્ષનો બાળક તો નહિ પી ગયો હોય ને? કે પછી એની પત્ની શીલાને આ વાતની જાણ થઇ ગઈ હશે? જે મજબુરીને લીધે એને આ પગલુ ભર્યુ હતુ એ આપેલા વચનનુ હવે શુ થશે? આ બધા પ્રશ્નો સાથે મનોજે ફ્રીજનો દરવાજો બંધ કર્યો અને હવે શું કરવું એ વિચારવા લાગ્યો.

    (સરસ પ્રયોગ જીગ્નેશભાઈ, મજા આવશે)